________________
૮૩૪
શારદા રત્ન
નાશ થાય એ પરોક્ષ ગેરલાભ તમને દેખાતું નથી ? લાભ અને ગેરલાભને ત્રાજવાના બે પલામાં મૂકીને જોખી જુઓ. કહો, કયું પલ્લું નીચે નમે છે.? બ્રાહ્મણે કલ્પનાના આકાશમાં ત્રાજવા માંડયા. લાભાલાભને બે જુદા જુદા પલ્લામાં મૂકયા, પણ ત્રાજવામાં ગેરલાભનું પલ્લું નીચું નમ્યું, પણ તે કહેવાની તેમની હિંમત ચાલી નહિ, ત્યારે નમિરાજે કહ્યું, તમારા યજ્ઞમાં તે મહાપાપ છે. એમાં જવ આદિ હોમ એટલે એકેન્દ્રિય જીની હિંસા થાય. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય છે પણ ઘણુ મરે અને ઘોડા
આદિને હમો તેથી પંચેન્દ્રિય જીવોની હિંસા થાય, માટે એવા યજ્ઞથી કયારે પણ કલ્યાણ થાય નહિ. જ્યાં હિંસા છે ત્યાં ધર્મ નથી. જ્યાં અહિંસા છે ત્યાં ધર્મ છે, મારે હિંસક યા કરવા નથી. તું સાંભળ, આ સંયમ માર્ગ કેટલો ઊંચે ને મહાન છે.
जो सरस्सं सहस्साण, मासे मासे गव दए ।
तस्सवि सजमो सेओ, अदिन्तस्सऽवि किंचण ॥४०॥ જે પુરૂષ એક એક મહિને દશ દશ લાખ ગાયનું દાન કરે છે તેના કરતા જે કંઈ પણ નથી આપતા તેવા સંયમી સાધકને સંયમ શ્રેષ્ઠ છે.
જેની રગરગમાં વૈરાગ્યનો રણકાર છે, જે ચારિત્ર માર્ગમાં તરબળ છે, જેના જીવનમાં સંયમની લગની છે એવા નમિરાજના જવાબ કેવા જડબડ છે! ઈન્ટે તેમની સામે ચારિત્ર વિરૂદ્ધ વાત કરી પણ નમિરાજે તેને કેવો સુંદર જવાબ આપ્યો. તેમણે કહ્યું છે વિપ્ર ! કઈ માણસ મહિને મહિને દશ લાખ ગાયનું દાન કરે એના કરતાં પણ સંયમ વધુ શ્રેષ્ઠ છે. પછી ભલે તેમાં રાતી પાઈનું દાન આપવામાં આવતું ન હોય. તે ગમે તેટલું દાન કરે પણ સંયમની તેલ કેઈન આવે. જેણે દેશ વિરતિને ત્યાગ કર્યો છે ને સંયમ માર્ગ સ્વીકાર્યો છે તેમને કઈ પાપ કરવાનું નથી હોતું. સાધક આત્મા
જ્યારે દીક્ષા લે છે ત્યારે સર્વથા સાવગના પચ્ચખાણ થઈ જાય છે, એટલે છકાયના જીને અભયદાન મળે છે. સંયમમાં પહેલું મહાવ્રત અહિંસાનું. તેમાં અનંતાનંત જીવને પિતાના તરફથી અભયદાન મળે. એની સામે ગાયના દાન શી વિસાતમાં! સાજાળ રેઢું મચાવવા ” દાનમાં શ્રેષ્ઠ દાન અભયદાન છે. વીરના સંત કેવા હોય?
છકાય રક્ષણહારા, એવા ગુરૂજી અમારા ભગવાનના સંતે છકાય જીવની દયા પાળનાર હોય છે. એવા સાધુ ભલે કેઈને કંઈ આપતા ન હોય છતાં તેમને સંયમ શ્રેષ્ઠ છે. તમે તડકેથી આવ્યા હોય, તરસથી આકુળવ્યાકુળ થયા હોય છતાં સંતે તમને ટીપું પાણી પણ ન આપી શકે. તે અવતીની સેવા કરે નહિ ને સેવા લે નહિ. તે સર્વથા અહિંસાના પાળનાર હોય. છકાયના જી પ્રત્યે તેમને કરૂણા હોય છે. તે છકાય જીવોની હિંસા કરે નહિ, કરાવે નહિ ને કરતાને અનમેદન આપે નહિ. ચાહે તે “ જાને ત્રા, નારે ના, ને રા” ગામમાં હોય, નગરમાં હોય કે રણમાં હોય, તે એમ ન વિચારે કે હું પાપ કરીશ તે અહીં મને કેણ જેવાવાળું છે? કેઈ ન જેવાવાળું હોય તે પિતાને આત્મા તે જુએ છે ને? સિદ્ધ ભગવંતે તથા કેવળી ભગવતે તે જુએ છે ને ?