SearchBrowseAboutContactDonate
Page Preview
Page 907
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ સારા રન રાષિની વાત ઇન્દ્રે એક ચિત્તે સાંભળી લીધી, પછી એ આધ્યાત્મિક શાસ્ત્ર શીખવા ઉત્સુક બન્યા પણ ખુલ્લી રીતે માંગણી કરતાં તેમની હિંમત ચાલી નહિ, તેથી એમણે પ્રશ્નો પૂછીને અનુભવ મેળવવાનું નક્કી કર્યું. હવે ઈન્દ્ર પૂછશે કે એવા યુદ્ધ કયા ક્ષેત્રમાં થાય ? કોની કોની વચ્ચે થાય ? તેના મિરાજ જવાબ આપશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્રઃ-લગ્નની ધામધૂમઃ- લગ્નના દિવસ આવી ગયા. મને પક્ષમાં ધામધૂમ થઈ રહી છે. વાજીંત્રા ને શરણાઈ એના સૂર સભળાઈ રહ્યા છે. સૌ લગ્નની ધમાલમાં પડી ગયા છે. શુભમતિની સખી તેની મજાક ઉડાવે છે. સખી ! તને કિશેારકુમાર જેવા પતિ મળ્યા છે. નામ તેવા તેમનામાં ગુણુ છે. પિયરમાં પણ લક્ષ્મીના પાર નથી અને સાસરીયે તે અમારા સાંભળવા પ્રમાણે સાનાના હિડાળા છે. આવા સુખવૈભવમાં તુ અમને યાદ પણ નહિ કરે. સખી ! તું આ શું બોલે છે ? વર્ષોની પ્રીત શું હું ક્ષણમાં ભૂલી જઇશ ? આપણી પ્રીતમાં કયારે પડદો નથી. જે પડદો રાખીને પ્રીત કરે તે વેરીની રીત છે. તું ગાંડી થઇ છે કે શું ? મારા હૈયાના સિહાસન પર સ્થાન પામેલ સખીપ્રેમને કોઈ પણ ભૂલાવનાર નથી. સમજી ? આ રીતે સખી મજાક કરી રહી છે. ચારીમાં જવાની તૈયારીએ થવા લાગી. લગ્નજીવનના પ્રયાણમાં કેટલી વિષમતા છે! આજ દિન સુધી માતા પિતાએ પ્રેમ અને સ્નેહનું સિચન કરી ઉછેરીને મોટી કરી તેને ખીજા ઘેર માકલવાની. એક બાજુ માતાપિતાના વિયેાગ ને બીજી બાજુ પતિના સચેાગ. એક તરફ હ ને બીજી તરફ શેા. જનક, જનની અને જન્મભૂમિના પ્રેમ વિસારી સ્વજન, સ્નેહીઓ અને સખીએની વિદાય લઈ ને પરાયા ઘરને પાતાનું બનાવવું પડે છે. સાસુને માતા, સસરાને પિતા, દિયરને ભાઇ અને નણંદને બેન માનવાના હાય છે અને સાસુ પણ વહુને દીકરી સમાન માને તે તેમના સ`સાર સ્વર્ગ સમાન અને છે, કરીને એક અજાણી વ્યક્તિના હાથમાં પરમ શ્રદ્ધાથી જીવન અર્પણ કરવું પડે આવી દુષ્કરતા હેાવા છતાં લગ્ન સમયે છોકરીના દિલમાં કેટલેા થનગનાટ હોયછે! જે લગ્નજીવનમાં માત્ર સૌંસારની વૃદ્ધિ છે, રાગના ખધન છે, માહના ઘેન છે, માયાના પાશ છે, વિષયેાના પાન છે, આત્માનું પતન છે, તે લગ્નજીવન પેાતાને સુખી કઈ રીતે કરી શકે ? આ શુભમતિ તા આદર્શ નારી છે. માનવ જીવનને દીપાવવા ઉચ્ચ જીવન જીવનારી છે. પેાતે પાતાના ભવિષ્યની વાત જાણતી હતી પણ અત્યારે તે માંડ માંડ બધુ ભૂલીને ઉપરથી આનંદ મનાવે છે. તે તેા અરમાનેાના પ્રવાહમાં તણાતી હતી. લગ્ન જીવન એટલે એકબીજાના સુખદુઃખમાં એતપ્રાત બનવાની સાચી દૃષ્ટિ. ધર્મઆરાધના કે કર્તવ્ય પંથમાં એકખીજાની હુઠ્ઠું છે, માĆદર્શન છે. એ દાંપત્ય જીવન જો વિલાસની ભાવનાથી પાષાય તા જીવન શુષ્ક બને પણ અન્યાન્યના ઉદ્ધારની ચિંતા જાગૃત રહે તેા નંદનવન પણુ બની જાય. પેાતાના પાકળને પ્રગટ ન કરવાની ચિતામાં શેઠ :-લગ્ન મહેાત્સવ ઉજવાઈ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy