SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક વાંચતા પહેલાં ખંભાત સંપ્રદાયના જ્ઞાન દિવાકર, આગમ જવાહર સ્વ. આચાર્ય બા. બ્ર. પૂ. રતનચંદ્રજી. મહારાજ સાહેબના સુશિષ્યા ચારિત્ર ચુડામણી, શાસન શિરોમણી, સિદ્ધાંત મહેદધિ, પ્રખર વ્યાખ્યાતા બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી કે જેમના જીવનને ઝળહળ પ્રકાશ, ચારિત્રની મઘમઘતી સુવાસ, વ્યાખ્યાનને મીઠે રણકાર દેશદેશના ખૂણે ખૂણે ગાજી રહ્યો છે, જેમના વ્યાખ્યાનના પુસ્તક ભારતમાં ને વિદેશમાં ખ્યાતિ પામ્યા છે. જે પુસ્તકોએ જૈનેના તે શું જૈનેતરના પણ જીવનના વહેણ બદલાવી નાંખ્યા છે. વિશેષતા તે એ છે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તકોની પાંચ સાત હજાર નહિ પણ દશ દશ હજાર પ્રતે પ્રકાશન થવા છતાં આજે એક પણ નકલ જોવા મળતી નથી. આ ઉપરથી વાચકે સમજી શકશે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તકોની કેટલી માંગ છે અને કેટલા અમૂલ્ય ને અલભ્ય છે. શ્રાવક શ્રાવિકાઓ, સાધુ સાધ્વીઓ ને જૈનેતરો કે જેમણે પૂ. મહાસતીજીને કદી નજરે નિહાળ્યા પણ નથી તે લેકે પુસ્તક વાંચીને પૂછતા આવે છે કે જેમના પ્રવચને આટલાં પ્રભાવશાળી છે તે મહાન વિભૂતિ કોણ છે? એ કેવા હશે ! એમના દર્શન કરીને તે પાવન બનીએ! અને પુસ્તક મેળવવા માટે તલસે છે. આ પુસ્તક એ તે કમાલ કરી છે. જેને તે શું જૈનેતરે પણ આ પુસ્તક વાંચીને કહે છે કે આ પુસ્તકોએ તે અમારા જીવનમાં ઘણે ત્યાગ કરાવ્યો છે. અમારા અંધકારમય જીવનમાં જ્ઞાનને પ્રકાશ પાથર્યો છે. અરે, વધુ શું લખું ! આ પુસ્તકના વાંચનથી કંઈક હૃદય પલ્ટા થયા છે. ઘણાં હળુકમ આત્માઓએ જીવનપર્યત સામાયિક, પ્રતિક્રમણ, ચૌવિહાર તથા બ્રહ્મચર્ય આદિ કઠોર વ્રત અંગીકાર કર્યા. કંઈક છે વૈરાગ્યના પંથે વળ્યા. આ પુસ્તક દ્વારા પરદેશમાં જૈન ભાઈ-બહેને તેનું વાંચન કરી પર્યુષણ પર્વ ઉજવે છે. નાના ગામડામાં તે આ પુસ્તકે પરોક્ષ રીતે સંતનું કામ કરે છે. આ પુસ્તકનું વાંચન દુઃખી જીવનમાં શાંતિના ઝરણું વહાવે છે, ગરમીથી આકુળ વ્યાકૂળ થયેલ માનવ વડલાની શીતળ છાયા મળતાં જેમ શાંતિ પામે છે તેમ સંસારના આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ પથી છ બળી ઝળી રહ્યા છે, તેવા છો આ પુસ્તકોનું વાંચન, મનન કરી જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ કરે છે. અરે ! વધુ શું કહું ? આ પુસ્તક વાંચીને કંઈક ના હૃદયપલ્ટા થયા પોતાની માતાને, બેનને, ભાઈને બોલાવતા ન હતા એવા કંઈક જીના વેરના વિસર્જન થયા ને સ્નેહ અને ક્ષમાના ઝરણું વહ્યા છે. આ અદ્દભૂત અને અનોખે જાદુ પૂ. મહાસતીજીની વાણીમાં છે. દેશના તથા પરદેશના ઘણાં લેકે પૂ. મહાસતીજીના વ્યાખ્યાને ટેપ કરવાની માંગણી કરે છે અને કહે છે કે અમે ટેપ દ્વારા દૂર રહ્યા રહ્યા પણ આપને પ્રત્યક્ષ સૂર સાંભળી શકીએ, પણ પૂ. મહાસતીજીએ ચોખ્ખી ના પાડી દીધી કે સાધુ જીવનમાં એ અકલ્પનીય છે. આ રીતે પૂ. મહાસતીજીના પુસ્તકને પ્રભાવ અને કેટલાય ના થયેલા હદયપટાના અનુભવ કલમથી લખી શકાય નહિ તેટલા છે. પૂ. મહાસતીજીની પુસ્તક છપાવવાની બિલકુલ ઈચછા ન હોવા છતાં પણ જનતાના તથા શ્રી સંઘના અત્યંત આગ્રહને વશ થઈને અનિચ્છાએ મૂક સંમતિ આપવી પડે છે. જિનેશ્વરદેવની વાણીના વચનામૃતથી ગૂંચાયેલું આ પુસ્તક આપની આત્મલક્ષ્મીને ઉર્ધ્વગામી બનાવી પરમગતિને પ્રાપ્ત કરવામાં ખૂબ ખૂબ ઉપયોગી નીવડે એવી અંતરની અભિલાષા.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy