________________
શારડા રત્ન
બહારના રાજાઓ કે બીજા કેઈ પણ મિથિલા નગરીમાં આવે તે એ પ્રાસાદે, વલ્લભઘરને જોતાં બોલે કે શું મિથિલાના મહેલો છે! આજ સુધી કેઈએ બાંધ્યા ન હોય એવા સુંદર આલિશાન ભવને બનાવે, ઘરો બનાવો. જેને જોતાં લેકે પ્રસન્ન થઈ જાય ને આપની પ્રશંસા કરે કે, શી મહેલની શોભા છે ! આવા સુંદર મહેલ ને રાજભવને છોડીને નમિરાજાએ દીક્ષા લીધી! નગરીનું સૌંદર્ય વધારવું એ આપના હાથની વાત છે. આ૫ જેવું ઈચ્છો તેવું કરી શકો છો. આ કામ આપને માટે અવશ્ય કરવા યોગ્ય છે. એમ વાત કરતાં રાજર્ષિ અને ઈન્દ્રની બંનેની આંખ એકમેક થઈ ગઈ, પછી નમિરાજે કહ્યું, હે વિપ્ર ! આ પ્રાસાદ, વલ્લભીઘરો બધું અનિત્ય છે. કયારેક જોરદાર પવન ફૂંકાય, ભયંકર વાવાઝોડું થાય તે પડી જવાને સંભવ છે. કયારેક અગ્નિમાં બળી જાય ને કયારેક નદીના પાણીના વેગમાં ધરાશાયી થઈ જાય. આપે હમણું મને કહ્યું હતું કે આ૫ જુઓ તે ખરા કે મિથિલા ભડકે બળી રહી છે, આપનું અંતરિ, રાજભવન, અને સારી નગરી બળી રહી છે, માટે આપ આ ઓલવતા જાવ. આવું થવા છતાં આપ મને હજુ કહો છો કે પ્રાસાદ-ઘર બાંધતા જાવ!
એવા અનિત્ય પ્રાસાદો બાંધવાની હવે શી જરૂર ? નગરીમાં સુંદર, દર્શનીય, આનંદદાયક મહેલે કદાચ નહિ હોય તેથી શું ? હે નમિરાજ! તે ભવિષ્યની પ્રજા એમ જાણશે, કે અમારા પહેલાના રાજા ખૂબ લોભી હતા, તેથી નગરીમાં જોવાલાયક બગીચા, કીડાંગણ કે મહેલો બંધાવ્યા નથી. પૈસા ખરયા સિવાય એવા કામ થાય ખરા? સંસારમાં માનવીને ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે. જે પૈસા હોય તો સ્વર્ગીય સુખને આનંદ માણી શકે, પણ તેમાં પૈસાનો વ્યય તો કરવો પડે ને? કાંકરાની જેમ પૈસા વાપર્યા વગર શું નામના કે ખ્યાતિ થાય ખરા ? અરે, આજે તો દુનિયામાં પૈસા માટે જેટલા પાપ ન થાય એટલા ઓછા છે. પૈસા માટે પરમેશ્વરને ભૂલી જાય છે. જ્ઞાની કહે છે કે હજુ જીવને પા૫ ખટક્યું નથી, પાપ ખટકે તે એ આત્મા ન્યાય-નીતિથી જેટલા પૈસા મળશે એટલામાં સંતોષ માનશે. માનવ માત્ર ભૂલને પાત્ર છે. એ પાપ કરી બેસે પણ કેઈ ડાહ્યો માણસ એની ભૂલ સુધારનાર મળી જાય, તે એ પિતાની ભૂલને સુધારી લે છે.
પવિત્રતાની પાળને તોડતા મહારાજા –ઉદયપુરના મહારાજાના અંતેઉરમાં રૂપ રૂપના અંબાર સમી અનેક રાજરાણીઓ હતી, પણ એક વખત રાજા ભાન ભૂલ્યા ને એક હલકી જાતની તુચ્છ, રખાત કહેવાય એવી સ્ત્રીને રાખીને બેઠા. ખુદ રાજા બગડે તે પ્રજાનું શું? વાડ ચીભડા ગળે તે ફરિયાદ કેને કરવી? સંતાને પિતા પાસે ફરિયાદ કરે, પિતા નગરશેઠને ફરિયાદ કરે અને નગરશેઠ રાજાને ફરિયાદ કરે, પણ ખુદ રાજા બગડયા તો ફરિયાદ કયાં જઈને કરવી ? એક વખત આ માસનું અજવાળીયું પખવાડિયું હતું અને દશેરાનો દિવસ હતું. આ વિજયાદશમીના દિવસે રાજાની સવારી નીકળી. રાજા હાથીના હોદ્દે બેડા. પોતાના અંતેઉરમાં આટલી રાણીઓ હોવા છતાં પોતાની રખાત