SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ સારા રત્ન ૭૬૫ પરિસ્થિતિ આખી પલટાઈ ગઈ છે, અને એથી જ રોજના બે દેકડા કમાનાર રાજગૃહીને પૂર્વકાળને પુણિ જેટલે સુખી હતા એટલે સુખી આજને પાંચ મીલોને માલિક ગણુતે કોઈ કરોડપતિ હશે કે કેમ એ શંકા છે. મૃત્યુ સમયે પ્રાણ છેડતી વખતે એ પુણિયાને જેટલી શાંતિ ને સમાધિ હશે એટલી શાંતિ અમેરિકાના રાષ્ટ્રપતિને કે ભારતના વડાપ્રધાનને હશે કે કેમ? એ પ્રશ્ન છે. કારણ કે પુણિયાનું જીવનસૂત્ર જીવન ખાતર પૈસા” હતું અને આજના લખપતિ કે કરોડપતિ વહેપારીનું જીવનસૂત્ર “પૈસા ખાતર જીવન” બની ગયું છે. દરેક માનવ પોતે પોતાના જીવન પૂરતો તે જરૂર વિચાર કરી શકે કે મારે માટે કયું સૂત્ર ઉપયોગી છે. જીવન ખાતર પૈસા કે પૈસા ખાતર જીવન ? પૈસાથી જીવનને તોલવું એ તે માત્ર મૂર્ખાઈનું કામ છે. પૈસો તે એક દિવસ અહીં મૂકીને ચાલ્યા જવાનું છે. સાથે એક પાઈ પણ આવવાની નથી. ભગવાન પણ બોલ્યા છે કે चिच्या दुपयं च चउप्पय च, खेत्त गिह धणधन्न च सव्व। સTwીકો અવસાયારૂ, પરં ભવં તાવ વા | ઉ. અ. ૧૩ ગા.૨૪ આ જીવ દ્વિપદ, ચતુષ્પદ, ક્ષેત્ર, ઘર, ધન અને ધાન્ય તથા અન્ય સર્વ વસ્તુને છોડીને કર્માનુસાર પલેકમાં સ્વર્ગ અથવા નરકગતિને પ્રાપ્ત કરે છે. માનવી ગમે તેટલું ધન મેળવે પણ પૈસા તો એક દિવસ અહીં મૂકીને ચાલ્યા જવાનું છે, એનાથી નવું જીવન ખરીદી શકાય એમ નથી, ત્યારે જીવન એક એવી ચીજ છે કે એનાથી નવું જીવન ખરીદી શકાય. મહાન પુદયે મળેલું અમૂલ્ય જીવન જે પૈસાને શરણે સોંપવાને બદલે માનવ ધર્મના શરણે સેપી દે તે આ જીવન દ્વારા આગામી ભવનું આથી પણ વધુ સારું જીવન એ ખરીદી શકે અને તેથી મહાપુરૂષોએ જીવનનું લક્ષ્ય બતાવતા પૈસા તરફ નહિ પણ ધર્મ તરફ આંગળી ચીંધી છે. પૈસા છે તે બધું છે, એ ભ્રમણાને બદલે “ધર્મ છે તો બધું છે ” એ વાત જ્યાં સુધી દિલની દિવાલમાં નહિ લખાય ત્યાં સુધી સુખી બનવાનો રાજમાર્ગ હાથમાં આવવાને નથી અને મુક્તિના માર્ગ તરફ ગતિ થવાની નથી. બાગ બગીચા કે બંગલા આ બધી સુખની સામગ્રી છે. સુખની સામગ્રી મળવા દતાં સુખ મળવું કે ન મળવું એ તે પુણ્યને આધીન છે. પુણ્ય હોય તે સુખની સામગ્રી વિના માનવ સુખી હોઈ શકે. પુણ્ય ન હોય તો મળેલા બાગ, બગીચા, કે બંગલા એના જીવનની સુખશાંતિ હરી લેનારા બની શકે, માટે સુખ એ પુણ્યાધીન છે, ને પુણ્ય એ ધર્મને આધીન છે. જગતના દરેક જીવો સુખની ઝંખના કરે છે. રસ્તે ચાલતા એક ભિખારીને પૂછો કે પાર્લામેન્ટની, પ્રાઈમ મીનીસ્ટરની ખુરશી પર બેઠેલાને પૂછો કે તારે શું જોઈએ છે? તે એક જ જવાબ મળશે કે સુખ. હવે સુખ જ જ્યારે આ જગતની એકની એક માંગ છે ત્યારે સુખ મેળવવા મથતા માનવીની એ વાત કેમ ભૂલી જવાય કે સુખ એ પુણ્યને આધીન છે ને પુણ્ય એ ધર્મને આધીન છે, માટે જીવનનું લક્ષ્ય એક ધર્મ સિવાય બીજું કઈ હોઈ ન શકે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy