SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ ७६२ શારદા રત્ન કે આ છોકરે હસે છે, બેલે છે, પણ તેનું મોટું ઝાંખું પડી જાય છે, માટે દાળમાં કંઈક કાળું લાગે છે, તે એના જવાબમાં કઈક એમ કહે કે શેઠે સગાઈ કરી છે તે કન્યાને હજુ છોકરાએ જોઈ નથી તેથી તેને ગમતી હોય કે ન ગમતી હોય એવું કંઈક હશે. કંઈક બેલે છે આ પુત્ર તે તેમને કેટલી બાધા આખડીઓ રાખ્યા પછી થયો છે ને તેથી મોસાળમાં મોક્લી દીધો હતો. ખરેખર પુત્ર કુળદીપક છે. શેઠને ત્યાં લગ્નની તૈયારીઓ પુરજોશથી ચાલી રહી છે. મંગલગીત ગાના શુરૂ હે ગયા, તેરણ ગુમ્મર રોશની ચમકે, હર્ષ કે જે ઉછલ રહે હૈ, ઇતને મેં બ્લાહક દિન આયા દિવસો જતાં લગ્નના દિવસ નજીક આવી ગયો. શેઠને ત્યાં આનંદની છોળો ઉછળવા લાગી, મંગલ ચોઘડીયા શરૂ થઈ ગયા. શેઠને આ મહેલ રોશનીથી ઝળહળી ઉઠ્યો, મહેલના આંગણે તારણે લટકાવ્યા. અત્યારે તે ગુણચંદ્ર જાણે પોતાનો જ દીકરો ન હેય એ સ્નેહ રાખતા હતા. શેઠે ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા. અત્યારે શેડને લોભ નથી. નિત્ય નવા ભજન અને વસ્ત્રાલંકારોને ઢગલો થતા, ગુણચંદ્ર એકવાર તે પિતાને પણ ભૂલી જાય કે હું ગુણચંદ્ર છું કે કિશોર છું. બધા સ્વજનોને તેના પ્રત્યે ખૂબ પ્રેમ હતે. બધા તેને ખમ્મા ખમ્મા કરતા હતા. શેઠ બધાની આગતા-સ્વાગતા પણ સારી રીતે કરતા હતા. લેક બેલવા લાગ્યા કે શું શેઠની આગતા-સ્વાગતા છે! શું તેમણે પકવાન બનાવ્યા છે? લગ્ન તે ઘણું જોયા, પણ આ શેઠના જેવા નહિ. બધા તૈમની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. | દિલ બન્યું દાવાનળ- કિશોરને આટલી ખમ્મા ખમ્મા કરે છે, પણ આ બધું તેના જીવનને દઝાડનારું હતું. તેનું દિલ તે અગ્નિની જવાળાની જેમ બળી રહ્યું હતું. દિલની દિવાલમાં માટે દાવાનળ પ્રગટયો હતે. કંઈક વાર તે છાનુંછાનું રડી લેતે. જે કઈ વાર શેઠ જોઈ જાય તે તેની સામે આંખ કાઢતા કે જોજે, મારું બધું ખુલ્લું ન કરતો, એટલે ભયનો માર્યો પાછો સ્વસ્થ બની જતો. બધાને આનંદ છે પણ તેનું દિલ બળી રહ્યું છે. ધિક્કાર છે મને! મેં આ શું કર્યું? ઓ હભાગી ! તું જીવતે શા માટે રહ્યો ? હે પ્રભુ હે પ્રભુ તું મારા દેહમાંથી આત્માને લઈ લે. અરરર જીવડા! શેઠ તને તલવારથી મારવા આવ્યા ત્યારે તારે ડોક ધરવી હતી ને! ત્યારે શા માટે જીવન વહાલું કર્યું? અરે! શેઠ મને ઝાડ નીચે એકલે મૂકીને ગયા ત્યારે હું ભાગી ગયો હોત તો? સત્યને વળગી રહ્યો નહિ એ મેં ભૂલ કરી ! મારા માતા પિતા કેણ? જે માતા પિતાએ ધર્મને માટે પોતાનું સર્વસ્વ જતું કર્યું ને મજુરીના કામ કર્યા. એવા ખાનદાન મા-બાપને દીકરો શું મને આવું કરવું છાજે? ફાંસીને માંચડે લઈ ગયા તે પણ સત્ય છોડ્યું નથી. અરે! ભેંયરામાં આટલા વર્ષોથી દુઃખ વેઠયા, રોજ હન્ટરના માર ખાધા, એ બધું દુઃખ સહન કર્યું, છતાં ધર્મને, સત્યને છોડ્યું નથી ને અત્યારે હું કયાં આ પાપ કરવા તૈયાર થયો? હે મારા પ્રાણદેવ,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy