SearchBrowseAboutContactDonate
Page Preview
Page 860
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૭૫૫ ઓળખાણ કરાવે છે. બધાની સાથે ગુણચંદ્ર પ્રેમથી બોલે છે. તે બધા સગાસંબંધી અને સ્વજનની સાથે દૂધ સાકરની જેમ ભળી ગયો. તેના સગાવહાલા અને પરિમંડળ બધા કિશોરની નમ્રતા, બોલવાની મીઠાશ, તેને વિનય જોઈને ખૂબ આનંદિત થયા. શું આપણે કિશોર છે! શેઠને શાંતિનો શ્વાસ – ખૂબ ઠાઠમાઠથી ગુણચંદ્રને નગરમાં પ્રવેશ કરાવ્યો. હવે ગુણચંદ્ર બરાબર કિશોરના રૂપમાં આવી ગયો છે. હવે તેને આપણે કિશોરના નામથી ઓળખવાને છે. લક્ષમદત્ત શેઠના મનમાં બળતરા હતી કે મેં કપટથી દીકરાની સગાઈ તે કરી, પણ એવા રક્તકેઢિયા પુત્રને લગ્નમાં લઈ જવો કેવી રીતે? તેમની મેટી ઈજ્જતને પ્રશ્ન હતો, પણ ગુણચંદ્ર તેમનું વચન માન્ય રાખ્યું ને ભાડે પરણવા તૈયાર થયો, તેથી તેમની બળતરા થોડી શાંત થઈ. ચિંતા ઓછી થઈ ને તેમાં કિશોર બધાની સાથે એકદમ ભળી ગયે. તેની બોલવાની મધુરતા વગેરે જેઈને શેઠના મનમાં શ્રદ્ધા થઈ કે હવે આ ગુણચંદ્ર કિશોરનું પાત્ર બરાબર ભજવશે અને પોતાની ગુપ્ત વાત કેઈને કરશે નહિ, આથી તેમના શરીરમાં જેમ પ્રગટયું. તેમના મુખ પર આનંદની ઊર્મિઓ ઉછળવા લાગી, અને વિચારોની તે હારમાળા ચાલી રહી હતી. જે દીકરાનું સામૈયું આટલું ઠાઠમાઠથી કર્યું તેના લગ્નમાં હવે શેઠ શી કમીને રાખે ! હવે શેઠ દીકરાના લગ્ન કેવા ઠાઠમાઠથી ઉજવાશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮૫ આસો વદ ૫ ને શનિવાર તા. ૧૭–૧૦–૮૧ અનંતજ્ઞાની મહાપુરૂષો ભવ્ય જીવોના ઉદ્ધાર માટે પ્રતિબોધ આપતાં કહે છે કે આ સંસારમાં આ જીવ અનાદિકાળથી સુખની આશાએ રખડી રહ્યો છે. કોઈ પણ ભવમાં એને દુઃખની ઇચ્છા થઈ નથી. જે કાંઈ પ્રયત્નો કર્યા છે તે પિતાના સુખને માટે કર્યા છે, છતાં હજુ સફળતા મળી નથી. રશિયાની લડાઈમાં હાર થઈ છતાં તેનું કારણ શેધવા કરોડો રૂપિયા ખર્ચી ને હારનું શું કારણ છે એ જાણીને દૂર કર્યું, તે જાપાન સાથે ત્રણ વર્ષ સુધી ટકી શકાયું. આ જીવ જન્મોજન્મમાં ભવોભવમાં સુખ મેળવવાની મહેનત કરે છતાં એ સુખ મેળવી શકતો નથી. એનું કારણ શોધવાનું મન થાય છે? પોતાની મહેનત બધી નકામી શાથી જાય છે? જન્મથી મરણ સુધી શરીર, માલ મિલ્કત, કુટુંબ, પ્રતિષ્ઠા આ બધું જ સુખ માટે વધારે છે, છતાં એને પલકારામાં મૂકીને ચાલતો થઈ જાય છે. વળી બીજા જન્મમાં ફરી એકઠું કરે છે ને ઘડીના પલકારામાં છોડી દે છે. આ રીતે જીવે બે પાંચ હજાર વાર નહિ પણ અનંતી વખત આવી સામગ્રી એકઠી કરી અને મૂકીને આવે, છતાં જીવને આ સંબંધી કેમ કાંઈ વિચાર આવતો નથી ? ભવોભવમાં મહેનત કરવી, મેળવવું અને મૂકી દેવું, એને છેડે કયારે આવશે?
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy