SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૨ શારદા રત્ન ગુણીની નિંદા કરે છે. આ રીતે કેટલાય પાપ ઉભા કરે છે, માટે ક્ષમાના કિલ્લા મજબૂત રાખવા જોઇએ. ક્ષમા વીરસ્ય ભૂષણમ્” ક્ષમા એ વીર પુરૂષનુ ભૂષણુ છે. નિમરાજિષ કહે છે, ક્ષમાની સાથે નિર્લોભતા, ઋજુતા, મૃદુતા, લઘુત્વ, સત્ય, સંયમ, તપ, જ્ઞાનાભ્યાસ અને બ્રહ્મચર્ય રૂપી ખીજા ગઢ બનાવ્યા છે. તેમાં પાંચ સુંદર દરવાજા પણ કર્યા છે. જેના સમ, સવેગ, નિવેદ, અનુકપા અને આસ્થા એવા નામ પાડયા છે. એ દરવાજાને બાહ્ય તપ અને આભ્યંતર તપ રૂપ અને પ`વિધ આશ્રવના નિરોધ કરવાવાળા સવર રૂપ મજબૂત કમાડ-અગલાઓ પણ છે, જેથી શ્રદ્ધાના નગરમાં મિથ્યાત્વ આદિ દુષ્ટો પ્રવેશ કરી શકે નહિ. એ માટે તપ સંવરની જરૂર છે. શ્રદ્ધા એટલે દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે રૂચી. જો બાહ્ય-આભ્યંતર તપ, વિનય, જ્ઞાન, ધ્યાન, શુદ્ધિ વગેરે જીવનમાં ઝગમગતા રહે, તેા એ રૂચી ખરેખરી ટકે અને વધે. શ્રદ્ધા હૃદયની વસ્તુ છે. શ્રદ્ધા રૂપ નગરને મનેાપ્તિ રૂપ અટ્ટાલક છે. ગઢને ફરતી શુભ વચનયાગ રૂપી ઊંડી ખાઇ ખાદેલી છે કે જેમાં જ્ઞાન રૂપી જળ ભર્યુ છે. કાયગુપ્તિ રૂપી શતન્ની તથા ખીજા શસ્રો આદિ છે. નગરનું રક્ષણ કરવા કોટવાળ જોઇએ, મન–વચન કાયગુપ્તિ રૂપ કાટવાળ છે. જે ખરાખર ચાકી કરે છે. કાઇ કર્મ શત્રુને છાનામાના પણ પેસવા ન દે. ગુપ્તિ એટલે અશુભના નિરોધ, અને શુભમાં પ્રવૃત્તિ. હે ઈન્દ્ર ! આ ગેાઠવણને લીધે હવે આ નગરીમાં મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, કષાય અને અશુભયાગ રૂપી શત્રુઓના હુમલાના કેાઇ ભય નથી. જો કેાઈ દુશ્મન આક્રમણ કરશે તા હું મારા શસ્ત્રાદ્વારા અવશ્ય તેનુ રક્ષણ કરીશ. કર્મી રૂપી શત્રુઓને નાશ કરવા કચા અને કેવા શસ્રો જોઈએ તે બતાવતાં કહ્યું છે કે संयमास्त्र' विवेकेन शाणेनेात्ते नितं मुनेः । धृति धारावणं कर्म शत्रुच्छेदक्षमं भवेत् ॥ વિવેક રૂપ સરાણ વડે અત્યંત તીક્ષ્ણ કરેલું સંતાષ રૂપ ધાર વડે ઉગ્ર, મુનિનું સંયમ રૂપ શસ્ત્ર, કર્મ રૂપ શત્રુઓના નાશ કરવામાં સમર્થ થાય. કર્મ શત્રુઓના નાશ કરવા માટે શસ્ત્ર તા જોઇએ ને ? તે શસ્ત્ર બુઠ્ઠી ધારવાળું ન ચાલે. તેની ધાર તીક્ષ્ણ જોઈએ. શસ્ત્રની ધાર તીક્ષ્ણ કરવા માટે સરાણ પણ જોઇએ. આ શ્લેાકમાં શસ્ત્ર અને સરાણ કયા છે તે બતાવ્યુ છે. સયમના શસ્રની સતાષ રૂપ ધારને વિવેક રૂપી સરાણ દ્વારા તીક્ષ્ણ બનાવા. તીક્ષ્ણ ધારવાળા એ શસ્ત્રને લઈ શત્રુ પર તૂટી પડશું તેા કર્મી રૂપી શત્રુઓનો નાશ કરી વિજય મેળવી શકીશું. કર્મોના નાશ માટે ત્રણ વાતા અહી' બતાવી છે. સયમ, સંતોષ અને વિવેક. સંયમના શસ્રને ભેદજ્ઞાનથી તીક્ષ્ણ કરવામાં આવે તેા કર્મ શત્રુઓના વિનાશ કરવામાં તે શસ્ત્ર સમથ અને. સચમી મહાત્મા ખુ°ધક મુનિના શરીરની ચામડી ઉતારવાના પ્રસંગ આવ્યા. ખ'ધક મુનિએ સયમ શસ્રની ધાર વિવેક રૂપ સરાણ પર ચઢાવી સૂક્ષ્મ તીક્ષ્ણ બનાવી દ્વીધી. રાજાના સેવકા મુનિની ચામડી ઉતારવા લાગ્યા ત્યારે ક્ષમાસાગર મુનિ સયમના શસ્ત્રથી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy