________________
માતૃદેવ ભવ અ. સો, સૂરજબેન ચુનીલાલ ધેરીભાઈ પટેલ (સુણાવવાળા)
આપશ્રી અમારામાં જે ધાર્મિક સંસ્કારોનું સિંચન કરી રહ્યા છો અને અમારા જીવનને સન્માર્ગે લઈ જવામાં જે પ્રેરણા આપી રહ્યા છે તે માટે અમો આપશ્રીના ભાવના ત્રાણી છીએ. શિશુવયમાંથી આપે અમારા જીવનમાં ધાર્મિક સંસ્કારનાં બીજ વાવ્યાં છે જેને કારણે સત્ય, નીતિ અને સંતસેવાના સુમને અમારામાં સહજ રીતે ખીલ્યા તે ઉપકારનો બદલો વાળવા અમે સમર્થ નથી, તે ઉપકારના ત્રણથી મુકત થવા ‘કુલ નહિ તો ફુલની પાંખડીરૂપ ધર્મક્ષેત્રે કંઈક અર્પણ કરીને અમે કૃતકૃત્ય થયાનો સંતોષ અનુભવીએ છીએ.
લિ. આપના ગુણાનુરાગી નવનીતલાલ ચુનીલાલ પટેલ પ્રવીણચંદ્ર ચુનીલાલ પટેલ જયંતીલાલ ચુનીલાલ પટેલ (પાશ્વનાથ કેર્પોરેશનવાળા)