SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૯ શારદા રતન સ્વાભાવિક ધર્મ છે, તેમને કઈ બાળી શકતું નથી. જે કાંઈ જલી રહ્યું છે. એ બધી પર વસ્તુ છે, અર્થાત્ મારી નથી. પોતાની વસ્તુના રક્ષણમાં સાવધાન રહેવાનું મારું કર્તવ્ય છે. પર વસ્તુ સાથે મારો કોઈ સંબંધ નથી. માટે મિથિલા બળવા છતાં એની સાથે મારે કેઈ સંબંધ નથી, જે એ વસ્તુઓ પર મારું કઈ પણ પ્રકારનું મમત્વ કે સ્નેહ હોય તે તે તરફ મારું લય જાય પણ હવે મને કોઈ પ્રત્યે મમત્વ નથી. દુઃખ કોને થાય ? જેના પ્રત્યે મારાપણું હોય ત્યાં દુઃખ થાય છે. જ્યાં મારાપણું નથી ત્યાં દુઃખ થતું નથી. જ્ઞાની કહે છે કે હું અને મારું, અહંકાર અને મમકારના ભાવ માત્ર આ વર્તમાન જીવનના નથી. અનંતા જન્મોથી તે આત્મા સાથે ચાલતા આવ્યા છે. કેવળજ્ઞાની ભગવંતએ તેને મહામહ કહ્યો છે અને આ મહામહને સંસાર પરિભ્રમણનું કારણ કર્યું છે. મહામહને દૂર કરવા પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. મહામહથી જીવનમાં કેઈ આનંદ નથી પણ રાગ-ષથી પેદા થતી ઘેર ભયંકર વેદના છે. અહંકાર અને મમકાર સાથે તિરસ્કારની દોસ્તી થઈ જાય છે. પછી આ ત્રિપુટી માનવનું પતન કરાવે છે. જમાલિ મુનિ ભગવાન મહાવીર સ્વામીના સંસાર પક્ષે જમાઈ હતા. તેમણે મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા લઈને સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમનું એ જ્ઞાન માત્ર શ્રુતજ્ઞાન હતું પણ એ શ્રુતજ્ઞાન તેમને આત્મસાત્ બન્યું ન હતું. જ્યાં સુધી શાસ્ત્રજ્ઞાન આત્મસાત્ ન બને ત્યાં સુધી અહંકાર, મમકાર અને તિરસ્કાર એ ત્રિપુટીનો ભય ઉભે છે. જમાલિના હૃદયમાં આ ત્રિપુટીએ અડ્ડો જમાવ્યો હતો. નિમિત્ત મળી ગયું અને ત્રિપુટીએ મુનિ પર હલ્લો કર્યો. '; જમાલિ મુનિ એક વાર બિમાર પડ્યા. શિષ્યો તેમની પથારી કરતા હતા. જમાલિ “મુનિએ પૂછ્યું, શિષ્ય ! પથારી પાથરી દીધી ? શિષ્યોએ કહ્યું, હા ગુરૂદેવ ! પથારી થઈ ગઈ છે. તે સાંભળી જમાલિ અણગાર ઉભા થયા. ત્યારે પથારીની ચાદરને છેડે બોસવાનું બાકી હતો. જમાલિએ જોયું તે હજુ પથારી પથરાતી હતી. જમાલિ બિમાર હતા. તેમને ઉભુ રહેવું પડયું તેથી ગુસ્સો આવ્યો ને કહ્યું, તમે અસત્ય બેલે છે. અસત્ય બોલીને બીજા મહાવ્રતમાં દોષ લગાડે છે. શિષ્ય શાંતિથી બધું સહન કર્યું. પછી કહ્યું, અમે અસત્ય નથી બોલ્યા. આપણું ત્રિલોકીનાથ મહાવીર સ્વામીએ કહ્યું છે કે “કડેમણે કડતિ” જે કાર્ય થઈ રહ્યું હોય તે થઈ ગયું એમ વ્યવહારમાં બોલી શકાય છે. શિષ્યની આ વાત સાંભળી જમાલિ મુનિનો અહંકાર ઉછળી પડે ને કહેવા લાગ્યા કે ભગવાન મહાવીરને સિદ્ધાંત છેટે છે. જે કામ હજુ પૂરું થયું ન હોય છતાં તેને પૂરું થઈ ગયું એમ કહેવું એ શું સત્ય છે? કામ પૂરું થઈ જાય પછી કાર્ય થઈ ગયું એમ કહી શકાય. બંધુઓ ! માનકષાય એ પણ મોટે શત્રુ છે. જીવમાં અભિમાન આવે ત્યારે પિતાનું છેટું હોવા છતાં સાચું માને છે. હું કહું તે સાચું. તે પકડેલું મૂકતું નથી. જમાલિ માનમાં તણાઈ ગયા. ભગવાનની વાત સાચી હોવા છતાં ખેટી માની. એમણે કહ્યું,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy