SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ ७२० શારદા રત્ન ભૂલનારને માર્ગ ચીંધવા એ ખરી માનવતા છે. શેઠે કહ્યું-ભાઈ કુશળ ! માલિકની આજ્ઞા શિરે ચઢાવવી એ ઉત્તમ સેવનુ કર્તવ્ય છે. જ્યારે ઉત્તમતાનું બિરૂદ લઈને સેવક સ્વયં બુદ્ધિના રાહે આગળ વધી સ્વચ્છંદી ખની કાર્ય કરે તે વર્ષોની સાધનાથી મેળવેલા અમૂલ્ય શ્રદ્ધા, વિશ્વાસ, કીર્તિ, સ્નેહ અને સમર્પણને ક્ષણમાં ગુમાવી દે છે. જો શુભાનું ભાગ્ય સારું હશે તેા આપત્તિની વર્ષા પણ સુંદર પાક રેલાવશે. તને મારી પહેલેથી ભલામણુ હતી કે કુશળ ! ઘર કરતા વર જોઇને સંબંધ કરજે, છતાં તે ભૂલ કરી અને શુભાનુ સગપણુ કરી દીધું. તે ઝાકળના હિંદુને માતી માની લીધા. સંધ્યાના લાલી ભર્યા પ્રકાશને તેં ઉષાના અજવાળા માની લીધા. હે કુશળ ! એટલુ તા ચેાક્કસ કહુ છું કે તેં આ જે કર્યું" છે તે ખરાખર નથી કર્યું. થઈ ગયા પછી શાક કરવાથી શું ? છતાં જવાબદાર કોણ ? અણુઉકેલ્યા રહસ્યમય પડદા સૌંસારના પ્રવાહમાં આવે છે ને જાય છે. કેટલાક પડદા પ્રવાહને સ્ખલિત કરે છે, અને કેટલાક પ્રવાહને એકધારા રાખે છે. કુશળને પેાતાની ભૂલ સમજાઈ. ખરેખર મે માટી ભૂલ કરી છે. શેઠે મને જતા જતા કેટલી વાર ભલામણ કરી હતી, છતાં હું ભાન ભૂલ્યા. કુશળે શેઠના ચરણમાં પડી પેાતાની ભૂલના એકરાર કર્યા ને રડતા હૈયે શેઠ પાસે ક્ષમા માંગી. શેઠજી ! સેવક ભાન ભૂલ્યા પણ હવેથી ધ્યાન રાખશે. મને માફ કરો. શેઠે કુશળને માફી આપી પણ મા-બાપના દિલમાં શાંતિ નથી, કારણ કે ઘણીવાર છે।કરા જોયા વિના સગાઈ કરવાથી છેકરી દુઃખના સાગરમાં ડૂમી જાય છે. મા-બાપ તા હ'મેશા એ જ ઈચ્છતા હાય છે કે મારા સંતાના કેમ સુખી થાય ! સંતાના તેમના અરમાનાની વેલડી છે, ભાવિ જીવનની લાકડી છે, કુળની ઝળહળતી જ્યેાતિ છે. સંતાનાની ઉન્નતિ, પ્રગતિ, એ માતાપિતાની જ ઉન્નતિ છે. સંતાનોના સુખ માટે મા-બાપને ચિંતા કેમ ન હાય ? તેમ શુભમતિનું સગપણ છેકરાને જોયા વગર થયુ. તેથી માબાપને ખૂબ ચિંતા થવા લાગી, પણ હવે શું થાય ? ભાગ્યના ભરાસે રહેવાનું એમ વિચારી શેઠે લગ્નનું મુહુર્ત પૂછાવવા જોષીને ખેલાવ્યા. જોષીને મુહુત જોતાં લાગ્યું કે આ દીકરી દુઃખી થશે, પણ કહેવાય શી રીતે ? તેણે વૈશાખ સુદ ૧૧ ના દિવસ કાઢી આપ્યા. સૌએ વધાવી લીધા. તે જમાનામાં એવા રિવાજ હતા કે મુહુર્તના કાગળ લઈને જોષી વેવાઈ ને ઘેર જાય. જોષા તા મુહુર્તના કાગળ લઈ ને લક્ષ્મીદત્ત શેઠને ઘેર ગયા. શેઠે તેની ખૂબ આગતા-સ્વાગતા કરી, પછી જોષીએ મુહુર્ત પત્ર તેમના હાથમાં આપ્યો. પત્ર વાંચતા શેઠનુ દિલ નાચી ઉઠયું. તેમના નયના પ્રફુલ્લિત બન્યા. પત્ર વાંચ્યા પછી જોષીએ કહ્યુ-શેઠજી! અમારી દીકરી શુભમતિનું સગપણ આપના દીકરા સાથે કર્યું છે. તેના લગ્નનો શુભ દિવસ વૈશાખ સુદ ૧૧ ના આવ્યા છે. આપને આ મુહુ માન્ય છે એવા પત્ર મને લખી આપેા. મારે જલ્દી પાછા જવુ છે. શેઠના મનમાં તે એ ભાવ છે કે જલ્દીથી લગ્ન થઈ જાય તે સારું, પણ ઉપરથી કહે છે મે' તા વાગ્નાન વખતે શરત કરી હતી કે પાંચ વર્ષ સુધી લગ્ન નહિ કરવાના ને આટલી બધી ઉતાવળ શા માટે કરી ? શેજી ! દીકરી પિયરમાં રહે ત્યાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy