________________
७०६
શારદા રત્ન પ્રમાણે કિશોરને અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી લગ્ન નહિ કરવાના. બેલે હવે તે આપની આશા સફળ બનશે ને ? શેઠે એકદમ સીધી આ રીતે વાત કરી, તેથી કુશળ ચમક્યો. કુશળ ખૂબ બુદ્ધિશાળી હતા. તેણે ગંભીરભાવે કહ્યું તમારી વાતથી તે આનંદ જ હોય ને ! પણ આપ એકવાર આપના કિશોરને બોલાવો તે તેની સાથે બધી વાતચીત કરવાથી આપણું કાર્ય સુંદર બને. માત્ર વિચારના સુમેળથી કાર્ય કરવાથી કયારેક ભવિષ્યમાં વિપત્તિ ઉભી થાય છે. શેઠ સમજી ગયા કે કુશળદત્તની ઇરછા કિશોરને જોવાની છે અને જોયા પછી એ સગાઈ કરવા ઈચ્છે છે. સાથે એ વાત પણ સત્ય છે કે જે એ મારા કિશોરને જોશે તે વાગ્દાન કરશે નહિ, તેથી માયાવી વાત ઉભી કરીને કહ્યું, મારો દીકરો તે અહીંથી હજારો માઈલ દૂર તેના મોસાળમાં રહે છે ને અભ્યાસ કરે છે. કુશળની કુશળતા પણ ઓછી નથી. તેણે કહ્યું-હું બે ચાર દિવસ રોકાઈ જઈશ. આપ આપના માણસને તેડવા મેકલે. શેઠના મનમાં થયું કે હવે બાજી પલટાઈ ગઈ. તેમણે કહ્યું–મારે દીકરો હજારો માઈલથી આવે ને જાય તેમાં તેને કેટલા સમય બગડે? અભ્યાસ કેટલે બગડે? આપણે અરસપરસ વિચાર કરીને નક્કી કરીએ. મને શ્રદ્ધા છે કે મારો કિશોર કયારે પણ મારું વચન નહિ ઉથાપે. શેઠજી! આ તો આખી જિંદગીને પ્રશ્ન છે. બાહ્ય આડંબર જોઈને ઉતાવળ કરી પગલું ભરવાથી પછી તેના જીવનમાં હોળી પ્રગટે તે શું થાય? માટે મારી ભાવના એવી ખરી કે એનું મુખડું કેવું છે એ તે જેવું જ જોઈએ. સાથે તેની ચતુરાઈ, બુદ્ધિ, હોંશિયારી, ચાલ, બોલવું વગેરે પણ જોવું જોઈએ. વળી મારા શેઠે પણ સાત વાર ભલામણ કરી છે કે તે છોકરો બરાબર જેજે, એ બહેરો–બબડો તે નથી ને ? એને પાસે બેલાવીને જોજે, ચલાવી છે. જેથી ખ્યાલ આવે કે પગમાં કાંઈ ખેડ તો નથી ને! બુદ્ધિમાં બરાબર પાવર તેજસ્વી છે ને! બધી રીતે બરાબર તપાસ કરીને પછી છોકરીનું વાગ્દાન કરજે. જોયા વગર કરીશ નહિ. છોકરાને જોયા વગર કરવાથી કયારેક પસ્તાવાને વખત આવે છે ને છોકરી દુઃખી થાય છે. જો હું છોકરે જોયા વગર કરું તે મેં મારા શેઠનો વિશ્વાસઘાત કર્યો કહેવાય, માટે આપ આપના કિશોરને તેડાવો. તેને જોયા પછી અમારી શુભમતિનું વાઝાન કરીશ.
ઈસ કાયમેં ચિંતા મત કીજીએ, ગુણ, બુદ્ધિ, ચાતુર્યકા સાગર,
રૂ૫ લાવણ્યકા સીકારત, હમસે કહા ન જાવે. શેઠ કહે–આ કાર્યમાં તમે ચિંતા ન કરે. તેના રૂપ, લાવણ્ય અને બુદ્ધિનું તે પૂછવું જ શું? રૂપમાં તે મને જુઓ અને કિશોરને જુઓ. ભલે મારે એક જ પુત્ર છે, પણ મારા કરતાં ચઢિયાતો છે, જાણે દેવસ્વરૂપ જોઈ લો. (હસાહસ). મારા કરતાં પણ સવાયો છે. હું પણ એમ માનું છું કે આવા કાર્ય કરતા પહેલાં પાત્ર, કૂળ, સ્થળ વગેરે જેવું તે જોઈએ જ, પણ શું થાય? કિશોરનું મોસાળ ઘણું દૂર છે. આપ મારા પર શ્રદ્ધા રાખે, વિશ્વાસ રાખે. શેઠજી ! અવિશ્વાસ જેવી કઈ વાત નથી. આપના પર મને શ્રદ્ધા છે, પણ મારું અને મારા શેઠનું વચન રહે એ માટે કિશોરને બેલા. છોકરો