SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ९८७ ગયા. વર્તમાનમાં દૂર એવા માણસે મહાપુરૂષને સત્સંગ થતાં અનેક ભયંકર પાપથી નિવૃત્ત બનીને પોતાના જીવનને કૃતાર્થ બનાવે છે. ભવિષ્યમાં પણ આ શાસનના બળે તથા સત્સંગના બળથી શાશ્વત સુખના ભાગી બનશે. ભૂતકાળમાં અનેક જીવ શાશ્વત સુખના ભાગી બન્યા છે. કદાચ સીધા મેલે ન ગયા તે પણ મેક્ષમાં જવાનું તે નકકી કરી આપ્યું છે. શાલક જેવા મહાપાપીને પણ મુક્તિની મંગળમાળા નકકી કરી આપનાર એ ધર્મશાસન છે. મયણાસુંદરીને એના પિતાએ કોઢીયા પતિ સાથે પરણાવી તે ય હસતા મુખે એને હાથ પકડી લેવા સજજ બની ગયેલી મયણાની ખુમારી આ જ શાસનની ભેટ છે. કામાંધ જેઠ દ્વાર, તલવારના ઘાથી મરણતેલ રીતે ઘાયલ થયેલા પતિ પાસે રડવાને બદલે કઠણ હૈયું કરીને અંતિમ સમયે ધર્મ પમાડી દુર્ગતિમાં જતા અટકાવી સદ્ગતિમાં મોકલતી મહાસતી મયણરેહા આ જિનશાસનની સંતાન હતી. ઇન્દ્રભૂતિના અરમાનને ઉતારી ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય બનાવનાર આ જૈનશાસન સિવાય બીજું કશું? રામચંદ્રજીએ ગર્ભવતી સીતાજીને એકલી વનમાં મોકલી છતાં ધર્મનું શરણું સ્વીકારીને માત્ર પોતાના દુષ્કર્મોને દોષ દેવાની અને ખી, અદ્દભૂત કળા આ શાસને શીખવાડી હતી. પવનજીએ અંજનાને ૧૦-૧૨ વર્ષો સુધી તજી દીધી છતાં એ સ્થિતિમાં અંજનાને આર્તધ્યાનની ભયંકર આંધીમાંથી ઉગારી લઈને કલ્યાણપંથે ચઢાવનાર આ જ શાસન, છે. અબળાને સબળા બનાવી એ તો ઠીક પણ પશુઓને પણ આ શાસને કલ્યાણ કેડીને માર્ગ બતાવ્યો. ચંડકૌશિક નાગને તિર્યંચમાંથી દેવ બનાવનાર અને શ્રેણિકના પગ નીચે કચરાઈ જતાં દેડકાને દેવ અપાવનાર આ જ જિનશાસન છે. એવા અનુપમ વીતરાગ દેવના શાસનની છાયાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. તેના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે, માટે જૈનશાસન પ્રત્યે અંતરમાં પ્રેમ વધારીએ તે આત્માને નુકશાન કરનાર જે અંતરંગ શત્રુઓ છે તેનો નાશ કરી આપણે નિરાવરણ બની શુદ્ધ દશાને પામી શકીએ. તીર્થકર દેવનું અદ્દભૂત જૈન શાસન સૌથી જુદું અને સાવ અને ખું છે. આ જેનશાસન માત્ર માનવ માનવને ચાહનારી સ્વાર્થ ભરી વાત ન કરે પણ એ તે જીવ માત્રના હિતની વાત કરે. ભગપંથે કદમ ભરતી કેટલીય યુવતીઓને સંસારને ભેગરસ એકાવી દઈને વિરતિ ધર્મની ગિની બનાવી દીધી. જૈનશાસને ગરીબો અને અમીરોને તાર્યા, કામીઓને અને ધીઓને તાર્યા રાજા અને રંકને તાર્યા. અરે, પાપીઓને ને ઘાતકીઓને પણ તાર્યા. જૈન દર્શન એ કોઈ સંપ્રદાય કે વાડાનું દર્શન નથી પણ વિશ્વદર્શન છે. જૈન (જિન) એટલે રાગ-દ્વેષને જીતે તે જૈન, એટલે વીતરાગ દશાને પામેલા મહાન આત્માથી સર્વોએ પ્રરૂપેલા સિદ્ધાંતો તે જૈનદર્શન, જૈનદર્શનમાં કઈ વ્યક્તિ પૂજાને સ્થાન નથી પણ ગુણની પૂજા છે. જૈનદર્શનને સ્યાદવાદ અગર તે અનેકાંતવાદ એ એક એવો વૈજ્ઞાનિકવાદ છે કે તે કોઈ પણ મતનું એકાંત ખંડન નથી કરતો પણ જે સ્થિતિ હોય તેને એક અપેક્ષાએ સ્વીકાર કરી તેના ઉથાન તરફ નિર્દેશ કરે છે. એક જ વસ્તુનું જુદા જુદા દષ્ટિકોણથી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy