SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન સંપત્તિશાળી, ધર્મિષ્ઠ, ખાનદાન શેઠ શેઠાણી જેવા નહિ મળે. શેઠ શેઠાણી અમારા નગરની શોભા છે અને તેમની દીકરી શુભમતિ એ ભાના કળશ સમાન છે. તે એટલી ગુણીયલ અને ડાહી છે કે તેના ગુણના કેટલા વખાણ કરું ! રૂપમાં તો જાણે સ્વર્ગની અપ્સરા જોઈ લો. વિનય–વિવેકાદિ ગુણોની પમરાટભરી બીજી કુસુમલત્તા જોઈ લો ! વિદ્યાનું લાલિત્યપણું પણ એવું છે. માતા પિતાના અરમાનની એ નિર્મળ પ્રતિભા છે, એવી શુભમતિનું તમારા દીકરા સાથે વાગ્નાન કરવા માટે મને અહીં મોકલ્યો છે. હું તેમને માનનીય કુશળદર નામને સેવક છું. લહમીદત્ત શેઠની મીઠી મીઠી વાતેથી કુશળદત્ત અંજાઈ ગયો, તેથી તેણે સીધી આવી વાત કરી, નહિ તો પહેલા સીધી આવી વાત ન કરે. પહેલા છોકરાને જુએ. કરો ગમે તે પછી વાત કરે પણ આ તે શેઠની મીઠી વાતોમાં અંજાઈ ગયો ને વાત કરી દીધી. શેઠ તો આ વાત સાંભળતા રાજી રાજી થઈ ગયા. તેમની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ગઈ, પણ કહે છે કે ક્યાં તારા શેઠ અને ક્યાં હું! ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી ! તારા શેઠની સંપત્તિ આગળ તો હું સાવ રંક જેવો છું. શેઠના મનમાં તે આનંદ છે, પણ સાથે અનેક વિચારોની હારમાળા ગૂંથાવા લાગી. સંસારની શોભા કયારે ? સંપત્તિ, સંતાન, સત્તા, કીર્તિ, શરીરની સ્વસ્થતા અને ગુણીયલ પત્ની હોય ત્યારે શોભે છે, પણ એમાં જે કમીના હોય તો એ રંગ કાચ રંગની જેમ ઉડી જાય છે. રંગને સ્થાને સંસારમાં દુઃખની આગ જલે છે. એ વાળા જીવનને શોષી નાંખે છે. શેઠના મનમાં આવા વિચારો કેમ આવ્યા ? તેમને શું દુઃખ છે? પુષ્પદંત એક લડકા જિસકે જન્મત કઢી જાય નનિહાલમેં ૨કખા શુરુ સે, ભેદ ન કોઈ પાયા છે શેઠને ત્યાં બધું સુખ છે. સંસારમાં આનંદ આપનાર એક સંતાન છે, પણ તે પુત્ર, જન્મથી રક્ત કોઢીયો છે. જેના શરીરમાંથી લેહી પરના ઢગલા થાય છે, જેને જેવા માત્રથી દુર્ગછા થાય છે. જેના શરીરમાંથી દુર્ગધ નીકળે છે. આ છોકરાને જન્મ થતાં જ ભોંયરામાં ગુપ્ત રાખે છે. કોઈને તેની જાણ થવા દીધી નથી, તેથી કોઈને ખબર નથી કે શેઠને આ પુત્ર છે. તેની ઉંમર ૨૦ વર્ષની થઈ છે પણ આવા છોકરાને કોણ પુત્રી આપે ? આ કારણથી શેઠ વિચારમાં પડી ગયા. તેમના મનમાં થયું કે આ બિચારો અજાણે ભીંત ભૂલ્યો લાગે છે. હવે મારે શું કરવું? આવા છોકરા સાથે દીકરી કેમ પરણાવાય ? એક વિચાર એ થાય છે કે આ સેવક બિચારો દૂર દૂરથી મારું નામ પૂછતે આવ્યો છે તે તેને ના કેવી રીતે પડાય ? (ના ન પડાય તો સામાની દીકરીને ભવ બળાય ?) (હસાહસ). જે ના પાડું તે હાથમાં આવેલું આવું કન્યારત્ન મને ફરીને ક્યાં મળશે? જે હા પાડું તે બિચારી આવનારી છોકરીની જિંદગીનું શું ? એક બાજુ ભાવિ વિચારણાથી સુખની છાલક છલકાતી તો બીજી બાજુ એ જ છાલકો દુઃખની નિર્માતા બની જતી. શેઠ મૂંઝવણમાં પડ્યા. હાલી ચાલીને સામેથી કન્યા દેવા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy