SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૬૮૩ અનુક્રમે મુદ્દા રજુ કરવાની છે. આ પ્રશ્નો એવા છે કે જે કાચાપોચાને લલચાવી સંયમથી પતિત કરી નાંખે, પણ અહીં તો નમિરાજર્ષિ એના મહાન યુક્તિ અને તત્તવથી છલકતા જવાબ આપે છે. ઈન્દ્ર અને નમિરાજષિ બંનેનો સંવાદ સાંભળવા જેવો છે, અને વારંવાર મંથન કરવા જેવો છે. ઈન્ડે નમિરાજર્ષિને પહેલો પ્રશ્ન શું પૂછશે તે હવે બતાવે છે. किण्णु भो अज्ज मिहिलाए, कोलाहलगसंकुला। सुव्बन्ति दारुणा सदा, पासाएमु गिहेसु य ।७॥ હે નમિરાજર્ષિ ! આજે મિથિલામાં આટલો બધો કોલાહલ કેમ મચી ગયો છે ! રાજમહેલ તથા સામાન્ય ઘરોમાં આટલા દારૂણ (કરૂણ) શબ્દો કેમ સંભળાય છે? ઈન્દ્ર પૂછે છે હે નમિરાજર્ષિ ! આજે મિલિામાં શું છે? આટલી બધી ધમાલ શાની છે? આખી મિથિલામાં રોકળ કેમ મચી રહી છે? નમિરાજર્ષિએ દીક્ષા લીધી ત્યારે માત્ર રાણીઓ જ નથી રડતી, પણ પરિવાર રડે છે, સૈન્ય રડે છે, પુત્ર રડે છે અને પ્રજા રડે છે. જાણે પિતાના ઘરના દીકરાએ દીક્ષા લીધી ન હોય તેમ નગરમાં રોકકળ મચી રહી છે. બધા રડે કયારે ? જેમણે આખી પ્રજાના દિલ જીતી લીધા હોય ત્યારે ને? પ્રજાને પુત્રની માફક પાળી હોય અને પ્રજાના હૃદય સિંહાસને રથાન જમાવ્યું હોય ત્યારે સૌ એવા રાજાને વિયોગથી રડે. આજે જગત યાદ કેને કરે ? પિતાના બલિદાને પણ જેણે બીજાનું ભલું કર્યું હોય તેને યાદ કરે પણ જેણે સ્વાર્થના કુંડાળામ રહીને કોઈ દિવસ પરમાર્થ કર્યો નથી તેને યાદ કોણ કરે? અળસીયું માટીમાં જન્મ, માટી ખાય ને માટીમાં મરે તેની કંઈ કિંમત ખરી? તેમ માનવ જન્મે છે, ખાય છે ને આયુષ્ય પૂરું થતાં મરે છે તેવા માનવની કોઈ કિંમત નથી, તેને કોઈ યાદ કરતું નથી. નમિરાજાએ ન્યાય, નીતિ, પ્રમાણિકતા આદિ ગુણોથી પ્રજાના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું, તેથી બાળકો, વડીલે, રાણીઓ બધા રડી રહ્યા છે. તેમને એક જ પોકાર છે. તમે ન જાશે ન જાશે. ઈન્દ્ર પૂછે છે હે નમિરાજર્ષિ! આજે રાજમહેલમાં, બંગલામાં, મહેલમાં તથા સામાન્ય ઘરોમાં આટલી બધી રોકકળ કેમ મચી રહી છે? શું છે મિથિલામાં? ઈન્દ્ર તો જાણે છે કે શા માટે મિથિલામાં આકંદ, કરૂણ વિલાપ થઈ રહ્યો છે, પણ એ તો સાવ અજાણ્યા થઈને પૂછે છે કે આજે મિથિલામાં શું છે ? એ તે પરીક્ષા કરવા આવ્યા છે, પણ નમિરાજાનો વૈરાગ્ય સો ટચના સોના જેવો છે. સો ટચના સેનાને ગમે ત્યાં લઈ જાવ તે પણ તેના મૂલ્ય થવાના, તેમ નમિરાજ પણ દઢ વૈરાગી છે. કટી સેનાની થાય છે, પિત્તળની નહિ. નમિરાજાની પરીક્ષા કરવા ઈન્દ્ર કેવા કેવા પ્રશ્નનો કરશે ને નમિરાજા તેને કેવા જવાબ આપશે તે ભાવ અવસરે. ચરિત્ર ધનદ શેઠે મોકલેલે કુશળ નોકર ચાલતા ચાલતા લક્ષમીદત્ત શેઠના મહેલ આગળ આવી પહોંચ્યો. આ શેઠનું ગગનચુંબી ભવન બધા ભવનોથી જુદું તરી આવતું હતું. શેઠના મહેલને જોતાં ઘડીભર તે કુશળ આભો બની ગયો. શું આ શેઠને મહેલ છે ! જાણે સ્વર્ગના ભુવન ! અમારા શેઠની એકની એક દીકરી જે આ શેઠના ઘરે આવે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy