________________
૬૮૦
શારદા રત્ન જ્ઞાન ન હતું. તેણે પોતાના શરીરની સુખાકારી માટે ને દર્ય જાળવવા માટે તેના જીવનમાં ૧ લાખ અને ૯૦ હજાર ડેલરનો ખર્ચો કર્યો. એક ડોલરના આપણું લા રૂપિયા. ક્ષણિક સૌંદર્ય માટે કેટલા પૈસાને ધૂમાડે કર્યો?
એક દિવસ આ મેરેલીન મેઈક અપ કરવા ગઈ. તેણે દર્પણ સામે દૃષ્ટિ કરી તે મુખ પર કરચલી પડેલી જોઈ. આ જોતાં તેનું મુખ નિસ્તેજ બની ગયું. તેના મનમાં થયું કે શું મારું સૌન્દર્ય હવે કરમાઈ જશે? તેને તેને એવો આઘાત લાગ્યો કે તે આઘાતમાં રાત્રે પોતે આપઘાત કરીને મરી ગઈ. આર્યદેશને માનવી સરળતાથી સમજી શકે છે કે ગુલાબ ખીલ્યું છે તે કરમાવાનું છે. ધન-દોલત, બંગલા બધું અહીં રહી જશે. જીવ એકલો જવાને છે. તેની સાથે શુભાશુભ કર્મો સિવાય બીજું કાંઈ જવાનું નથી. તે અનાર્ય દેશની પ્રજા સમજી શકતી નથી તેથી મેરેલીન એકટ્રેસે સૌંદર્ય ખાતર આપઘાત કર્યો ને મરી ગઈ. હવે આર્યદેશની નારીની વાત તે તમે સાંભળી ગયા કે મયણરેહાએ પોતાના પતિનું જીવન સુધાર્યું અને પોતાનું જીવન પણ સુધાર્યું.
બીજી વાત કરું અનાર્ય દેશના માનવીની. શેકસપિયર એક મેટ નાટ્યકાર થઈ ગયો, પણ તેને આર્યદેશ અને જિનશાસન નહોતું મળ્યું, તે તેની શી સ્થિતિ થઈ? જેને જિનશાસન નથી મળ્યું તેને સુખ દુઃખમાં જીવન જીવવાની કળા આવડતી નથી. બાળક જેટલી પાણીમાં નાંખશે તે તરત માતા કહેશે કે રોટલી આમ ન ખવાય, રોટલી દાળમાં વિશાળીને ખવાય. આજે કેવા કપડાં કોની સાથે મેચીંગ થાય, ફનચરમાં કયા પડદા . મેચીંગ થાય તેના કલાસ ચાલે છે. આ બધી કળા શીખ્યા પણ તે બધી કળામાં સુખને પચાવવું અને દુઃખને જીરવવું તે કળા ખાસ શીખી લેવા જેવી છે. શેકસપિયરની પત્ની એક વાર ઉંબરામાં બેઠી બેઠી દાણા વીણતી હતી. તેને જોતાં શેકસપિયરના મુખમાંથી શબ્દો સરી પડયા, હે સ્ત્રી ! તારા વડે મેં સંસારમાં સ્વર્ગ ઉભું કર્યું છે. તારા કારણે હું મહાસુખી છું. તું મરી જઈશ તે મારું શું ? તારા વિના હું નહિ જીવી શકું. એ વિચાર આવતા તે ચિંતાથી ધ્રુજી રહ્યો છે. તેને એ ખબર નથી કે હું પહેલા જઈશ કે એ પહેલાં જશે? છતાં પત્ની પહેલી જશે એવી કલ્પના કરીને તેના માટે આંસુ સારી રહ્યો છે, ગૂરી રહ્યો છે, આ છે અનાર્ય દેશનો માનવી.
હવે આર્ય દેશના માનવીની વાત કરું. નરસિંહ મહેતા જે જૈન ધર્મ પામેલા ન હતા તેમને જૈનશાસન મળ્યું ન હતું પણ માર્ગનુસારીના ગુણ તેમના જીવનમાં હતા. જે આત્મા માર્ગાનુસારીને પગથીયે ચઢે છે તે દુઃખમાં દુઃખી થતું નથી. નરસિંહ મહેતા ચોરે બેસીને ભજન કરતા હતા. મંજીરા બજાવતા ને ભક્તિ કરતા. ત્યાં તેમને સમાચાર મળ્યા કે તેમના પત્ની સ્વર્ગવાસ થયા. આ સમાચાર સાંભળતા તે રડવા ન બેઠા પણ મંજીરા વગાડતા તે શું બેલ્યા ? “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગેપાળ" આ શબ્દો બોલ્યા, તેથી આપ એમ ન માનશે કે તેમની પત્ની તેમને ગમતી ન હતી કે તેમને તેના તરફથી શાંતિ ન હતી. તેમની પત્ની તે આજ્ઞાંકિત,