________________
શારદા રત્ન
લોભી બ્રાહાણને ઓછો પડ્યો ! રાજાએ કહ્યું–પ્રધાનજી ! તેમની તે શી વાત કરું ! ગરીબાઈમાં પણ કેટલી અકિંચન દશા ! અરે ! સોનામહોરોને થાળ જ નહિ, પણ એક વખત તેની સામે મારો આખે રાજભંડાર ઠાલવી દઉં તે પણ તેના દિલની દોલત આગળ તે કાંઈ વિસાતમાં નથી. સાચી સમૃદ્ધિ તો એ જ ભોગવે છે. તેના આ માની સંપત્તિ પાસે મારી આ સર્વ સંપત્તિઓ તેના માટે તૃણ સમાન છે. તે હવે તમારું પ્રશસ્તિ ગીત તે નહિ બનાવે ! અરે પ્રધાનજી ! રાજરાજેશ્વરનું, શ્રીકૃષ્ણનું, શ્રીરામનું, કાવ્ય રચવાનું છોડીને મારું કાવ્ય શા માટે ? એમને કયાં પૈસાની પડી છે ?
" આ દષ્ટાંતથી એ સમજવાનું છે કે કવિરાજ સંસારમાં રહેવા છતાં કેટલા અનાસક્તભાવે રહે છે ! તે આપણા અધિકારના નાયક અમિરાજાએ તે સારો સંસાર છોડ્યો. તેમને ત્યાગ કે અનુપમ હશે! આ સારા સંસારને છોડીને પાંચ મહાવ્રત ધારણ કરવા એ કંઈ કાયરનું કામ નથી. જે શૂરવીર અને ધીર હોય છે તે જ આ મહાવ્રત રૂપી રન્નેને ગ્રહણ કરી શકે છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં બેલ્યા છે કે.
अग्गं वणिएहिं आहियं, धारन्ति राईणिया इहं।
gવં પરમાત્રથા, ગવાયા ૩ સારુંમોચન | અ. ૨. ઉ. ૩ ગા. ૩ આ લોકમાં જેવી રીતે વહેપારીઓ દ્વારા સુંદર પરદેશમાંથી લાવેલા ઉત્તમોત્તમ સે, રત્ન, આભૂષણે, આદિ કિંમતી માલ, રાજા-મહારાજા આદિ મોટા મોટા સત્તાધીશ અથવા એશ્વર્ય સંપન્ન ધનવાન લોકે ખરીદી લે છે, તેવી રીતે આચાર્યો દ્વારા પ્રતિપાદિત પાંચ મહાવ્રત અને છડું રાત્રી ભોજન ત્યાગ એ કિંમતી રને જે ભૌતિક રત્નોથી પણ મહામૂલ્યવાન છે, એવા મહાવ્રતરૂપી રત્નોને ઉચ્ચ સાધક આત્મા ધારણ કરે છે. આવા મહાવ્રત રૂપી રને નમિરાજર્ષિએ ગ્રહણ કર્યા. તમારા રત્ન તે નાશવંત છે, ક્ષણિક છે. જેના ઘરમાં આ રત્ન હોય તેને ચોરની ચિંતા કેટલી ? જ્યારે મહાવ્રત રૂપી રત્નો તે એવા શાશ્વત કિંમતી રત્નો છે કે તે રત્નોના પ્રકાશથી જીવનમાં અજ્ઞાનને અંધકાર દૂર થાય છે ને જ્ઞાનને પ્રકાશ પથરાઈ જાય છે. તમારા રત્નો તે ક્ષણિક સુખ આપે છે પણ આ અમૂલ્ય રત્નો તે મોક્ષના શાશ્વત સુખના અધિકારી બનાવે છે. જેને આ રત્નની ઓળખાણ થઈ હોય તે જ નાશવંત રત્નેને છેડી શકે છે. ભગવંતે સંયમના સ્થાનને સર્વમાં પ્રધાન કહ્યું છે. કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ જેનું શાસ્ત્રમાં સુંદર વર્ણન કર્યું છે, જેનું પાલન કરવાથી કષાયાનિ શાંત થઈ જાય છે અને કેટલાક પંડિત સાધકો સંસારનો અંત પણ કરી લે છે, આવા નમિરાજર્ષિ દીક્ષા લઈને ઘરની બહાર નીકળ્યા.
નમિરાજ અત્યારસુધી નમિરાજા હતા, છતાં શાસ્ત્રકારે તેમને નમિરાજર્ષિ કહ્યા છે. તે ભાવિ નૈગમનયની અપેક્ષાથી કહ્યું છે, તેમજ તે રાજ્ય ચલાવતા હતા અને રાજ્યસિંહાસન પર આરૂઢ હતા તે અવસ્થામાં પણ તે કામ ક્રોધાદિ કષાયોને નિગ્રહ કરવામાં મોટા ભાગે તે ઋષિઓની જેમ જીવન જીવ્યા હતા, અને રાજ્યમાં રહેવા છતાં નિરાળા રહેતા