SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૦ શારદા રત્ન આ જીવ અનાદિને છે. આ ભવમાં તેણે પત્ની, પુત્ર, ગાડી, વાડી, બંગલા, નેકર, ચાકર વગેરે મેળવ્યું છે. તે બધી તેણે આ ભવમાં માંડેલી દુકાને છે. કેઈ પણ ડાહ્યા માણસ મેળામાં માંડેલી દુકાન પાછળ પોતે વેચાઈને ખુવાર થઈ જતો નથી. દુર્ભાગી જીવ પિતાના આત્મતત્વની દરકાર કર્યા વિના આ મેળામાં માંડેલી દુકાને રૂ૫ પત્ની, પુત્ર અને ઘરબારને શણગારવાની પાછળ ખુવાર થઈ જાય છે એવા જવજ્ઞાનીઓની દષ્ટિએ મૂર્ખ છે. મેળાની જમીનનું ભાડું માત્ર મેળાના દિવસ પૂરતું મળે છે. મેળાને દિવસ ચાલ્યા ગયા પછી એ જગ્યાની ફૂટી બદામ પણ ઉપજતી નથી અરે, ઉપજવાની વાત તો ઠીક છે, પણ કેઈને મત બોલાવીને એ જગ્યાએ દુકાન માંડીને બેસવાનું કહે, અરે, એક-બે રૂપિયા આપે તો પણ કઈ સારે વહેપારી ત્યાં બેસવા આવતું નથી. મેળાની જમીન અલ્પ કિંમતની હોવા છતાં કોઈ મૂર્ખ વહેપારી ઘરની દુકાન વેચીને એ મેળાની દુકાનને શણગારવામાં લાગી જાય તે તમે એને મૂર્ખ કહેશે કે બીજું કાંઈ? જરૂર તે માણસ ભૂખ છે, પણ આત્મા રૂપ દુકાનદાર પણ લાંબા ટૂંકાને વિચાર ન કરતાં આ એક ભવ રૂપ મેળાની દુકાનને શણગારવામાં તત્પર થાય તો એ પણ મૂખ નહિ તે બીજું શું? આ ભવ પણ એક મેળો છે. તેમાં પહેલાની પલ્યોપમની જિંદગીની અપેક્ષાએ અત્યારે માનવની જિંદગીના સૌ સવાસો વર્ષ એ શા હિસાબમાં ! કાંઈ નહિ, છત મૂર્ખ જીવ એ ક્ષણભંગુર મેળા માટે પોતાની ગાંઠની મુડી ગુમાવી નાંખે છે. " કેઈ સ્થળે મેળો એક દિવસનો હોય છે, કેઈ સ્થળે પાંચ દિવસન તે કોઈ સ્થળે પંદર દિવસને મેળો હોય છે. આ જિંદગી કેટલા દિવસનો મેળે છે તે ખબર છે? અત્યારે માણસની જિંદગી સે વર્ષની ગણીએ તે એક વર્ષના માસ બાર, એ હિસાબે માનવની જિંદગી ૧૨૦૦ માસની થઈ અને મહિનાના દિવસ ૩૦ એ હિસાબે ૧૨૦૦ માસ ૪ ૩૦ = ૩૬૦૦૦ દિવસ થયા. મનુષ્યની જિંદગી એટલે ૩૬૦૦૦ દિવસને મેળે. હવે એની પાછળ આત્મા રૂપી આ દુકાનદાર કેટલે ભોગ આપે છે તેની ગણત્રી કરી જુઓ. આ ગણત્રી કરશે તે ખ્યાલ આવશે કે દુકાનદાર ગાંડો છે કે ડા? મેળામાં વહેપારી દુકાન ભાડે રાખે છે, પણ એ રાખતા પહેલા તેમાં આવક કેટલી થશે તેને અડસટ્ટો બાંધે છે, અને આટલી આવકે આટલું ભાડું આપવું પોસાશે એ હિસાબે તે ભાડુ આપે છે. હવે આ આત્મા રૂપી વહેપારીએ છત્રીસ હજાર દિવસના મેળામાં દુકાનના ભાડા આપીને શું બચાવ્યું તેને વિચાર કરો. કર્મરાજાએ મનુષ્યગતિ, ઔદારિક શરીર, અંગોપાંગ, આયુષ્ય એ બધું ભાડે આપ્યું છે, તો એ ભાડે મળેલી ચીજનું ભાડું ચૂકવી શકાય એટલી કમાણ તે કરવી જોઈએ ને ? માણસ મેળામાં દુકાન ભાડે રાખે, કમાવા માટેના મોટા મોટા મને રથે ઘડે અને પછી જમીન ભાડે રાખીને ભાઈસાહેબ બંધ કરવાને બદલે રખડતા ફરે તે તેને કેવો સમજવો? આપણે પણ છત્રીસ હજાર દિવસવાળા આ મેળાની દુકાન ભાડે રાખી છે. કમાવા માટે માનવ મેટા મોટા મનસૂબા ઘડે છે. આ મેળે જેટલું લાંબું અને જબરો છે,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy