SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૨૬૫૭ પિતાને આત્મકલ્યાણ માટે અવસર મેળવી આપે. જે પિતાને પવિત્ર કરે તે સાચા પુત્ર છે, માટે તું રાજપાટની જવાબદારી સભાળી જેમ મેં મારા ભાઈને સહાય કરી હતી તેમ તું મને આત્મકલ્યાણ કરવામાં સહાય કર. પુત્ર કહે પિતાજી! આપની વાત સાચી છે, પણ આપ તા હજુ યુવાન છે, પાછલી ઉંમરે આપ દીક્ષા લેજો. બેટા ! સમય કદી કાઇની રાહ જોતા નથી. ખીલેલું ફૂલ કરમાવાનુ, ઉગેલા ભાનુ અસ્ત થવાના, પણ તે કયારે થશે તેની ખખર નથી. રાત્રી અને દિવસ રૂપી બે મહાચાર આયુષ્ય રૂપી ધનને સતત લૂંટી રહ્યા છે. આવા મહામૂલા માનવજીવનના સમય શું નાશવંત, અહીં રહેનારી, પરલેાકમાં સાથ નહિ દેનારી વસ્તુને ભેગી કરવામાં વ્યતીત કરવાના તા પછી શાશ્વત એવા આત્મા માટે પુરૂષાથ કયારે કરવાના ? આ રાજ્ય ભાગવવામાં, સ'સારમાં રહેવામાં પાપમય કર્મની ભરચક આવક સિવાય છે શું? રાજ્ય ભાગવવામાં તા માથે ભવના ભાર વધે છે. મેં અત્યાર સુધી રાજ્ય ભાગવ્યું. હવે મારે આત્માનુ શાશ્વત રાજ્ય મેળવવું છે. હવે તું ખરાખર તૈયાર થઇ ગયા છે તેા પછી મારે મારી આત્મસાધનામાં “ ર્પનાબો ” શા માટે પ્રમાદ કરવા ? પુત્રે પિતાજીને રોકવા માટે ઘણું કહ્યું પણ ઉછળ્યુ. ધાન્ય કયારે પણ ન ટકે, તેમ જેના ઉત્કૃષ્ટ વૈરાગ્ય છે તે હવે કદી કેાઈના રોકયા રોકાય ખરા ? છેવટે પુત્રે એમ કહ્યું કે, મારો ધર્મ આપના કાર્ય માં સહાયતા દેવાના છે, માટે આપને જેમ સુખ ઉપજે તેમ કરે. નમિરાજાના પુત્રે એ વિચાર કર્યાં કે પિતાના ઋણુથી મુક્ત થવાને માટે તેમના પર જે બાજો છે તે મારે ઉપાડી લેવા જોઈએ અને તેમને સયમ માર્ગે જવા માટે મુક્ત કરવા જોઈએ, તેથી તેણે રાજ્યગાદી સભાળી લીધી અને પિતાને આજ્ઞા આપી. નિમરાજને ત્યાં કેટલા સુખા હતાં, છતાં તે સુખાને છેડીને અનુત્તરે ધમ્મે” પ્રધાન ધર્મ એટલે ચારિત્ર ધર્મ ને અંગીકાર કરવા તૈયાર થયા. ભગવાને બે પ્રકારના ધર્મ બતાવ્યા છે. આગાર ધર્મ એટલે શ્રાવક ધર્મ, અને ખીજે અણુગાર ધર્મ. શ્રાવક ધમ માં મર્યાદા છે. શ્રાવકા પાંચમા ગુણસ્થાન છે, જ્યારે દેશિવરતિ ધમ છેડીને સર્વવિરતિ ધર્મ અંગીકાર કરે ત્યારે છઠ્ઠા ગુણસ્થાને આવે છે. છઠ્ઠા ગુણસ્થાને પાપના સવથા ત્યાગ છે. અણુત્તર ધ જીવને અણુર એવી મેાક્ષ ગતિ અપાવે છે. એવા અણુત્તર ચારિત્ર ધને અંગીકાર કરવા માટે “અમિનિશ્ર્વમરૂં મિરાય” નમિરાજા અભિનિષ્ક્રમણ એટલે દીક્ષાને માટે નીકળે છે. હવે શાસ્ત્રકાર બતાવે છે. से देवलोगसरिसे, अन्तेउरवरगओ वरे भोए । મુંનિરુ નમીયા, યુદ્દો મોળે ચડું ॥॥ પેાતાની રાણીઓની સાથે દેવસમાન ભાગેાને ભાગવતા થકા તે નમિરાજા પ્રતિાધ પામીને તે ભાગાને છેડી દે છે. મિરાજાને ત્યાં કેવા સુખા હતા ? તે બતાવતા જ્ઞાની ખેલ્યા છે કે તેવા સàિ દેવલાકના સમાન મહાન સુખા હતા. આ નિમરાજા જેવુ' તેવુ' સુખ છેડવા તૈયાર નથી, ૪૨
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy