SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૬૫૩ મારા ભાઈ વિના ચેન પડતું નથી. હું અત્યારે મારા ભાઈની શોધમાં જઈ રહ્યો છું. હે ગુરૂ ભગવંત! હે કૃપાનિધાન ! આપ તે જ્ઞાનના સાગર છો. આપ મારા પર કૃપા કરો ને મને કહો કે મારો ભાઈ અત્યારે ક્યાં છે? આ મુનિને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. ઉગ્ર-તપ-જપ, ધ્યાન આદિથી મહાન લબ્ધિઓ પ્રાપ્ત કરેલી છે, એટલે બધી વાત જાણી લીધી ને પછી કહ્યું, ભાઈ! જગતમાં કર્મસત્તા મહા બળવાન છે. રંકને રાજા બનાવે ને રાજાને રંક બનાવે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે. તું ગભરાઈશ નહિ. તારો ભાઈ ક્યારે મળશે ને હવે તારું શું થશે તે વાત મારા જ્ઞાનથી જાણીને કહું છું તે સાંભળો. બારહ વર્ષ તક મિલે ન ભાઈ, જતન કરયા નહિ પાવે, પાવે રે પાવે અબ રાજ્ય તું, યહાંસે જહાં જાવે, તારો ભાઈ તને બાર વર્ષ પછી મળશે. તું એને શોધવા માટે ગમે તેટલા પ્રયત્ન કરીશ તે પણ તે તને નહિ મળે. આ શબ્દો સાંભળતા ગુણદત્તને એકદમ આઘાત લાગ્યો. શું ૧૨ વર્ષ સુધી મારો ભાઈ મને નહિ મળે ! સંતે કહ્યું-હવે તું અહીંથી જ્યાં જઈશ તે નગરનું રાજ્ય તને મળશે અને આનંદમંગલ થઈ જશે. તારા માતા પિતા પણ તને ૧૨ વર્ષે મળશે. તું આ રસ્તે સીધે-સીધે ચાલ્યો જઈશ તો ભીમપુર નગર આવશે. તારા ભાગ્યમાં રાજા બનવાનો યોગ છે. આવતી કાલે સાત દિવસ છે. તું ભીમપુરને રાજા બનશે પણ હું તને એટલું કહું છું કે તને રાજ્ય મળી જાય ને તું રાજા બને તે પણ દયા ધર્મને છોડીશ નહિ. જગતમાં જૈન ધર્મ જેવો બીજે સત્ય, સનાતન ધર્મ કેઈ નથી, માટે જૈન ધર્મની શ્રદ્ધા ચૂકીશ નહિ. જિનેશ્વરના માર્ગ પર દઢ શ્રદ્ધા રાખજે. દર પાખીના આયંબીલ કરજે તે તારા બધા સંકટ દૂર થઈ જશે. જેમ સૂર્ય મધ્યાહુને તપે છે તેમ તું રાજ્યમાં ખૂબ પ્રભાવશાળી બનીશ. જ્યારે તને કષ્ટ કે કસોટી આવે ત્યારે તું અઠમ કરજે. આ રીતે ન્યાય નીતિથી તું રાજ્ય ચલાવજે, ધર્મને ભૂલીશ નહિ તે તું પ્રજાને પ્રેમપાત્ર બનીશ. આ રીતે ગુરૂવે ગુણદત્તને બધી ભલામણ કરી. ગુણદત્ત કહેગુરૂદેવ ! આપે મારા પર મહાન ઉપકાર કર્યો છે. આપે મારા આત્મહિતની વાતો કહીને મારા પર ખૂબ કૃપા કરી છે. એટલું કહીને ગુરૂદેવને વંદન કરીને ગુણદત્ત પોતાના માર્ગ તરફ પ્રયાણ કર્યું. ' કુમાર ચાલતો જાય છે. થાકી જવાથી રાતના ગામ બહાર સૂઈ ગયો. સવારે લોકોના ટોળા આવી રહ્યા છે. વાજા, ઢોલ, નગારા વગેરે વાગી રહ્યા છે. ઘણે ઉત્સાહ છે. કુમાર વિચારે છે કે શું હશે? તેથી એક ભાઈને પૂછ્યું કે આજે શું છે? શું તમને સમજણ પડતી નથી ? આ સમાચાર તે હવાની માફક ચારેબાજુ ફેલાઈ ગયા છે. દેશદેશમાં સમાચાર પહોંચી ગયા છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના દરેકના મન આજને ઉત્સવ જેવા તલસી રહ્યા છે. આવતી કાલે કેવી ઉષા પ્રગટશે એ વાત સીના અંતરમાં ગૂંજી રહી છે,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy