________________
શારદા રત્ન
૬૫૧
ભાવે સંયમનું પાલન કરતાં બંને જણા દેવલોકમાં ગયા. દેવલોકની સુખ સમૃદ્ધિ કેટલી ? કહે છે કે મૃત્યુ લેકની બધી સંપત્તિ ભેગી કરવામાં આવે તે દેવીઓના કપાળમાં રહેલા ચાંદલાની તોલે ન આવે. દેવકમાં કેટલાય સાગર સુધી એ સુખ ભોગવ્યું, છેવટે એ સુખે પણ છોડવા પડ્યા, અને અહીં મારે જન્મ લેવો પડ્યો. દેવલોકમાં તે મારી સેવામાં કેટલી બધી દેવીઓ હતી, છતાં જે શાંતિ સંયમથી મળે છે તે શાંતિ મને ત્યાં નહોતી મળી. દેવલોકમાં અતિ સુખ અને નરકમાં અતિ દુઃખ અતિ સુખ પણ સારું નહિ અને અતિ દુઃખ પણ સારું નહિ. તમે કેરી ખાવ છો તે કેરી અતિ પાકી ગઈ હોય, તે ન ગમે ને અતિ ખાટી હોય તે પણ ન ગમે, પણ અતિ ખાટી નહિ ને અતિ પાકી નહિ એવી કેરી ભાવે, તેમ દેવલોકના સુખ અતિ પાકી કેરી જેવા છે. ત્યાં સુખ ઘણું છે પણ વ્રત પચ્ચખાણ કરી શકતા નથી. નરકના દુખે અતિ ખાટી કેરી જેવા છે. ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ. અતિ દુઃખમાં એ કાંઈ કરી શકતા નથી. મનુષ્યભવ એ મીઠી કેરી જેવું છે. તેમાં અતિ સુખ નહિ ને અતિ દુઃખ નહિ, પણ બંને સમાન, તેથી આ ભવમાં ધર્મારાધના થઈ શકે છે, માટે માનવ ભવની દુર્લભતા બતાવી છે.
નમિરાજ પત્નીઓને સમજાવી રહ્યા છે. તે કહે છે તમને વધુ શું કહું ! તમે મને, મળ્યા એ પણ સંયમ-લક્ષમીની કૃપાથી. જે મેં સંયમ લીધે ન હેત ને રાજકુળમાં મારે જન્મ થયો ન હોત તે શું તમે મારી સાથે લગ્ન કરત? માટે સંયમની કૃપાથી આ બધું બન્યું છે તે હું કેમ ભૂલી શકું? હવે તમે મારા કાર્યમાં વિન શા માટે કરે છો ? તમે સદ્ગુણ થઈને દુર્જનની માફક કામ કરવા કેમ તૈયાર થયા છો ? હું ચંદ્રયશની સામે લડાઈ કરવા ગયો. તે સમયે લડાઈ થઈ હોત ને લડાઈમાં હું મરાયો હોત, તો તમે શું કરત અને હું સંયમ કેવી રીતે લઈ શકત ? એ તો સારું થયું કે આપણું માતા, સાચી માતા કલ્યાણ મિત્ર બનીને રણસંગ્રામમાં આવી અને ભાઈ ભાઈની ઓળખાણ કરાવી યુદ્ધવિરામ કરાવ્યું, તો બધા જીવતા રહી શક્યા. વળી જ્યારે હું યુદ્ધ કરવા જતો હતો ત્યારે તે તમારામાંથી કઈ એ મને રોક્યો નહિ ને અત્યારે કેમ નારાજ થાવ છે ? તે વખતે તે તમે વીરતા બતાવી હતી. એ તે દ્રવ્ય–સંગ્રામ હતે. એ સંગ્રામ તે આત્માના ગુણોને સંહાર કરાવે, હિંસાના તાંડવ સર્જાવે ને વેરની વણઝાર ઉભી કરે, છતાં તે યુદ્ધમાં જતાં મને ન રોક્યો. ત્યારે તમે મને એમ કહેતા હતા કે તમે ક્ષત્રિય પુત્ર છે, માટે શત્રુની સામે બરાબર ઝઝૂમજે. શત્રુને પીઠ નહિ બતાવતા સામી છાતીએ ઘા ઝીલજો. આપ છાતી પર ઘા ઝીલશે તે અમે આપનું રવાગત કરીશું પણ પીઠ પર ઘા ઝીલશે તે અમે આપને કાયર માનીશું.
આ પ્રમાણે દ્રવ્ય સંગ્રામ વખતે કે જ્યાં પાપના પલ્લા ભરાવાના હતા ત્યાં તમે મારો ઉત્સાહ વધે તેમ કહેતા હતા, ત્યારે શૂરવીરતા બતાવતા હતા, અને અત્યારે હું કર્મોની સામે યુદ્ધ કરવા માટે જઈ રહ્યો છું ત્યારે આપ કાયરતા કેમ બતાવે છે ? જે.