________________
શારદા રત્ન નહિ હોય ને! માનવના મનમાં શંકા પેઠી એટલે ખલાસ. શક ભૂત અને મંછા ડાકણ છે. વટેમાર્ગને ગુણદત્ત પાસે જવાનું મન થયું પણ મનમાં શંકા ભરાઈ ગઈ, તેથી તેનું શરીર ધ્રુજવા લાગ્યું અને મનમાં થયું કે હવે આ વડને છોડીને ભાગી જાઉં. મનને મજબૂત કરી તે દોડવા પ્રયત્ન કરે છે, પણ પગમાં જેમ કયાં છે ! થોડું દોડ્યો ત્યાં ગુણદતે ફરીને બૂમ મારી. અરે, ભાઈ! અહીં આવો. આપ મને બંધનમાંથી છોડાવો ભાઈ.ભાઈ! હું કોઈ ભૂત, ડાકણ નથી પણ મૃત્યુલેકને માનવી છું. આપ મારો પેકાર સાંભળો અને મારી હારે આવે. હું આપનો જીવનભર ઉપકાર નહિ ભૂલું. ગુણદત્તને કરૂણ પોકાર સાંભળી વટેમાર્ગના પગ થંભી ગયા. તેનું હૃદય પીગળી ગયું. તેનામાં માનવતાની જ્યોત ચમકી ઉઠી. દુઃખમાં પડેલા કોઈ આત્માને શું હું સહાય ન કરી શકું? આવા કરૂણામય શબ્દોથી જેમના હૈયા પીગળતા નથી, દયાના તેજ ચમકતા નથી, આંખોમાં આંસુ રેલાતા નથી, તે પાષાણ હૃદય જ કહેવાય ને? તે માનવ નથી પણ દાનવ છે. એવા જીવનની દુનિયામાં કિંમત કેટલી?
માનવજીવનમાં પરોપકાર એ જ સાચું જીવનતત્ત્વ છે. પરોપકાર કરતાં પ્રાણ જાય તેય શું! વટેમાર્ગ આમ વિચાર કરે છે ત્યાં ગુણદત્તે ફરી બૂમ પાડી. હે કૃપાળુ! હે દયાળુ ! એકવાર તમે મને બંધનમાંથી મુક્ત કરો. હું આપને ઉપકાર ક્યારે પણ નહિ ભૂલું. વટેમાર્ગુ ગુણદત્તની પાસે ગયે. જઈને પૂછે છે ભાઈ, તમે કેણ છે ? ભાઈ, હું મૃત્યુલોકને માનવી છું. ભૂતપ્રેત નથી. આપ મારાથી ભયભીત થશો નહિ. હવે વટેમાર્ગુ ગુણદત્તને બંધનમાંથી કેવી રીતે છોડાવશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૭૧ આસો સુદ ૪ ગુરૂવાર
તા. ૧-૧૦-૮૧ અનંતજ્ઞાની મહાપુરૂષો ફરમાવે છે કે હે જી ! આ જીવન કેવું છે? સૂયગડાંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે.
न य संखयमाहु जीवीयं, तहविय बाल जणो तपगम्भइ। પણને વારિ, જે ય પાનમાજે સુ. અ. ૨ ઉ. ૩ ગા. ૧૦ આ જીવન સંસ્કાર એગ્ય, તૂટેલા દોરાના સમાન, ફરીથી જોડાવાને યોગ્ય નથી, છતાં પણ મૂર્ખ અજ્ઞાની જીવ અઢળક પાપ કરવાની ધૃષ્ટતા કરે છે. તેઓ કહે છે કે અમારે વર્તમાનકાલીન સુખથી પ્રયોજન છે. પરલોકને જોઈને કોણ આવ્યો છે?',
આ જીવન કીડીની કતારની જેમ, એંજીન અને ડબ્બાની જેમ વહી રહ્યું છે. ચારે બાજુ એક જ અવાજ આવે છે, સુખ.સુખ...સુખ. કોઈપણ ભોગે ઇચ્છાની તૃપ્તિ કરવી છે. આજે અંધ અનુકરણ, આંધળી દોટ અને આંધળી પ્રવૃત્તિથી જીવન અનેક આંધીથી સભર બન્યું છે. ઉપાધિઓથી યુક્ત અને વ્યાધિઓથી વ્યાપ્ત બન્યું છે. વિનય વિવેક અને કરૂણાને ભૂલી જવ તૃષ્ણાની પાછળ દોટ મૂકે છે. જીવનનું સાચું ઉડ્ડયન છવ ભૂલી