________________
૬૩૪
શારદા રત્ન
અને આધ્યાત્મિક સામ્રાજ્યના કર્તવ્યમાં ઓતપ્રત કરી દેવો, આધ્યાત્મિક ગુણે રૂપી સંપત્તિ મેળવવામાં આત્માને ઉદ્યમશીલ બનાવે. કષા, સંજ્ઞાઓ, શલ્ય વગેરે અશુભ ભાવોમાં પરોવાતા આત્મા પર કડક અંકુશ મૂકી ક્ષમાદિ ભાવ, દાનાદિ ગુણે, નિઃશલ્યતા, શુભ ધ્યાન વગેરે ભાવમાં લયલીન બનવું એ આત્મદમનને માર્ગ છે. નમિરાજાએ દીક્ષા લેવાને સંકલ્પ કર્યો. સાચે સંકલ્પ સિદ્ધ થયા વિના રહેતું નથી. પૃથ્વીમાં વાવેલા બીજને પાણી, પ્રકાશ અને પવન મળે છતાં અંકુરા ન ફૂટે એવું બને ખરું? ના, કુટે જ. નમિરાજના આ વિરાગની પાછળ વેદના કારણભૂત ન હતી, પણ મનને વળાંક ધર્મ તરફ વળ્યો હતો ને વિરાગ જાગૃત થયો હતે. આ સંકલ્પની પાછળ ભેગ નહિ પણ ત્યાગ હતું. એકત્વના સંકલ્પ સાથે નમિરાજ સૂતા ને ખરેખર આશ્ચર્ય થયું. આ મહિનાઓથી, દિવસથી આંખની પાંપણ જે ઢળી ન હતી તે ઢળી ગઈ. નમિરાજ એ રાત્રે મીઠી નિંદરમાં પોઢી ગયા. શરીરમાં શાંતિ હોય તે ઉંઘ આવે છે. જ્યારે વેદના થાય છે ત્યારે નિદ્રા પણ આવતી નથી. નારકીના છ હમેશા કેમ જાગતા રહે છે, તેનું એક જ કારણ કે તેને જરા પણ શાંતિ નથી અને શાંતિ નહિ હોવાથી ઊંઘ પણ આવતી નથી. નમિરાજને એ રાત્રે ઊંઘ આવી ગઈ. બધાના મનમાં થયું કે વૈદોના ઓસડિયા આખરે ફળ્યા ખરા, પણ એ બધાને ભ્રમ હતે. એક દઢ સંક૯પે આરોગ્યને પાછું લાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. નમિરાજાને ઊંઘ આવવાથી તેમની રાણીઓને તથા કુટુંબમાં બધાને આનંદ થયે નમિરાજા સૂતા છે ત્યારે તેમની આંખોમાં એક સ્વપ્ન રમી રહ્યું હતું. એ સ્વપ્ન મિથિલાનું ન હતું.
નમિરાજાને આવેલું મહાન સ્વપ્ન”—નમિરાજે સ્વપ્નમાં પિતાને મેરૂ પર્વતના શિખર ઉપર પંડગવનમાં અષ્ટતા શ્વેત હાથી પર બેઠેલો જોયો. કેવું સુંદર સ્વપ્ન! જે મેરૂ પર્વતના પંડગવનમાં અનંતા તીર્થકર ભગવંતના કલ્યાણકે સુરસુરેન્દ્રોએ ઉજવ્યા. નમિરાજ આ સ્વપ્ન જોતાં વિચાર કરવા લાગ્યા કે હું પણ ભગવંતના કલ્યાણકે ઉજવવા આ મેરૂ પર્વત પર ક્યારેક ગયો હોઈશ. એ વિચારતાં વિચારતાં તેમણે સાતમું દેવલોક જય. દેવલોકમાંથી હું દેવપણે મેરૂ પર્વત પર ભગવાનના કલ્યાણ કે ઉજવવા ગયા હતા. દેવલોકમાં ઉત્પન્ન થયા પછી ભગવાનના જન્મ સમયે તથા સસરણમાં આવીને મહાન લાભ લીધે હતે. તે અને પોતે આગલા જન્મમાં સંયમ પાળવાથી દેવ બન્યો હતે વગેરે બધી પૂર્વભવ સંબંધી હકીકત સ્વપ્નમાં જોઈ. આવું સુંદર સ્વપ્ન પુણ્યશાળીને આવે. નમિરાજાને હવે મહાન ભાગ્યોદય જાગવાને છે. શેને ભાગ્યેાદય ! ચકવતી રાજા બનવાને નહિ, અબજોનું માટીનું ધન મેળવવાને નહિં પણ અનંતા ભવાને નાશ કરનાર ચારિત્રરન મળવાને ભાગ્યોદય ! અજ્ઞાન માણસ દુન્યવી સુખ સંપત્તિ મળે એને ભાગ્યોદય માને છે પણ એ ભૂલવા જેવું નથી કે એ બધા ભગવર્ધક છે. “ભાગ્યોદય તે ગણાય કે જે મળવાથી ભવ કપાય, મોક્ષ નિકટ મળે, કર્મ કચરે ટળે ને ક્ષમાદિ ગુણરત્ન મળે.”
નમિરાજાએ સ્વપ્નમાં જે જોયું તેના પર વિચારે ચઢ્યા. અહે! આજે મેં સ્વપ્નામાં