________________
કરે
શારદા રત્ન તેની દષ્ટિમાં ભેગને ભોરીંગ સમજીને હેય બુદ્ધિ પ્રગટ થશે. સપને ભય કે ન હોય? તે પ્રશ્ન અસ્થાને છે, પણ આજના યુગમાં એ પ્રશ્ન પૂછવાની ભાગ્યે જ જરૂર રહે છે કે પાપને ભય કોને છે ? સંસારને હેય દૃષ્ટિથી જોવાની કળા જેને મળી તે આત્મા ભેગી મટી યેગી બને. જેને સર્વજ્ઞના વચન પર “વિઘરોમા” સંસાર “વિષફળના સમાન છે” તે અંતરને વિશ્વાસ, શ્રદ્ધા પ્રગટે તે પણ આત્મા કમળની જેમ સંસારના કાદવથી ઉપર રહે. મહાપુરૂષ કહે છે કે આ સંસારમાં ભમવું ન હોય, ઘંટીના પડ વચ્ચે દાણું પીસાઈ જાય તેમ જન્મ, જરા, મૃત્યુના દુઃખમાં પીસાવું ન હોય તે ભેગી મટીને ચૅગી બને.
કંકણના કેકારવથી શોધેલી કલ્યાણની કેડી -જેમને આત્મા યોગી બનવા તૈયાર થયા છે એવા નમિરાજર્ષિના શરીરમાં ભયંકર દાહનવર જેવી બળતરા થઈ. જાણે એગ્નિના ભઠ્ઠામાં બેઠા ન હોય એવી અસહ્ય બળતરા થઈ. તેને શાંત કરવા રાણીઓ ચંદન ઘસે છે, પણ તે અવાજ સહન થઈ ન શકવાથી બધી રાણીઓએ એકેક કંકણ રાખી બીજા બધા કાઢી નાંખ્યા. અવાજ બંધ થવાથી પૂછતા ખબર પડી કે રાણીઓએ એકેક કંકણ રાખીને બીજા ઉતારી નાંખ્યા છે. બસ, આ શબ્દોથી મહારાજા વિચારસાગરમાં ડૂબી ગયા. અહો ! જ્યાં એક છે ત્યાં શાંતિ છે, આનંદ છે, અને બે છે ત્યાં ઝઘડે છે, સંઘર્ષ છે. જીવ આવ્યો ત્યારે તે એકલે આવ્યું હતું પણ અસંતેષ અને તૃષ્ણ વધારી પરિગ્રહ ભેગો કરતો ગયો તેમ એને ચિંતા ને દુઃખ વધતા ગયા. કંકણ એને પ્રત્યક્ષ પૂરાવો છે. તંત્ર જેમ મોટું તેમ મનને કલેશ વધારે. બહુમાં સંઘર્ષ વધે તેથી કલેશ વધે. ભ્રમણથી ભલે પહેલા સુખ દેખાય પણ અંતે તે દુઃખને લાવનાર છે. આ મારી પત્નીના કંકણને રણકાર મીઠે છે એવું હું આજ સુધી માનતે હતો પણ તે મારી બેટી ભ્રમણા છે. જે રણકાર મીઠા હતા તે આજે કડવો કેમ લાગે ? જ્યારેકંકણે અનેક હતા ત્યારે પરસ્પર અથડાતા અને મને પણ અથડામણીમાં ઘસડતા અને જ્યારે એક એક થઈ ગયા ત્યારે અથડાતા નથી ને મને પણ દુઃખરૂપ બનતા નથી, તેમ આ માનવ જ્યારે જન્મ લે છે ત્યારે એક દષ્ટિએ એ એકલો હોય છે તેથી બાળપણના જીવનમાં કેવી શાંતિ હોય છે ! પણ યૌવનનું પૂર આવતા પિતાનું એકત્વ એ ફગાવી દે છે ને અશાંતિના પડછાયા શરૂ થઈ જાય છે. પછી એ અનેક બનતો જાય છે અને એનું જીવન અશાંતિના કાળા ભ્રમર અંધારા નીચે આવતું જાય છે, માટે “ આનંદ છે એકત્વમાં, મસ્તી છે આનંદઘનની એકાકી જીવનમાં.'
એક હાથે તાળી ન પડાય. એક વાસણ કોની સાથે અથડાય? એકલાને કંઈ નહિ. એકાકી જીવને ઘર્ષણના દુખે ભાગ્યે જ જોવા મળે. સિદ્ધ ભગવાન એકલા છે તે એમને કંઈ દુઃખ નથી. તેમજ એ બીજાને દુઃખરૂપ બનતા નથી. કંકણ એકલા થઈ ગયા તે હવે દુઃખદાયક નથી, તેમ જીવને શરીર સાથે સંગ થાય તેથી બેકલે થાય છે, તે જાતે દુઃખ વહેરે છે ને બીજાને દુઃખી કરે છે. માત્ર શરીર સાથે સંયોગ