________________
શારદા ૨ત્મ
શા માટે ઉભે છે? મારી સામે અને મહેલ તરફ ટગર ટગર શું જોઈ રહ્યો છે! અહીંથી ચાલતે થા. હાથ ઉગામીને કહે છે, આંગણામાંથી ખસે છે કે નહિ? નહિતર આ હાથ તૈયાર છે. ધનના નશામાં ચકચૂર બનેલા ધનવાનોને સાચા કાન અને સાચી આંખ હોતી નથી. તિરસ્કાર ભર્યા વચને કહે છે. શેઠજીના આ શબ્દો ગુણચંદ્રને ખૂબ લાગી આવ્યા. હૈયું તે રડી રહ્યું હતું કે આવા વેણ કવેણ સાંભળવાના થયા, તેથી તેની આંખમાંથી ટપટપ આંસુઓ પડતા તે મોતી બન્યા. આ શેઠે જોયું. આ તે કોઈ ચમત્કારિક છોકરે લાગે છે અને તે રડે છે તે મોતી થાય છે. તિરસ્કાર કરનાર શેઠનું મન મોતીમાં લલચાયું. આ તે બહુ સારું, કમાવાની ચિંતા નહિ. હવે તેને પ્રેમથી બોલાવ્યા–દીકરા ! ઘરમાં આવ. તું શા માટે રડે છે ? તારે શું દુઃખ છે?
બંધુઓ! કર્મ રૂઠે ત્યારે માણસ ભાન ભૂલી જાય છે. ગુણચંદ્ર પાસે મોતી તો હતા જ. એને ચંદનના લાકડા જોઈતા હતા, તે સીધે લાતીમાં ગયો હતો તે લાકડા મળી જાત, પણ દુખ ભોગવવાનું હોય ત્યારે બુદ્ધિ બુઠી બની જાય છે. ગુણચંદ્ર શેઠને બધી વાત કરી. મારો ભાઈ જંગલમાં પડ્યો છે. સર્પદંશથી મૃત્યુ થયું છે, તેથી અગ્નિસંસ્કાર કરવા ચંદનના લાકડા લેવા આવ્યો છું. તું રડ મા, હું મારાથી બનતું બધું કરીશ, તું હજુ બાળક છે, આમ હિંમત હારી જશે તે રંગીલી દુનિયાના રંગ કેમ માણી શકીશ ? સંસારમાં સુખ દુઃખ આવ્યા કરે છે. ગભરાઈશ નહિ. માનવ માનવને સાથ નહિ આપે તે કોણ આપશે ? એમ કહી વહાલથી મીઠે હાથ ફેરવ્યો. દુ:ખી હૈયાને હંફની જરૂર હોય છે. ગુણચંદ્ર બે હાથ જોડીને શેઠને કંઈક કહેવા જાય છે, ત્યાં તેને કંઠ રૂંધાઈ ગયે. શેઠે કહ્યું દીકરા ! હું તારા બાપ સમાન છું. તું ખુલ્લા હદયે ધાત કર, જેથી હૈયું હળવું બને.
શેઠના મીઠા શબ્દો પર ગુણચંદ્ર અંજાઈ ગયે. તે શેઠને પિતાની કરૂણ કથની કહેવા તૈયાર થયો. બધી વાત કરે છે ને આંખમાંથી બાર બાર જેવડા આંસુ પડે છે તે આંસુ મોતી બન્યા. ગુણચંદ્ર શેઠના મીઠા વચને પર અંજાઈ ગયો. એને કયાં ખબર હતી કે આ શેઠજી તે આંખના આંસુથી બનતા મેતીથી લોભાયા છે. છેવટે ગુણચંદ્રે કહ્યું, આપ કૃપાળુ છો. આપની પાસે એક વિનંતી કરું છું કે મારા વડીલ ભાઈના અગ્નિ સંસ્કાર માટે ચંદનના લાકડા આદિ આપોને. શેઠના મનમાં થયું કે જે હું એને લાકડા આદિ આપીશ તે આ મૌક્તિક સારતું પંખી ઉડી જશે. રત્નને ફેંકી દીધા પછી શેાધ ક્યાં કરવી ? વગર મહેનતે મોતીની હેલી કયાંથી હોય? હવે શેઠને ખેતીને લોભ લાગે છે, તેથી ગુણચંદ્રને જવા દેશે નહિ, ને મેતી મેળવવા માટે તેને રડાવવા કેવા કો આપશે ને શું બનશે તે અવસરે.