SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨ શારદા ૨ત્ન કવામાં નાંખ્યું, પછી કહે ભાઈ ! તું આ દેરડાને છેડો મજબૂત પકડજે ને પકડીને ઉપર આવ. હું તને ખેંચી લઉં છું. મહા મુશ્કેલીએ ભાઈને બહાર કાઢ્યો. કૂવામાં પાણી ઘણું હતું, તેથી પાણીમાં ડૂબવાથી તે ગૂંગળાઈ ગયો હતો, એટલે કંઈ બોલી ન શક્યો. કૂવામાં તે પડ્યો પણ ભાગ્યને બચી ગયો. ભાઈને બહાર કાઢયો ત્યાં બેભાન થઈ ગયે. ઘણે પવન નાંખે, પાણી છાંટ્યું પણ ભાનમાં આવતું નથી. કૂવામાં પડ્યો તેથી પાણી ઘણું પીવાઈ ગયું છે. ગુણચંદ્ર ભાઈને સૂવાડી પંખીઓને ભલામણ કરી, આપ મારા ભાઈને સાચવજે, હું જંગલમાં લાકડા શોધવા જાઉં છું. થોડા લાકડા મળ્યા, અને ચકમકના પથ્થર મળ્યા તે લઈ આવ્યા. ભાઈ પાસે લાકડા મૂકી ચકમકના પથ્થર વડે અગ્નિથી લાકડા સળગાવ્યા ને ભાઈને તાપણી કરાવવા માંડી. થોડી વાર થઈ ત્યાં તેને ભાન આવ્યું, ત્યારે ગુણચંદ્રને જીવમાં જીવ આવ્યો. બસ, હવે સારું થઈ જશે. તેને ખૂબ આનંદ થયો. ગુણદત્ત કહે વીરા ! તું તારી બુદ્ધિથી યુક્તિ શોધીને ધોતીયાનું દોરડું બનાવ્યું, તે હું ઉપર આવ્યો. નહિ તે હું આજે મરી જાત. ધન્ય છે તારી બુદ્ધિને ! પછી કહે ભાઈ! આપણને ભૂખ બહુ લાગી છે. અહીંથી આપણે એક નગરમાં જઈ એ. ત્યાં મહેનત મજુરી કરીશું ને આપણી સુધા મટાડશું. એમ વિચાર કરીને બો ભાઈઓએ ચાલવા માંડયું. જંગલથી હજુ શહેર ઘણું દૂર હતું. પહોંચતા લગભગ અડધી રાત થઈ જાય. સાથે કઈ સથવારો નથી કે શહેરના જાણીતા નથી, એટલે અજાણ્યા પ્રદેશમાં અડધી રાત્રે ક્યાં જાય? એટલે નકકી કર્યું કે આજની રાત આ * જંગલમાં પસાર કરીએ. બંને ભાઈઓ એક મોટા વડની નીચે બેઠા. જંગલ ભયંકર છે. સિંહના ધડુકા સંભળાય છે. બીજા જંગલી પ્રાણીઓની રાડ સંભળાય છે, એટલે ગુણદત્ત કહે ભાઈ! આવા વિષમ સ્થાનમાં બંનેએ સાથે સૂઈ જવું તે બરાબર નથી. આપણે વારાફરતી એકેક જાગીએ. ગુણદત્ત કહે ભાઈ! તું પહેલા સૂઈ જા. હું ચેકી કરું છું. હું બે વાગ્યા સુધી જાગીશ, પછી હું સૂઈ જઈશ ને તું ચકી કરજે. કમની કઠીનાઈ કર્મની વિચિત્રતા હવે સાંભળજે. લલાટે લખ્યા લેખ કેણ ભૂંસી શકે ? બાળકના પાપને ઘેર ઉદય છે. ફાંસીમાંથી છૂટ્યા ત્યાં કૂવામાં પડ્યા. કૂવામાંથી બચ્યા. હવે શું થાય છે તે સાંભળજે. અડધી રાત થઈ ગઈ. નાનો ભાઈ તે ઘસઘસાટ ઉંઘે છે. ગુણદત્તને ઉંઘ આવે છે, પણ તેના મનમાં થયું કે મીઠી નિંદરમાં પોઢતા ભાઈને ક્યાં જગાડું ! ભાવિના ભાવ કેણું મિથ્યા કરી શકે ! હવે ભાઈને જગાડું કે નહિ ? તેનું શરીર પણ ખૂબ થાકી ગયું હતું, એટલે તેને પણ ઉંઘ આવતી હતી. બીજી તરફ નાના ભાઈની નિંદરમાં ખલન કરવા મન માનતું ન હતું. હવે શું કરવું? વન એટલે સેંકડો ની ગુફા ! છેવટે ઈરછા નહિ હોવા છતાં ગુણચંદ્રને જગાડ્યો ને પાતે સૂઈ ગયે. ગુણદત્ત સૂતો છે ને ગુણચંદ્ર ચેક કરે છે. થડે સમય તે જાગે, પણ પછી તે તેને પણ ઉંઘ આવી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy