________________
१२०
શારદા રેન્જ રાજગાદી મને મળી ત્યારે મારા પાલક પિતા પણ સંસાર છોડી ત્યાગના પંથે ગયા. મારા વડીલ ભાઈ ચંદ્રયશ પણ સંયમ માગે ગયા. તે હવે મારો પુત્ર પણ રાજ્ય સંભાળે તેવો તૈયાર થયા છે. માટે મારે પણ આ સંસાર છોડી આત્મકલ્યાણ કરવું જોઈએ. તમને આ વિચાર આવે છે ખરો ? દીકરાને ઘેર દીકરા થયા તે પણ છોડવાનું મન થતું નથી. છોડો.. છેડછોડવા જેવો છે સંસાર. પુત્ર ઉંમર લાયક થતાં નમિરાજે તેને પરણાવી રાજગાદીએ બેસાડ્યો. હવે આ કાંટાળી વાડમાંથી બહાર નીકળવું છે. તેમને સંસાર કાંટાળી વાડ જેવો લાગ્યો તો છોડવા માટે તૈયાર થયા, પણ તમને તે સંસાર કાંટાળી વાડ નહિ પણ મીઠે સાકર જેવો લાગ્યો છે. નમિરાજ સમજે છે. આ રાજમુગટની શોભા બધી નકામી છે.
રાજમુગટ છે શોભા નકામી, માથે છે ભવને ભાર. રાજાને માથે તે ભવના ભાર વધે છે. રાજ્યમાં રહીએ એટલે સારી-બેટી આજ્ઞાઓ કરવી પડે, ને પાપના ભાતા બાંધવાના, માટે હવે ન જોઈએ આ રાજ્ય, ન જોઈએ આ સંસાર, જોઈએ માત્ર સંયમ. છ છ ખંડના અધિપતિ એવા ચક્રવતીઓ પણ રાજસુખ છેડીને નીકળી ગયા છે, માટે મારે પણ તે માર્ગ અપનાવવો જોઈએ. મારે માટે તે દિવસ ધન્ય ગણાશે કે જ્યારે હું પુત્રને રાજ્ય સોંપી સંયમ લઈ આત્માનું કલ્યાણ કરીશ. નમિરાજ આ પ્રમાણે વિચાર કરી રહ્યા છે, ત્યાં કેવું નિમિત્ત આવીને મળશે તે ભાવ અવસરે. ; ચરિત્ર : ગુણદત્ત અને ગુણચંદ્ર બંને મૃત્યુના મુખમાં ઉભા છે, છતાં તેમની નીડરતા તે જોઈને ચંડાળના હાથ મારવા માટે ના પાડે છે. હે જાનમાલ! તું શું વિચાર કરે છે? લઈ લે આ મોતી અને તારા જીવનની દરિદ્રતા દૂર કર ને પાપને ધંધે છોડી દે. અમે બંને નિર્દોષ છીએ. ભાઈ! જે લાડવા અમારા માતા-પિતાએ રાજકુમારે માટે બનાવ્યા હતા તે અમારાથી ખવાઈ ગયો ને અમારા લાડવા એમની પાસે ગયા. કેવી રીતે અદલ બદલ થઈ ગયા તે ખબર ન પડી, ને પરિણામે આ શિક્ષા આવી પડી. અમારો કોઈ દોષ નથી. તું અમારા પર દયા લાવીને, કરૂણા કરીને અમને જીવતદાન આપ. અમને આ બંધનમાંથી મુક્ત કરે તે તારે ઉપકાર જીવનમાં કયારે પણ નહિ ભૂલીએ.
ચાંડાલકે દિલમેં કરૂણું આઈ, નિર્દોષ હૈ દેન ભાઈ,
બંધન સૂ મુક્તિ કીની, એક બાત સાફ કહ દીની. ' ' કહેવાય છે કે આખરે સત્યને વિજ્ય થાય તેમ ચાંડાળોના કુર હૃદય કેમળ બની ગયા. હૃદયમાં ભારોભાર કૂરતા ભરી હતી તેના બદલે કરૂણાના ઝરણાં વહેવા લાગ્યાં. મોતી જોઈને તેને મોતી લેવાનું મન થઈ ગયું. મોતી લઈ લીધા ને બંને કુમારોને અભયદાન આપ્યું. તેમના હાથપગમાં બેડીઓ નાંખી હતી તે બંધને તેડી નાંખ્યા. બંને નિર્દોષ પંખીડાઓને બંધન છોડી ઉડાડી દીધા. પછી ચાંડાળ કહે છે, ભાઈઓ! તમને આ પિંજરમાંથી ઉડાડ્યા છે પણ તે પંખીડા ! આપ એટલું ધ્યાન રાખજો કે
-
*