________________
૬૧૮
શારદા રત્ન
મને થાડા દિવસ પહેલા નદીએ સ્નાન કરવા જતાં પારસમણિ જડચો હતા. મારે તા તેની કોઈ જરૂર ન હતી પણ કાઇક ગરીબ માણસને કાઈક દિવસ કામ લાગશે, એમ વિચારી મેં તેને સામેના ઝાડની ખખાલમાં મૂકી રાખ્યા છે, ચાલ હું તને બતાવું. પારસમણિ શબ્દ સાંભળતા બ્રાહ્મણ તા ચમકયા, અહા ! પારસમણિ તા લેાઢાને સાનુ’ બનાવે. પારસમણિ મળતાં દરિદ્રતાનું દુઃખ લુપ્ત થઈ જશે. બ્રાહ્મણ અને સંત ત્યાં ગયા. સંતે ઝાડની ખખાલમાંથી પારસ કાઢો, અને પેલા બ્રાહ્મણને આપતા કહ્યું-લેા, આ પારસ લઇ જાઓ. આ પારસથી ગરીબાઈ કાયમને માટે ટળી જશે. ખેતરમાં રહેલા ખેડૂતે આ બધું જોયું ને તેમની વાતચીત પણ સાંભળી. બ્રાહ્મણના મનમાં થયું કે આ ચેાગીએ અત્યારે મને પારસ આપ્યા છે, પણ કાલે કદાચ તેની બુદ્ધિ બગડે ને પાછા માંગે તેા ? માટે ઝટ રવાના થવા દે. તેથી બ્રાહ્મણ તે। ત્યાથી વિદાય થયા.
ખેડૂત યાગી પાસે આવ્યા ને કહ્યું–બાપજી! આપના શરીર પર કપડાં પણ સારા નથી. ફાટલા છે. તેા આપે પેલા બ્રાહ્મણને પારસમણિ કેમ આપી દ્વીધા ? તે તા અત્યંત કિંમતી વસ્તુ છે. આપની પાસે એવા કયા પારસમણુ છે કે જેની પાસે આપને આ પારસ તુચ્છ લાગે છે અને જેને આટલા સમય એપરવાઈથી વૃક્ષની ખેાલમાં રાખ્યા હતા ! સંતે કહ્યું, તે તે મામૂલી છે. મારી પાસે એથીયે વધુ કિંમતી પારસ છે, એ પારસને તે ચાર-ડાકૂ લૂટી જાય, રાજા પણ લઈ લે, પણ મારી પાસે જે. પારસ છે તે તે મહા મૂલ્યવાન છે. તે પારસ (॰ા રસ) હતા પણ મારી પાસે આખા રસ છે, તેથી તે પારસની કિંમત મને કંઇ જણાતી ન હતી. આખા રસ એ આત્માના આનંદ છે, તે અજોડ છે, તેની સરખામણીમાં જગતનું દરેક સુખ નિરસ અને તુચ્છ લાગે છે. જેને આત્માની ઓળખ થઈ ગઈ છે એને મન પારસની કઈ કિ'મત નથી,
યુમડપ બન્યા દીક્ષામડપ – ચંદ્રયશને સાચા પારસમણુ મળી ગયા. તે દીક્ષા લેવા તૈયાર થયા. નિમરાજે તેમના દીક્ષા મહાત્સવ ઉજવ્યા. જ્યાં યુદ્ધમડપ હતા ત્યાં દીક્ષામંડપ ખની ગયા. ચંદ્રયશે. પંચમુષ્ઠિ લેાચ કરી સંયમ માર્ગ સ્વીકાર્યાં. લેાકેા કહેવા લાગ્યા કે આ સંસારમાં આવા પુરૂષો પણ છે, અને મયણુરેહા જેવી રત્નકુક્ષી માતા પણ છે, કે જેણે વાણી દ્વારા યુદ્ધ મટાડી પુત્રનું આ પ્રમાણે કલ્યાણ કર્યું”. સુત્રતા સાધ્વીજી તેમના ચરણમાં પડ્યા, અને કહ્યું, હવે તમે અમારા વંદનીય બન્યા. જો કે તમે મારા પુત્ર છે, પણ શાસ્ત્રમાં સાધ્વી કરતાં સાધુનું પ્રધાન પદ છે. તમે અમારા પૂજનીય છે. ચંદ્રયશ મુનિએ કહ્યું, આપ ભલે મેાટા માના પણ વાસ્તવમાં તા આપ મારા ગુરૂણી છે. મારા પર આપના અનંત ઉપકાર છે. ચંદ્રયશની પત્નીએએ પશુ સુત્રતા સાધ્વીજી પાસે દીક્ષા ગ્રહણ કરી. ચંદ્રયશ મુનિ તા ત્યાંથી વિહાર કરી ગયા. સુદર્શનની પ્રજા પાકે પાકે રડી, રાજવી ચંચશ, રાજર્ષિ ચંદ્રયશ બનીને વગડાની વાટે ચાલી નીકળ્યા.