________________
શારદા રં
૬ઠ વ્યાખ્યાન નં-૬૫ ભાદરવા વદ ૧૧ બુધવાર
તા.૨૩–૯–૮૧ - જ્ઞાનીઓ ફરમાવે છે કે સંસારના પ્રવાહમાં વહેતા અગણિત જીવોએ ભૂતકાળમાં ભૂલો કરીને જે કર્મો બાંધ્યા છે. તે કર્મો ઉદયમાં આવતા તેમાં હાયવોય કરીને નવા કર્મોને બંધ કરે છે. કર્મો ઉદયમાં આવે ત્યારે જીવ પોતાના સ્વભાવને ભૂલી ઉદયમાં ઓતપ્રોત બની ફરી નવા સંસારનું સર્જન કરે છે. આ વિષચક્ર છે કર્મનું! તેનાથી કોણ બકાત રહી શકે ! એક સર્વજ્ઞવીતરાગ ભગવાન સિવાય કઈ બાકાત નથી. આ કર્મના ફરતાં ચક્રમાંથી છટકવાનો અને આત્માને પોતાના સ્વભાવનું સુખ આપવાને ઉપાય વીતરાગનું દર્શન બતાવે છે. જૈનદર્શનનું ગણિત સરળ છે. જેમાં કેઈ આંટીઘુંટી નથી, અને સર્વને સર્વમાન્ય બને તેવી વાત સ્પષ્ટ બતાવે છે. જે વ્યક્તિ કર્મ બાંધે તે ઉદયમાં આવે ત્યારે તેને ભોગવવા પડે. વેદના તેને સહન કરવી પડે. તે વેદનામાં જીવ પોતાના સ્વભાવને ભૂલીને આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરે તે ફરી નવાં કર્મ બાંધે અને ફરી કર્મચક્રમાં ફસાય, પણ જે તે ઉદય વખતે ઉદાસીન બની પોતાના જ્ઞાતા દશ ભાવને ટકાવે એટલે કે સાક્ષીભાવને વેદે તે નવા કર્મબંધથી અટકી જાય.
આવું અમૂલ્ય તત્ત્વજ્ઞાન આપણને મળી ગયું છે અને અમૃત રસના ઘુંટડા પીને તાકાતવાન થવાની કલા હસ્તગત થઈ છે. જેનું સંપૂર્ણ પાન કરીએ તો સર્વજ્ઞ બની શકાય. જેનું અંશતઃ (ડું) પાન કરીએ તે ય અમર બનાય. અને જેના એક બિંદુનું આસ્વાદન કરીએ તે ય બિહામણા એવા સંસારમાંથી સરકવાનું હેજે મન થાય, પણ જીવને જેટલું સમજાય છે, જેટલું જાણે છે તેટલું જીવનમાં આચરી શકતો નથી. મહાપુરૂષો આપણને એ સમજાવે છે કે હે આત્મા ! તું આ સંસારમાં વસ્યા છે. ૨૪ કલાક સંસારના, વેપાર ધંધાના આદિ વિચારો આવે છે, પણ એવા વિચાર આવે છે કે આવી અમૂલ્ય માનવ જિંદગી મેળવીને હું કેવા અનુષ્ઠાન કરું ? કેવી આરાધના કરું તે મારા ભવને અંત આવે !
वचनाद्यदनुष्ठानविरु द्वाद्यथोदितम् ।
मैत्र्यादिभाव, संयुक्त, तद्वम इति कीर्त्य ते ॥ હું આટલા વર્ષોથી પષધ, ઉપવાસ, આયંબીલ, સામાયિક આદિ ધર્માનુષ્ઠાને કરું છું, છતાં હજુ સુધી નથી વિચાર શુદ્ધિ થઈ કે નથી આચાર શુદ્ધિ થઈ. તે હવે હું શું કરું? શું હું અવિધિથી અનુષ્ઠાન કરું છું? ઘર્માનુષ્ઠાન જે પ્રકારે કરવા જોઈએ તે પ્રમાણે શું નથી કરતો ? આત્મામાં પ્રશમભાવ હજી કેમ પ્રગટતો નથી ? હું ક્યાં અટવાઈ ગયો છું? મારી જિંદગી અલ્પ છે. ખબર નથી કે આ જીવનદીપક કયારે બૂઝાઈ જશે? ખબર નથી કે મારો આત્મા પરલેકમાં ક્યાં જશે ? ફરીને પાછા ૮૪ લાખ જીવનિના ચક્કરમાં તે ચકરાવું નહિ પડે ને ?