SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ શારદા રન ધમધખતી ગરમીમાં ધ્યાન ધરીને ઉભા છે. તપથી કાયાને સૂકવી નાંખી છે. કેવા અવધૂત યેગી છે? તેમનો તો આ ભવમાં મેક્ષ થઈ જશે, ત્યાં મુનિએ ધ્યાન પાળ્યું. નારદજીને જોયા, મુનિ નારદજીને કહે છે, આપ ભગવાનને પૂછજો કે મારાથી મેક્ષ કેટલે દૂર છે? નારદજી તે પહોંચ્યા ભગવાનના દરબારમાં જઈને કહે છે, ભગવાન ! આજે હું મૃત્યુલેકમાં ગયો હતે ત્યાં મેં બે આત્માઓને જોયા. એક તે અવધૂત ભેગી હતા. શું તેમનું ધ્યાન! શું તેમને તપ! શું તેમની સાધના ! તે આપ કહે કે તે મહાત્માને મક્ષ કયારે થશે? બીજા એક ખેડૂતને જે. તે હજુ સંસારમાં છે તે તેને મોક્ષ કયારે થશે ? ભગવાને પાના ઉથલાવવા માંડ્યા. પછી કહ્યું, ખેડૂતને મેક્ષ વહેલે થશે. તે ભલે સંસારમાં રહ્યો છે પણ તેના જીવનમાં સંતોષ છે. સરળતા અને પ્રમાણિક્તા છે. એટલે એને ત્રીજા ભવે સ્વર્ગ માં વાસ થશે. ગીને મોક્ષ કયારે થશે તે જોવા માટે ભગવાને પાના ઉથલાવવા માંડ્યા. ચેપડા જોઈ લીધા પણ તેમનું કયાંય નામ ઠામ દેખાતું નથી. નારદજી કહે, તમારા દરબારમાં ન્યાય નથી. નારદજી! મેં બધા ચેપડા જોઈ લીધા. એ યેગી ધ્યાન કરે છે, તપ કરે છે, પણ તેમનામાં અભિમાન છે. અન્ય દર્શનીઓ પણ બતાવે છે કે ગમે તેટલી સાધના હોય પણ જે આત્મામાં માનને અંકુર પ્રગટહ્યો છે તો તેને ભગવાનના દરબારમાં સ્થાન મળતું નથી. આજના શાળા અને કોલેજના શિક્ષણે આપણી યુવાન પેઢીને અભિમાનની ભવ્ય ભેટ આપી છે, એમ કહીએ તે કહી શકાય. ભાગ્યે જ કોઈ એવા હશે કે જેને આ ભે ન મળી હોય! આજની શિક્ષણ પદ્ધતિમાં નમ્રતાને સ્થાન નથી. વિનયને દેશવટે અપાયે છે, સરળતાનું નામનિશાન રહ્યું નથી. શીલ સદાચારની ભાવનાનું તે દેવાળું નીકળ્યું છે. અભિમાની માણસ ત્યાગી, વિરાગી અને જ્ઞાનીજનોની અવગણના કરે છે. ભેંસને ભાગવત સંભળાવવું ને અભિમાનીને ઉપદેશ આપવો એ બરાબર છે. આજના યુગમાં નાના મોટા ગરીબ-શ્રીમંતમાં થોડું ઘણું અભિમાન તે જોવા મળશે. એક કુટુંબમાં માતા-પિતાને આઠ નવ વર્ષને દીકરો હતે. ખૂબ લાડકોડમાં ઉછેર્યો હતે. અતિ લાડ સારા નહિ. એ છોકરાની મા છે પજવે તો કયારેક તમાચો મારતી. એ છોકરે જ્યાં સુધી માને સામો તમાચો ન મારે ત્યાં સુધી તેને ચેન પડતું નહિ. એ છોકરાના મનમાં શું હતું? માએ મને માર્યું કેમ? આ અભિમાન નહિ તે બીજું શું? અભિમાનીને સાચી વાત કહે તે ગમતી નથી. તેને તે સ્વપ્રશંસા ગમે છે. ખુશામત ગમે છે. તેની વાતમાં હાજી હા કરે તે જ તેને ગમે છે. ક્ષત્રિયપણુનું અભિમાન : નમિરાજાને સાચી વાત સમજાણ કે ચંદ્રયશ મારે માટેભાઈ છે, પણ અભિમાન આડું આવ્યું. તેમણે કહી દીધું કે જે થવાનું હોય તે થાય, ભલે ભીષણ યુદ્ધ થાય પણ હું મારો હાથી લઈને જંપીશ. હું અહીંથી પાછે તે નહિ જ જાઉં. જો એ સામે આવીને હાથી મને આપી દે, તે મારે યુદ્ધ કરવું નથી. નહિ તે યુદ્ધ સિવાય બીજો માર્ગ નથી. અભિમાન જીવને સાચી વાત સમજવા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy