SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૬ શારદા જી જોઇએ, મેાક્ષમાં દુઃખના સમ્પૂર્ણ નાશ છે, એટલે જગતનુ કાઇ પણ દુઃખ મેાક્ષમાં બિરાજેલા આત્માને પીડા પાંચાડી શકતું નથી. સિદ્ધના જીવાને ખીજા કાઈ પણુ પદાર્થની આવશ્યક્તા ન હેાવાથી સર્વાંગે તૃપ્તિ છે, તેથી ત્યાં સંપૂર્ણ સુખ અને કયારેય ન તૂટે, ન ખૂટે એવી પરમ શાંતિ છે. જો કે આગમ તે મેક્ષમાં અનંત સુખ કહે છે, પણ જગતમાં તેની ઉપમા અપાય એવું કઈ દૃષ્ટાંત મળતું નથી, તેથી જીવને ખ્યાલ આવવા મુશ્કેલ છે, પણ શ્રદ્ધા તેા જરૂર રાખવી જોઈએ. આપણે પ્રભુ પાસે એટલી જ પ્ર.ના કરીએ કે હે ભગવાન! હવે તા હદ થઈ ગઈ. આ સૌંસારમાં બહુ રખડો, બહુ ભટકયા, હવે સસાર ઝેર જેવા કડવા લાગે અને મેાક્ષ સાકર જેવા મીઠા લાગે, એવું કંઈક કર, તા મારી ગાડી સાધનાના પાટે ચઢી જાય ને મેાક્ષમ`ઝિલ સર થઈ જાય. જેના જીવનમાં મેાક્ષ એ સાકર જેવા મીઠા લાગ્યા છે એવા સુવ્રતા સાધ્વીજી સ`ચમની સ્ટીમરમાં એસી ભવસાગરને પાર થવાના પ્રયત્ન કરી રહ્યા છે એવા સાધ્વીજી-ખીજા એક સાધ્વીઅને સાથે લઈને યુદ્ધ વિરામ કરાવવા સમરાંગણ ભૂમિમાં આવ્યા છે. તેમણે નમિરાજને જન્મ આપ્યા પછી આ પહેલીવાર જોયા છે. બાળપણ તા તેનું જોયું ન હતું. જન્મ આપીને માત્ર સુખ જોયુ હતું. ત્યાર પછી આજે તેને યુવાનીમાં જોયા. જોતાં લાગ્યું કે આ પુત્ર જાણે બીજો યુગમાહુ જ જોઇ લેા. નૅમરાજાને કહ્યુ હે રાજા ! જેની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છું, જેને તું શત્રુ માની રહ્યો છે એ બીજો કોઇ નહિ પણ તારા સગા ભાઇ છે, અને હું તમારી બંનેની માતા છું. સતીજી ! હું પદ્મરથ રાજા અને પુષ્પમાલાના એકના એક દીકરો છું. એ મારા માતા પિતા છે. મારે બીજે ભાઈ છે જ નહિ, તા હું કેવી રીતે માનું કે આ મારા માટે ભાઈ છે. રાજન ! એ તારા પાલક માતા પિતા છે. સાંભળ, ચદ્રયશ એ તારા ભાઇ કેવી રીતે છે ? હુ માતા છું તેની સાબિતીઃ-તારા પિતાજીના મૃત્યુ પછી મારું શીલ સાચવવા હું જ ગલમાં ચાલી નીકળી. ત્યાં જંગલમાં તારા જન્મ થયા. ત્યાંથી તને તારા પાલક માતા પિતા લઈ આવ્યા છે. તમે મને મૂકીને કયાં જતા રહ્યા હતા ? પુત્રને છેાડી જનાર માતા યાહીન અને કૃતઘ્ન ન કહેવાય ? આમાં તમારા ધર્મ કયાં રહ્યો? રાજન, હું દયાહીન નથી. તને જન્મ આપીને મારા સાડલા ફાડી તેની ઓળી બનાવી ઝાડની ડાળે ખાંધી તને સૂવાડવો ને પછી શરીર શુદ્ધિ માટે હું સરોવરમાં ગઈ. સ્નાન કરીને બહાર નીકળતી હતી ત્યાં એક મેાટા હાથી મારી પાછળ પડચો. તેણે મને સુંઢમાં પકડી, ઉંચે ઉછાળી ને એક વિદ્યાધરે મને ઝીલી લીધી. વિદ્યાધરના પંજામાંથી છૂટવું કેવી રીતે ? પૂછતાં ખબર પડી કે તે ન ંદીશ્વર દ્વીપે મનઃપવજ્ઞાની મુનિના દર્શન કરવા જાય છે, તેથી મારા મનમાં થયું કે જો હું ત્યાં સાથે જાઉં તે મુનિના દર્શન થાય. અને તેમના ઉપદેશથી વિદ્યાધરની મતિ સુધરી જશે ને મારું શીલ સચવાઈ જશે, એ ઉદ્દેશથી ત્યાં ગઈ. ત્યાં મુનિના ઉપદેશ સાંભળતા વૈરાગ્ય આવ્યા, પણ એક વાર તારુ સુખ જોવાની હુ ઈચ્છા હતી, પણ પછી મનમાં થયું કે હું જો ત્યાં જઈશ તે તેના
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy