________________
શૈલીમાં વર્ણવામાં આવેલ છે. કર્મની ભેખડે તેડવા, આત્માની સાચી પીછાણ કરવા કે પ્રચંડ પુરુષાર્થ કરવો જોઈએ અને તે પણ મનુષ્યભવમાં થઈ શકે છે તેની સચોટ પ્રતીતિ “શારદા રત્ન” માં જોવા જાણવા મળશે. પૂ શ્રીના વ્યાખ્યાને ખૂબ રસપ્રદ, બોધદાયક અને વૈરાગ્ય સભર ભાવથી ભરેલા હોય છે.
ચાતુર્માસ દરમ્યાન જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન, શિયળ, ભાવ ઉપરના મનનીય, ચિંતનીય, પ્રભાવશાળી વ્યાખ્યાનથી પ્રેરાઈને શ્રી સંધમાં તપ, ત્યાગ, ધાર્મિક અનુષ્ઠાને તથા દાનના પૂર ઉમટયા. શ્રી સંધના ભાઈ બહેને એ ઘણી મોટી સંખ્યામાં તપશ્ચર્યા કરી શ્રી સંઘના નામને રેશન કર્યું છે. આ ચાતુર્માસ અમારા શ્રી સંઘના ઇતિહાસમાં હંમેશને માટે યાદગાર અને યશસ્વી બની રહેશે. શ્રી સંઘે તપસ્વી અને ભવ્ય વરઘડે કાર્યો હતો અને સારું બહુમાન પણ કર્યું હતું. પૂ. શ્રીના દર્શનાર્થે બહારગામના સંઘોના ભાવિક ભાઈ બહેને ઘણું મોટી સંખ્યામાં પધાર્યા હતા. પૂ. શ્રીના દર્શનને તથા વ્યાખ્યાન વાને સુંદર લાભ લીધો હતો.
આવા સુંદર યાદગાર ચાતુર્માસની વિનંતીને માન્ય રાખવા માટે અમારે શ્રી સંધ પૂ. શ્રી સરળ સ્વભાવી કાંતિઋષિજી મહારાજ સાહેબને તથા ખંભાત શ્રી સંઘને તથા બા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીને ખૂબ આભાર માને છે. શ્રી સંઘે પૂ. શ્રીના વ્યાખ્યાને “શારદા રત્ન’ પ્રસિદ્ધ થવાની જાહેરાત કરતાની સાથે ભાવિક ભાઈ બહેનોએ શ્રી સંધના નિર્ણયને ખૂબ ઉત્સાહભેર આવકારી નાની મોટી રકમથી સુંદર આર્થિક સહગ આપે તે બદલ અમે તે સૌને હાર્દિક આભાર માનીએ છીએ અને તે સૌની તન-મન-ધનની અર્પણતાથી આ પુસ્તકની કિંમત પડતર કરતા ચોથા ભાગની રાખવામાં આવેલ છે. શ્રી સંઘે પુસ્તક નોંધવાનું કાર્ય શરૂ કરતાની સાથે તમામ પ્રતે લખાઈ ગઈ. એ પૂ. શ્રીના વ્યાખ્યાનેની જોકપ્રિયતા તથા આવા ઉચ્ચ સંસ્કાર પતા વાંચન પ્રત્યેની સમાજની અભિરૂચિ દર્શાવે છે. વ્યાખ્યાનના સંપાદન કાર્યમાં પ્રચંડ પુરુષાર્થ કરનાર આત્માના સંગીતની વીણા વગાડતા ૫ બા. બ્ર. સંગીતાબાઈ મહાસતીજીને તથા આત્માની સાધનામાં મસ્તી માણતા પૂ. બા. બ્ર. સાધનાબાઈ મહાસતીજીને કે જેમણે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનો શબ્દશઃ લખવામાં જે જહેમત ઉઠાવી છે તે માટે તેમને તથા શરદમંડળનો શ્રી સંઘ ખૂબ ખૂબ આભાર માને છે. ( શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘે પચ્ચીસ વર્ષના ગાળામાં સારી પ્રવૃત્તિઓ અને પ્રગતિ કરી છે. શ્રી સંઘે શહેરની મધ્યમાં વિશાળ ભવ્ય વાડી, ઉપાશ્રય બનાવ્યો છે. શ્રી વિનોદચંદ્ર વિરાણી કાયમી આયંબીલ ગ્રહ, પૌષધશાળા, સિદ્ધાંતશાળા, જૈનશાળા, શીવણવર્ગ, પૂ. શ્રી ગુલાબવીર પુસ્તકાલય તથા શ્રી કાંતીલાલ જીવણલાલ તથા રતીલાલ જીવણલાલ કાયમી અનાજ રાહતખાતું તથા શ્રી કિશોરચંદ ન્યાલચંદ દેશી જૈન તબીબી રાહતખાતું સૌના સાથ અને સહકારથી સુંદર રીતે ચાલે છે. ' ચાતુર્માસ દરમ્યાન બહારગામથી દર્શનાર્થે પધારતા આત્માથી ભાઈ બહેનોની સાધર્મિક ભક્તિ તન-મન-ધનથી કરવા બદલ શ્રી મહાસુખભાઈ ભાઈલાલભાઈ સખીદાસ તથા તેમના કુટુંબીજનેને આભાર. આ પુસ્તક તૈયાર કરવા માં સાથ અને સહકાર આપનાર નારણપુરા સ્થા. જૈન સંઘના મંત્રી, શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘના કારોબારી કમિટીના સભ્ય તથા અમદાવાદ સમસ્ત સ્થા, જેન સમાજના અગ્રગણ્ય સેવાભાવી કાર્યકર શ્રી જયંતિલાલ ચંદુલાલ સંઘવીનો આ તકે ખૂબ આભાર માનીએ છીએ આ પુસ્તકના પ્રુફ તપાસવાનું કાર્ય સ્થા. જૈન પેપરના ઉત્સાહી તંત્રી શ્રી જીવણલાલ છે. સંઘવીએ તથા વાંચનના કાર્યમાં તેમને સહકાર આપનાર કુ. પ્રવીણાબેન સી. શાહે ખૂબ ઉત્સાહથી કર્યું છે, તે માટે તેમને આભાર. નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી જયંતીલાલ મણીલાલ છગનલાલે આ પુસ્તક સમયસર સુંદર રીતે છાપી આપ્યું તે માટે આભાર.