SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૨ શારદ્ધા રન ચરણમાં નમી પડ્યો. તપ રૂપી આષધનું રહસ્ય જ્ઞાન જાણવાથી તેને ખૂબ હર્ષ થયો. ગુરૂદેવની મંગલ વાણી જીવનના છેલ્લા શ્વાસ સુધી વેદના કાનમાં ગુંજતી રહી. કહેવાને આશય એ છે કે તપ દ્વારા શરીરના રોગ હોય તે પણ ચાલ્યા જાય છે. આ ત૫સંજીવનીથી અનંત અનંત આત્માઓ મુક્તિને પામ્યા છે. વર્તમાનકાળમાં મહાવિદેહની અપેક્ષાએ પામે છે ને ભવિષ્યકાળમાં પામશે. યુદ્ધભૂમિમાં પણ વિક–જેમણે તપ સાધનામાં પિતાનું જીવન ઝુકાવ્યું છે એવા સુત્રતા સાધ્વીજી યુદ્ધવિરામ કરાવવા માટે પિતાને પૂ. ગુરૂણીની આજ્ઞા લઈને યુદ્ધભૂમિમાં આવ્યા. નમિરાજાએ તેમની સામે જઈ વંદન કર્યા અને કહ્યું–પધારો પધારો ! પહેલાના રાજા મહારાજા અને ચક્રવતી જેવા પણ સંત સાધુને ભારે વિનય કરતા, આદરમાન આપતા અને સ્વાગત કરતા. તેઓ સમજતા હતા કે અમે ભેગી ભેગના ગુલામ અને આ ત્યાગી, ભેગના વિજેતા ! હજાર લડાઈ જીતવી સહેલી પણ ભાગ લંપટતા જીતવી દુષ્કર ! માટે એ મહાવીર ! એમને તે ચરણે જ પડાય. એમના તો સેવક બની રહેવું જોઈએ. કયાં છે આજે આ? મેટા પ્રધાનોમાં નહિ પણ સામાન્ય પાંચ કુકાની પુણ્યાઈ મળી ત્યાંય પણ નથી. કેવો વિષમ અને વિનાશક કાળ! તેમજ એ રાજાએ સમજતા હતા કે અમારા કાયદા, કેર્ટ અને પોલિસોથી જનતામાં જે ચેરી, લૂંટફાટ અસત્ય કે અનીતિ નથી અટકી શક્તા એ સાધુ સંતના પવિત્ર જીવન અને ધર્મોપદેશથી અટકે છે. દુરાચાર કે જે દેશનું સત્યાનાશ કાઢે છે, એ અમારાથી નથી અટક્ત, એ આ વિભૂતિઓથી અટકે છે. ચોરને શાહુકાર બનાવનાર, ગુંડાને સદગૃહસ્થ બનાવનાર, ખૂનીને મુનિ બનાવનાર, પાપીને ધર્માત્મા બનાવનાર, આ સંતે છે, અમે નહિ. આવા સંતે તે અમારા રાજ્યના ને સમસ્ત વિશ્વના અલંકાર છે. તેમજ અમે તે પ્રજનું ચર– ડાકુથી રક્ષણ કરીએ અને બાહ્ય થેડી સગવડ કરી આપીએ એટલું જ, ત્યારે સંતે તે પ્રજાને મહાકલ્યાણકારી ધર્મ આપે છે. જગતપિતા પ્રભુના ભક્ત બનાવે છે. દયા દાનના ઉપાસક બનાવે છે. પરોપકારના સુકૃત કરાવે છે. જગતને ત્યાગ, વૈરાગ્ય, સંતેષ સદાચાર સંપ, સહાનુભૂતિ શીખવાડે છે. જગતમાંથી અજ્ઞાનના અંધારા દૂર કરે છે. કેવા એમના ભવ્ય ઉપકાર ! અને ક્યાં અમારી કૂપમંડૂક સ્થિતિ! આ રીતે રાજાએ સાધુ સંતોના આવા સાચા ઉચ્ચ મૂલ્યાંકન કરતા, એમનું ગૌરવ વધારતા ને મહાન સ્વાગત સત્કાર કરતા. નમિરાજાએ સુત્રતા સાધ્વીજીની બીજી કોઈ ઓળખાણ વગર એક માત્ર સંત છે એમ માની એમને સત્કાર કર્યો, પછી ઉંચા આસને બેસાડયા પછી વિનય સહિત પૂછે છે. અજ્ઞાનના અંધારાનું ઓપરેશન –અહે હે સાથીજી! આપને ક્યા કારણસર અહીં પધારવાનું બન્યું છે? જ્યાં એક બીજાના લેહી ઉછળી રહ્યા હોય તે ખૂનખાર જંગ મચાવાના હોય એવી સમરાંગણ ભૂમિમાં આપને આવવું કાપે નહિ છતાં આપ પધાર્યા છો, તે કયા કારણસર પધાર્યા છે? સતીજીએ કહ્યું, તને મેહને નશે ચઢયો છે. અજ્ઞાનને અંધાપે આવ્યો છે, તેનું ઓપરેશન કરવા આવી છું. યુદ્ધના
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy