SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ પટર "શારદા રત્ન કાઢજે. જ્યારે હું તમારી આવી વીરતાના સમાચાર સાંભળીશ ત્યારે મને આનંદ થશે. લડાઈનું મેદાન હોય, ખૂનખાર જંગ મચાવાના હેય તે સ્થિતિમાં આવી ભાવના થવી એ જેવી તેવી વાત નથી. નમિરાજ સંસારમાં હોવા છતાં નમિરાજર્ષિ કેમ કહેવાયા તે તેમની ભાવનાના પડઘા અત્યારથી પડી રહ્યા છે. જ્ઞાનબળથી અંતરનો પોકાર–સુત્રતા સાધ્વીજીને પોતાના જ્ઞાન અને ધ્યાનના બળે યુદ્ધની જાણ થઈ. સુત્રતા સાધવી એટલે સતી મયણરેહા ચારિત્ર લઈને સુંદર રીતે પાળી રહ્યા છે, સાથે છે બાહ્ય, આત્યંતર તપની જોરદાર આરાધના. આ સુત્રતા સાધ્વીજીએ યુદ્ધની બધી માહિતી મેળવી લીધી. તેમના મુખમાંથી એક નિસાસે પડી ગયા. હાય! શું ભાઈ ભાઈ લડી મરશે? શું મારી ફરજ નથી કે યુદ્ધભૂમિમાં જઈને “યુદ્ધવિરામ” નો સાદ પાડું. આ સુત્રતા સાવજી જાણતા હતા કે બંને સગા ભાઈ છે. પોતાના સંતાને આમ સામસામા સંગ્રામ ખેલવા મેદાનમાં ઉતરે એ એક માતૃહૃદય કેમ સાંખી શકે? એમની આંખમાં આંસુ આવ્યા. એમના હૈયામાં એક કરૂણુ સંવેદન જાગી ઉઠયું. એ હૈયું જાણે પિતાને કહેતું હતું “મા તરીકેની તારી ફરજ તારે ન ભૂલવી જોઈએ.” તને તારા માતૃપદ ઉપર વિશ્વાસ હોય તે યુદ્ધભૂમિમાં જઈને “યુદ્ધવિરામ”ની હાકલ કરતા 'અચકાવું ન જોઈએ. છે અને મનમાં નિર્ણય કરી તે પિતાના ગુરૂણી પાસે ગયા જઈને વંદન નમસ્કાર કરીને કહ્યું, અહો, હે મારા ઉપકારી ગુરૂણીદેવ! હું આપની પાસે કંઈક લેવા આવી છું. કેટલી નમ્રતા ! કેટલે વિનય! વિનમ્રતામાંથી વિનયનું સૌંદર્ય પ્રગટે છે. સુવિનીત બનેલો આત્મા ગુરૂદેવની કૃપાનું પાત્ર બને છે. વિનયને ભાવ સ્વયંભૂ પ્રગટે છે. વિનય એ અવનો જાદુ છે. દુનિયાના કોઈ મોટા જાદુગર આવો ચમત્કાર સર્જી શકતા નથી, કે જે શત્રુને પણ મિત્ર બનાવે, વરીને વહાલા બનાવે. ઉજજડ-વેરાન બની ગયેલી જિંદગીને નવપલ્લવિત કરનાર વિનય છે. તૂટી ગયેલા સંબંધોને સાંધનાર વિનય છે, માટે જીવનમાં વિનયની ખૂબ જરૂર છે. પાણી વિનાની સરિતા શોભતી નથી, સરિતામાં પાણી ન હોય તો હંસે ત્યાં કીડા કરવા આવે નહિ તો એવી ઉજજડ વેરાન નદીની શોભા શી ? તેમ જીવન સરિતામાં વિનયના શાંત શીતળ પાણે ખળખળ વહેતા હોય, એમાં બાલ, તરૂણ, યુવાન, વૃદ્ધ બધા નિર્ભય બનીને હસતા ખીલતા હય, થાકેલા પથિકે એ સરિતાના કાંઠે વિસામો લઈ બે બેબે એનું શીતળ જળ પીતા હોય, તમારી જીવન સરિતાની કીર્તિ પ્રશંસા સાંભળીને હજારો લોકે એના ઘાટે આવતા હોય અને હર્ષિત થઈને પાછા વળતા હોય તો સમજવું કે જીવન સરિતા શોભા અને સૌદર્યથી અલંકૃત છે. | ગમે તેટલા સિદ્ધાંતોનું જ્ઞાન મેળવ્યું હોય પણ જે જીવનમાં વિનય નથી તે તે જ્ઞાની નથી. ભણેલા હોવા છતાં અભણ છે. શાસ્ત્રજ્ઞાન મેળવવા માટે વિનીત બનવું પડશે. જ્યારે આત્મામાં વિનય ગુણ આવશે ત્યારે પોતે ગુરૂની સેવામાં પ્રવૃત્ત થશે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy