SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન પ૬૭ તારા બંને પુત્રો કયાં છે ? જલ્દી બહાર કાઢો. આ સાંભળતા સાગરદત્ત અને તારામતી પર તે જાણે વીજળી તૂટી પડી ! શેઠ તે બેભાન થઈને પડી ગયા. શેઠાણ પણું ભાન ગૂમાવી બેઠા. જરા વારે ભાન આવ્યું. હૈયાફાટ રડે છે. આ અણધારી આફત કંયાંથી અરે પ્રભુ! રે...કર્મ...કર્મ. - રાજદૂતને પડકાર : જે...જય.ધર્મકર્મને માનનારો ધૂર્ત ! અમારા બંને કુમારોની અવદશા ઇચ્છનાર! બંનેને મારી નાંખવા તૈયાર થયેલ તારી તંત્ર દશાને બરાબર ઈલે, જેથી જિંદગીમાં બીજીવાર આવી ચાલબાજી કરવી ભૂલી જાય. આવા અન્યાયી અને દગારોને તે ઉગતા જ દબાવવા જોઈએ. ચાલબાજી માટે તારી નજરમાં રાજકુંવરો આવ્યા. બીજું કઈ ન દેખાયું, તે ઍપ તારા પુત્રોને ! કયાં છે એ બંને તારા લાડીલા! બંને કુમારને બહાર લાવ્યા. વાત જાણતા બંને ધ્રુજવા લાગ્યા. અમને ક્યાં લઈ જશે ? શું કરશે? મા-બાપ રડે છે તે કહે, અમને લઈ જાવ. આ ફૂલ જેવા નિર્દોષ બાળકને ન લઈ જાવ. અમને ફાંસીએ ચઢાવો પણ તેમને બચાવો. અમારે શો વાંક ગુનો! એ અમને ખબર નથી પણ તમે રાજાને દગો દીધો છે, માટે બાળકને ફાંસીએ ચઢાવવાને હુકમ થયે છે. અરેરે...કર્મરાજા! શું તારા ખેલ છે ! હું તે રાજાને સારા માટે લાડવા આપવા ગયા હતા, પણ સારું બેટામાં પરિણમ્યું. સવળું અવળું ; પડી ગયું. બિચારા નિર્દોષ બાળકોને વાંક, ગુને નથી, છતાં ફાંસી! મા બાપ બંને રડે છે. બાળકો હિંમતથી ઉભા છે. આ ઘોડેસ્વારે કુમારને લઈ જશે, ત્યાં શું અઘટિત બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૧ ભાદરવા વદ ૬ શનિવાર તા. ૧૯-૯-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની મહાપુરૂષ ફરમાવે છે કે આંખના પલકારાની જેમ પરિવર્તન પામતું આ પરિવર્તનશીલ જગત જેમાં એક સરખા ભાવ કદી રહેતા નથી. એક સરખા પરિણામ આપનારા પદાર્થો પણ રહેતા નથી. વિવિધતા જેમાં છે તેનું નામ વિશ્વ. કદી કઈ જગ્યાએ દુઃખનો સાગર છલકાય તે કઈ જગ્યાએ માનેલો સુખને સિંધુ લહેરાય, કઈ જગ્યાએ હર્ષના હિલોળા તે વળી કઈ જગ્યાએ શોકની ઘેરી છાયા, કયાંક ભરતી તે ક્યાંક ઓટ ! આવા અજબગજબની દ્વન્દોથી ભરેલું જગત! તો પછી આ દુનિયામાં શરણ કેવું? કેના શરણે જવું ? આજે જેને શરણ માન્યું તે કાલે અશરણ બનવાના આજે જેને તારનારા માન્યા તે કાલે ડૂબાડી દેનારા બનશે, કારણ કે સ્વાથી આ જગત અને સંબંધો પણ સ્વાથી!' હાથ ઝાલીને તને ઉપર ચડાવનારા ક્યારે નીચે પછાડી દેશે તેની કોને ખબર છે! આ સનાતન સત્યને કોઈ નકારી શકે તેમ નથી. કારણ કે અંતે બધું છોડીને જવાનું. બધું અહીં પડયું રહેશે ને પોતે ખલાસ ! છે ?"
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy