SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ શિારદા રત્ન ધિક્કાર છે આ રાજાને ! આટલી બધી રાણીઓ હોવા છતાં એક રૂપના પૂતળામાં પાગલ બન્યા ! અંતરમાં પશ્ચાતાપ કરતા નેકર રાજાએ બતાવેલા સ્થાને ગયો. જઈને રાજાએ કહેલી વાત સંભળાવી. રૂપવંતી સમજી ગઈ કે આ ભગી ભ્રમર મારા રૂપમાં અંજાય છે. એ કઈ પણ રીતે મને મેળવવા માંગે છે. તે સ્ત્રીએ કહ્યું ભલે, રાજાને કહેજે કે હું રાત્રે ખુશીથી તેમના મહેલમાં આવીશ. સ્ત્રીની વાત સાંભળીને સેવક તો આશ્ચર્ય પામી ગયે. અરે . જે ઢાલ જ તલવારનું કામ કરશે તે પછી બચાવશે કેણુ? શીલ સાચવવાની યુક્તિ -આ રૂપવંતીની વાત સાંભળીને તમને કદાચ એમ થાય કે તેણે રાજાના મહેલે જવાની હા પાડી તેથી એ સ્ત્રી શું દુષ્ટા હશે ! આપ ધીરજથી સાંભળો. હમણાં ઉતાવળા થઈ એના માટે ખરાબ વિચાર કરી તમે પાપ ન બાંધશે. આ તે સતીની શીલ સાચવવાની યુક્તિ છે. સેવકે આવીને રાજાને વાત કરી એટલે રાજાના આનંદને તે પાર ન રહ્યો. એણે પોતાના મહેલને ખૂબ શણગાર્યો. રાત પડતાં રાજા કાગડોળે એ સુંદરીની રાહ જોવા લાગ્યો. આપેલા સમય પ્રમાણે એ સૌન્દર્યમૂર્તિએ રૂમઝૂમ ઝાંઝરના ઝણકાર સાથે મહેલમાં પગ મૂક્યો. એના ઝાંઝરના ઝણકારે રાજાનું મન નાચી ઉઠયું. એણે જોયું તે પિતાના હૈયામાં વસેલી સુંદરી જ તેમની સામે ઉભી હતી. એને ભેટવા માટે રાજાએ પોતાના બે હાથ લંબાવ્યા. એટલે સંદરીએ નીડરતાથી કહ્યું મહારાજા ! આપ ધીરજ રાખો. એકદમ ઉતાવળ ન થાવ. હું આપને એક પ્રશ્ન પૂછું તેને જવાબ આપે. રાજા કહે ભલે, જે પ્રશ્ન પૂછવો હોય તે જલ્દી પૂછી લે. રૂપસુંદરીએ મીઠી મધુરી ભાષામાં કહ્યું, મહારાજા ! કમળ જે કાદવથી ખરડાશે તો બીજા ફૂલ કેવી રીતે પવિત્ર રહી શકશે? કમળ હવે કાદવથી નહિ ખરડાય –બંધુઓ ! આ રાજા ભાન ભૂલ્યા હતા પણ પોતે હતા તે પવિત્ર. તેમના જીવનમાં પવિત્રતાની પરિમલ પ્રસરી રહી હતી. તે ખૂબ વિચક્ષણ, પ્રજ્ઞાવંત હતા. સુંદરીને પ્રશ્ન સાંભળીને સમજી ગયા કે આ સ્ત્રી શું કહેવા માંગે છે? તેમને એક ટકર બસ હતી. આ તે તેજીવંત ઘોડા હતા. તેમને ચાબુક મારવાની ન હોય, માત્ર બતાવવાની હોય. રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. હું કયાં ભાન ભૂલ્યો ! રક્ષક જ ભક્ષક બન્યો ! વાડ ચીભડા ગળે તે બીજાને શું કહેવું? રાજા વિચાર કરવા લાગ્યા. એહ! આ કમળ તે હું જ! કામવાસનાના કાદવથી હું કાળો બનીશ તે મારું કમળ સમાન શીલવ્રત ખંડિત થશે. કમળ કાદવમાં જમે છે પણ એ કાદવમાં ન લેપાતા તેમાંથી ઉગરી જઈને ઉપર આવે છે. તેમ કાદવ વચ્ચે રહેવા છતાં નિર્મળ રહેવું એમાં જીવનની ધન્યતા છે. સુંદરીને આ પ્રશ્ન ચારિત્રના પ્રાંગણમાં ભૂલેલા રાજા ઠેકાણે આવી ગયા. તેમને પોતાની ભૂલનું ભાન થઈ ગયું, પછી ખૂબ ગંભીરતાથી વિચાર કરીને કહ્યું બહેન ! આ કમળ હવે કાદવથી નહિ ખરડાય. તું મારી શાન ઠેકાણે લાવી છું. અને એક રાજા તરીકેની નહિ પણ એક સામાન્ય માનવ તરીકેની મારી ફરજ તે મને યાદ કરાવી છે. તે બદલ હું તારે જેટલે ઉપકાર
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy