________________
પપરે
શોરો રત્ન
નિમિત્તથી જે સુખ મળે તે સયાગિક સુખ છે અને સ્વ-પરના વિવેક વડે પરભાવને રૉકી આત્મસ્વરૂપની રમણુતામાં મસ્ત બની રહેવું તે આત્માનુ સ્વાભાવિક સુખ છે. શરીર, ઘરબાર, કુટુ'બ, લક્ષ્મી, ઇન્દ્રિય સુખ અને તેને અનુકૂળ વિષયેાની પ્રાપ્તિ, યશ, માન, પ્રતિષ્ઠા વગેરે દેખાતું બાહ્ય સુખ તે સંચાગિક સુખ કહેવાય, જે વસ્તુના સચાગ છે તે વસ્તુના વિયેાગ અવશ્ય હોવાથી તે સચાગિક સુખ સ્વાધીન નથી પણ પરાધીન છે. માંગીને લાવેલી વસ્તુ જેવું છે. તે આત્માની પેાતાની ચીજ નથી. કંચન, કામિની, કુટુંબ અને કાયા એ સ સયાગિક એટલે માંગેલી ચીજ જેવા છે. પૂર્વીકૃત કઈક પુણ્યના યેાગે તે સર્વ ખાદ્ય વસ્તુઓના સચાગ થાય છે પતુ તે સૉંચાગ કાયમ ટકી રહેનાર નથી. પુણ્ય ખલાસ થઈ જાય એટલે તે સર્વ સયાગાના વિયેાગ આપો આપ થઈ જાય છે. પછી તે સચાગેાને ક્ષણમાત્ર ટકાવી રાખવાની વિશ્વના કોઈપણ જીવની શકિત નથી. અજ્ઞાની માણસ પાતાની હેાંશિયારીથી કે શૂરવીરતાથી આવી મળેલી વસ્તુનું અભિમાન ભલે રાખે પણ તે દીર્ઘદૃષ્ટિથી વિચારશે તે તેને સમજાશે કે હોંશિયારી અને શૂરવીરતામાં લેશ માત્ર ઘટાડો ન થાય છતાં પુણ્ય ખલાસ થાય એટલે તે સયોગાને કોઈ કાયમી ટકાવી શક્યું નથી.
કયારેક અમુક ટાઈમ ટકી રહેનારી આન་દજનક લાગતી વસ્તુ આપત્તિના સમયમાં સંતાપતક લાગે છે. મનુષ્ય જ્યારે નિરાગી હોય, ભૂખથી પીડાતા ન હોય ત્યારે તેને સારના સુખ ગમે છે, પણ કોઈ અતિપ્રિય વસ્તુના વિયેાગે શાકગ્રસ્ત હૈાય અથવા પેટમાં જ્યારે અસહ્ય ભૂખ લાગી હોય ત્યારે તે સુખ તેને ગમતા નથી. ક્ષણમાત્ર શાંતિ આપનાર બાહ્ય સામગ્રીના સયેાગમાં તે સામગ્રીના રક્ષણ માટેનેા અને છેવટે વિયેાગના ભય તા સદાને માટે રહે છે, તેથી તેની પ્રાપ્તિનું સુખ તે ભયની ચિંતામાં ગૌણ ખની જાય છે. આવી રીતે અનુકૂળ માની લીધેલી વસ્તુ કયારેક પ્રતિકૂળ લાગે. અને અનુકૂળતાના ટાઈમમાં પણ તેના વિયેગના ભય જીવને સતત પીડયા કરે છે. તેવી વસ્તુને સુખદાયી માનવી તેમાં શું જીવની અજ્ઞાનતા નથી ? પહેલું દુઃખ ભાગવવા કરતાં સુખ પામીને પછી ભાગવવાનું દુઃખ મુશ્કેલ લાગે છે. એ તેા સૌને અનુભવ સિદ્ધ વાત છે,
જે સુખની પ્રાપ્તિમાં પહેલું કે પછી પણ દુઃખ હોય તેને સુખ માની શકાય નહિ. જેથી પુણ્યજનક સુખ સામગ્રી કે પાપજન્ય દુ:ખ સામગ્રી એ બંને ખરી રીતે તા સુખ કહેવાય નહિ, માટે ઇન્દ્રિયજન્ય સુખ કે દુઃખમાં કઈ ભિન્નતા નથી, કારણ કે સુખ ભાગવતા દુઃખ આવી પડે છે. અથવા સુખના કારણે ઇન્દ્રિયાના અનુકૂળ વિષયે ભાગવતાં પાછું દુઃખરૂપ કર્મ બંધાતું હાવાથી જ્ઞાનીઓએ તા સુખદુઃખમાં ભેદ ગણ્યા નથી. સમભાવ સ્વરૂપ આત્માનું સ્વાભાવિક સુખ એ વાસ્તવિક સુખ છે.
જેને આત્માનું સ્વાભાવિક સુખ પ્રાપ્ત કરવાની લગની લાગી છે એવી સતી મયરેહા તા સંયમ લઈને આત્માની મસ્તીમાં ઝૂલી રહ્યા છે. આ બાજુ નિમરાજા અને ચદ્રયશ ખૂબ ન્યાય, નીતિથી રાજ્ય ચલાવી રહ્યા છે. તેમના ગુણ્ણાની ગુણગાથા બધે