________________
૫૪૬
શારદા ૨ત્ન ખાતર, સ્વલ્પ આનંદ માટે કેટકેટલા નિર્દોષ જીવોની હિંસા થઈ જાય છે!
જે કાયા એક દિવસ રાખને ઢગલે થઈ જવાની છે. માટીમાં માટી મળી જવાની છે. જે કાયાની કોટડીને અહીં મૂકીને રવાના થવાનું છે. જે ભાડાની કેટલી કરતાં ય ભૂંડી છે તેને માટે અભક્ષ્ય આહાર-પીણું પ્રેમથી આરોગે છે. જ્ઞાની કહે છે તે સમજ. આ કાયા એટલે જીવતી ગટર...એના માટે આંખ મીંચીને પાપ કરવા તૈયાર થાય છે. પાપ કરતાં પાછું વાળીને જોતે નથી. સ્વાદમાં લાલુપ બની જ્ઞાની ભગવંતની વાતોની ઠેકડી ઉડાવે છે ને બોલે છે, ક્યાં છે બટાટામાં જીવ! એમ કહી તું ચીકણું કર્મ ઉપાર્જન કરે છે. માટે વાસના પર વિજય મેળવ. ઈન્દ્રિયો પર કાબૂ રાખ, નહિતર એ પાપના પરિણામે કટુ ફળો તારે ભોગવવા પડશે. - વાસના પર વિજય મેળવવા માટે અને ઇન્દ્રિય પર કાબૂ રાખવા માટે જીવનમાં તપની જરૂર છે. આજને મહાન મંગલકારી દિવસ આપણને તપને સંદેશો આપે છે. તપ કેણ કરી શકે? જેણે દેહ પ્રત્યેને રાગ અને મૂચ્છ ઘટાડી હેય તે. આપણે બેલીએ છીએ ને–
દેહ છતાં જેની દશા, વતે દેહાતીત
તે જ્ઞાનીના ચરણમાં, વંદન હૈ અગણિત. જ આપણે વંદન કોને કરીએ છીએ? કઈ વેશ ધારીને, સત્તાધારીને કે મોટા શ્રીમંતને વંદન નથી કરતા પણ જેને દેહ અને આત્માનું ભેદજ્ઞાન થઈ ગયું છે, દેહમાં રહેવા છતાં વિદેહી દશા કેળવી છે. જનકરાજા સંસારમાં રહેવા છતાં બધા તેમને જનક વિદેહી કહેતા હતા, શા માટે? જડ ચેતનનું ભેદજ્ઞાન થઈ ગયું છે. દેહમાં રહેવા છતાં દેહ પ્રત્યે મમત્વ નથી, રાગ નથી, તેથી તેમને જનકવિદેહી કહેતા હતા. શરીર છે ત્યાં 'બધી ઉપાધિ છે. સિદ્ધ ભગવંતને શરીર નથી તે કઈ ઉપાધિ નથી, માટે અશરીરી બનવા માટે આ જન્મમાં તાલીમ લેવાની છે. ૩૨ સિદ્ધાંતમાં એક અંતગડ સૂત્ર છે. અંતગડ એટલે જેઓએ આયુષ્યના અંતિમ સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મદેશના આપ્યા વિના મુક્તિ પ્રાપ્ત કરી છે એવા મહાપુરૂષોના જીવનનું વર્ણન જે સૂત્રમાં આવે છે તેનું નામ અંતગડ સૂત્ર છે. એ આગમ સમજાવે છે કે દેહ હોવા છતાં જેની દશા દેહાતીત હતી એવા ગજસુકુમાલની વાત તેમાં આવે છે.
માતાની ચિંતા દૂર કરતાં કૃષ્ણજી : ગજસુકુમાલ એક રાજકુમાર હતા. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ લાડીલ બંધ હતે. એટલું જ નહિ પણ દેવની પાસે માંગીને લીધેલો પુત્ર હતું. બન્યું છે એવું કે કૃષ્ણ દેવકી માતાને વંદન કરવા મહેલે ગયા ત્યારે માતા રડતી હતી. કૃષ્ણજી પૂછે છે હે મારી વહાલી માતા ! આજે તારી આંખમાં આંસુ કેમ છે? તું ચિંતાતુર કેમ છે? બેટા ! કંઈ નથી. દેવકી માતા ઉપરથી ઘણું હાસ્ય લાવ્યા ને ઉદાસીનતા દબાવવા પ્રયત્ન કર્યા. પણ કૃષ્ણજી ઉદાસીનતા જોઈ ગયા. કૃષ્ણજી વિનયપૂર્વક કહે છે, માતા! તને શું ચિંતા છે? તારું દુઃખ હું જોઈ