SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૮ શારદા રન મુખ પણ ન જોયું. આ રીતે માતાએ ઈર્ષ્યાથી પુત્રી અને પુત્રવધૂની જિંદગી બરબાદ કરી. પોતાના દીકરા વહુનું સુખ મા જોઈ ન શકી અને તેમનું સુખ છીનવી લેવાનો અધમ માર્ગ અપનાવ્યો. આથી વધુ ભયંકર ઈર્ષ્યાનું બીજું કામ શું હોઈ શકે ? પુત્રપરિવારના સુખની ઈર્ષ્યા કરનારા બીજાના સુખની તે ન જાણે કેટલી ઈર્ષ્યા કરતા હશે? સુખી બનવું હોય તે બીજાના સુખની ઈર્ષ્યા કરવાનું છોડી દે. અહીં મૂળા શેઠાણને ચંદના પ્રત્યે ઈર્ષા આવી. તેના મનમાં થયું કે ભવિષ્યમાં આ જ ઘરની શેઠાણી થઈને રહેશે. તેણે ચંદના પર આક્ષેપ મૂકે, તેને વિચાર ન થયે કે કેવી પવિત્ર નિર્મળ ચંદના ! હું તેના પર આક્ષેપ મૂકું છું. સ્ત્રીઓની દૃષ્ટિ બહુ તુચ્છ અને ટૂંકી હોય છે. શેઠને મન તે ચંદના પોતાની દીકરી હતી. શેઠાણીના વર્તનથી તેમને ખૂબ દુઃખ થયું, પણ ઘણી વાર ભાઈઓનું તેમના શ્રીમતીજી પાસે કાંઈ ચાલે નહિ. (હસાહસ) એક વાર શેઠને બહારગામ જવાનું થયું. શેઠાણને બરાબર લાગ મળી ગયો. તેણે ચંદનાના માથેથી વાળ ઉતરાવી નાંખ્યા ને માથે મુંડન કરાવ્યું. છતાં ચંદના એક શબ્દ પણ બેલતી નથી. હાથ પગમાં બેડી નાંખીને ભેંયરામાં પૂરી, છતાં ઊંકાર સર કર્યો નહિ. આપણને એમ થાય કે સતીએ આ કેવી રીતે સહન કર્યું હશે ! સતી ભોંયરામાં “નમ મહાવીરાય” ને એક ચિત્તે જાપ કરતી હતી. મનમાં શેઠાણ પ્રત્યે રોષ નથી, દ્વેષ નથી. એ તે કર્મને દોષ જુએ છે. શેઠાણ તે સતીને હચરામાં પૂરીને પિયર ભેગી થઈ ગઈ. કે શેઠ બહારગામથી આવી ગયા. ઘરમાં ચારે બાજુ જુએ છે. ચંદના....ચંદનાના . પોકારો કરે છે પણ ચંદના કયાંથી મળે? એ તે ભોંયરામાં ભગવાનની ભક્તિમાં લીન છે. ભેંયરામાંથી “નમ મહાવીરાય” ને ઝીણે મધુર સ્વર આવે છે. શેઠના મનમાં થયું કે આવા મીઠા અવાજે કણ બેલે છે? શેઠ ભેંયરામાં ગયા તે ચંદનાને જોઈ. અરે..બેટા ! તારી આ સ્થિતિ કેણે કરી? ચંદનાની આ દશા જોતાં શેઠની આંખમાં આંસુ વહેવા લાગ્યા. જેજે, ચંદના અવળામાંથી સવળું શોધે છે. દુઃખમાં પણ સુખ માને છે. આજે તે માનવી સુખમાં પણ સુખ માનીને રહી શક્તો નથી. સહેજ ઓછું પડે તે તરત ઓછું આવી જાય છે. શેઠ પૂછે છે બેટા ચંદના ! તારો ચાબૂક જેવા એટલે કયાં ગયે ? બાપુજી, હું નમ મહાવીરાયન જાપ કરું છું. જે માથે વાળ હોય તો એને ચેળવામાં ને ઓળવામાં મારે ટાઈમ બગડે. એટલે સમય પ્રભુના ભજન વગરને જાય ને? હું સારી રીતે પ્રભુ ભક્તિ કરી શકે એ માટે માતાએ મારા વાળ ઉતરાવી નાંખ્યા. તેને કેટલે ઉપકાર માનું ! ક્યાં મૂળા શેઠાણની મલીન ભાવના ને કયાં ચંદનાની ચંદન જેવી મહેકતી ભાવના ! બેટા ! તારા હાથ પગમાં બેડી કોણે નાંખી? પિતાજી! જે મારા હાથ પગ છૂટા હોય તે એને દોડવાનું, બહાર ફરવાનું કે જોવાનું મન થાય. આ તે એકજ સ્થાને બેસીને પ્રભુને જાપ થાય. મારી માતાની કેટલે ઉપકાર માનું ! તેણે મારા હાથ પગમાં બેડી નથી નાંખી પણ કર્મની
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy