________________
પર૮
શારદા રત્ન શ્રીનિવાસ શેઠ તે દુકાનેથી ઉડ્યા ને ઉપડ્યા ઘર ભણી. ન તે પાઘડી બાંધી કે તો પગરખા પહેર્યા. ઘરમાં પેસતા શેઠાણીને કહ્યું કે તમારા નાકની નથણી આપે. નાકમાં નથણી કેમ નથી? એ ક્યાં ગઈ? જે પત્ની કહે કે મેં નથણી દાનમાં આપી દીધી છે. તે તે તેનું આવી જ બને. એટલે અસત્ય બોલ્યા કે નથણીને હીરો ઢીલ પડ્યો છે માટે પેટીમાં મૂકી છે. શેઠ કહે જાઓ, અબ ઘડી લઈ આવે. શેઠાણી તે અંદર રૂમમાં ગયા પણ પેટી કેવી ને નથણી કેવી? એ જાણતી હતી કે નથણે તો ગરીબ બ્રાહ્મણને આપી દીધી છે. પણ હવે શું થાય ? પોતે એક દાનધર્મ કરતાં બીજો અધર્મ . શેઠ પાસે અસત્ય બલવું પડ્યું. એક જુઠું સાત જુઠ્ઠાણુને જન્મ આપશે. મારા પતિ જાણશે તે મને મારી નાંખશે. ધિક્કાર છે આ જીવતરને ! આના કરતાં મરી જવું સારું. એના સસરા અફીણ પીતા હતા એ અફીણ બહાર કાઢ્યું. એક વાડકામાં ઘળ્યું ને પીતા પહેલાં પ્રભુને પ્રાર્થના કરી. પ્રાર્થના પૂરી થઈને વાડકે લઈને પીવા જય છે ત્યાં ટપક કરતું વાડકામાં કંઈક પડ્યું. શેઠાણીએ જોયું, અરે, આ તે નાકની નથણી! એ તે રાજી રાજી થઈ ગઈ. ભગવાને પોતાની લાજ રાખી. તે દેડીને પતિની પાસે ગઈ ને કહ્યું, લો નાકની નથણી! હીરો જરા ઢીલો પડ્યો છે. શ્રીનિવાસે નથણી હાથમાં લઈને જઈ તે બરાબર પોતાની નથણી છે. તે ખિસ્સામાં પડી છે તે નથણી - કોની? શેઠે ખિસ્સામાં હાથ નાંખ્યો. નથણ કાઢી બરાબર એક સરખી. શેઠાણીએ નથણ દાનમાં આપી હતી તે બધી વાત કરી. દાનના પ્રભાવે એ નથણું પાછી બીજી આવી પણ ગઈ. આ જોઈને શેઠની આંખ ખુલી ગઈ. એમણે પત્નીને કહ્યું. તું મારે ગુરૂ! તે મને અંધને દેખતો કર્યો. હવે હું મને જે લક્ષમી મળી છે તેને સદુપયોગ કરીશ. હવે તે શેઠે છૂટા હાથે દાન કરવા માંડયું. દાન કરતા જાય ને પ્રભુના ગીત ગાતા જાય. તેમને હવે દાનનો મહિમા સમજાઈ ગયો.
જ્ઞાની કહે, છે તમે ધનના દાસ ન બને, પણ સ્વામી બનો. આજે માનવી ધનમાં સુખ માની એમાં મશગૂલ રહ્યો છે, અને જ્યારે ધન મળે છે ત્યારે ધન પર પોતાને અધિકાર સ્થાપિત કરવાને બદલે એને દાસ બની જાય છે. ધન એને આધીન નથી રહેતું, પણ એ ધનને આધીન બની જાય છે. એ સંસારના સુખો, વિલાસ અને આરામના ભક્તા બનવા ચાહે છે, પણ ભોક્તા બનવાને બદલે એ ભાગ્ય બની રહે છે. ભેગે એને આધીન રહેતા નથી, પણ એ ખુદ ભોગોને આધીન બની જાય છે. માનવીની આ કેવી પરાધીનતા ! એ પરાધીનતામાં પણ સુખનો આભાસ જોઈ રહ્યો છે. જે દાસને બદલે તમે સ્વામી બનવા માંગતા હો તે ધર્મનો આશ્રય લે. ધર્મનું સ્વરૂપ સમજીને એને આશ્રય લે. તે તમે ધન અને વિલાસના દાસ નહિ બને, પણ એના સ્વામી બની શકશે. ધર્મને ન સમજનારો પિતાના ધનનો સદુપયોગ નથી કરી શક્તા. જે પોતાની ઈચ્છાનુસાર શુભ કાર્યોમાં એનો ઉપયોગ નથી કરી શકતે, એ માણસ ધનને દાસ છે.
એનાથી ઉલટું જે ધર્મને સમજી લે છે તે પોતાના ધનને તુરછ સમજીને પોતાની ઇચ્છાનુસાર શુભ કાર્યોમાં વાપરી શકે છે, માટે એ ધનને સ્વામી છે. -