________________
૫૨૬
શારા રત્ન વર્ષોથી છૂટા પડેલા ભાઈને ભેગા કરવા છે, પણ ચંદ્રયશ અને નમિરાજ એકબીજાને ઓળખતા નથી, તેથી પહેલા તે આ શ્વેત હસ્તિના કારણે ખૂનખાર સંગ્રામ ખેલવા તૈયાર થશે. પરિગ્રહના કારણે ભાઈ ભાઈ લડવા તૈયાર થશે. પરિગ્રહ શું અનર્થ નથી કરાવતે ? પરિગ્રહના કારણે રાજ્ય રાજ્ય લડે છે. ભાઈ ભાઈ લડે છે, બાપ દીકરા લડે છે–અરે, કંઈક વાર તે ખૂન કરતા પણ અચકાતા નથી. જેના ઘરમાં પુણ્યાનુબંધી પુણ્યની લક્ષમી આવી હોય છે ત્યાં સંપ હોય છે. તેને દાન દેવાનું મન થાય. ગરીબોના આંસુ લૂછવાનું મન થાય, દુઃખીને જોઈને તેના દિલમાં કરૂણાને ધોધ વહે.
એક શહેરમાં એક મકાન પર લખેલું “શ્રીનિવાસ”. શ્રી એટલે પૈસે અને નિવાસ એટલે રહેઠાણ. પૈસે જ્યાં રહે છે એ જગ્યા. એ મકાનમાં શેઠ વસે છે, એમનું નામ પણ શ્રીનિવાસ, નામ પ્રમાણે ગુણ છે. શેઠને ત્યાં લક્ષમી ઘણી છે. ધંધે સારે છે, શહેરના નામાંકિત ઝવેરી છે, હીરા, મોતી, પન્ના, નીલમ અને માણેક બધું વેચે છે. સાથે શાહુકાર પણ છે. ભારે વ્યાજ લઈને લોકોને પૈસા ધીરે છે. સંપત્તિ ઘણું પણ શેઠ કંજુસ ઘણા, ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવા કંજુસીયા. એક વખત એક ગરીબ બ્રાહ્મણ જાણે ગરીબીને સાક્ષાત્ અવતાર ! એ બ્રાહ્મણ ઘેર ઘેર ભીખ માંગી રહ્યો છે. તેની સાથે એક બાળક છે. એને જોઈ આપવી છે. જે કઈ દાતાર મળી જાય ને ખર્ચની સગવડ કરી આપે તે માટે તે ફરતો ફરતો શ્રીનિવાસના બંગલે આવ્યો. તેના મમાં છે કે આ શેઠ બહુ શ્રીમંત છે, તે મારી ટહેલ પૂરી કરશે. તેણે કહ્યું, ટહેલિયા ભગતની ટહેલ છે ને દાતારને મન સહેલ છે. હે દયામૂર્તિ ! અનાથના નાથ! મારા પુત્રને જનોઈ આપવી છે. તે જોઈને ખર્ચ મને આપો ને!
. શેઠ તો ભારે કંજુસીયા ! એમણે તે ગુસ્સે થઈને કહ્યું, મહારાજ ! આગળ ચાલતા થઈ જાવ, અહીં કંઈ નહિ મળે. બ્રાહ્મણ કહે-શેઠ! ભગવાને તમને ઘણું આપ્યું છે તો અમારા જેવા ભિક્ષુકને કંઈક આપે. થોડું આપશે તે ભગવાન તમને ઘણું આપશે. શેઠ કહે–ભગવાને તમારા જેવા ભિખારા માટે ધન આપ્યું હશે કેમ? આ ધન કંઈ મફત નથી મળ્યું. શરીરના પાણી ઉતર્યા છે પાણી! મારે ઘન કંઈ ઉડાવી દેવું નથી. બ્રાહ્મણ કહે–ગરીબને દાન દેવાથી તમને અનેક ગણું મળશે. દાન દેવાથી ધન ઘટશે નહિ પણ વધશે. શેઠને તે ભારે ગુસ્સે ચઢય. નેકરને કહે છે, આ ભિખારાને અહીંથી દૂર કર, ન જાય તે લાકડી મર, એને ક્યાં ખબર છે કે મારી સાથે વાત કરવાના પણ પૈસા પડે છે! નોકરે એને ત્યાંથી હઠાવવા પ્રયત્ન કર્યા પણ એ ભારે હઠીલે ! છેવટે લાકડીના માર મળ્યા, ત્યારે ત્યાંથી ખસ્યો. પણ થોડે દૂર જઈને ઉભે રહ્યો. આ શેઠ તે પિતાની દુકાને ગયા.
- શેઠાણની ઉદારભાવના –થોડી વાર થઈ એટલે પાછો બ્રાહ્મણ ત્યાં આવીને ઉભો રહ્યો. શેઠાણી ઓટલા પર બેઠા હતા. તેમના મનમાં થયું કે આ બિચારો કયારને કરગરે છે પણ શેઠ તે મખ્ખીચુસ, પૈસા તે ન આપ્યા પણ માર મારીને કાઢી મૂક્યો.