SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ શારદા રત્ન ચિંતાઓને ચકચૂર કરી છે અને ફીકરની ફાકી કરી છે એનું નામ સાચો સાધક. માટે મહાપુરૂષો કહે છે, તે સાધક ! તું આત્મામાં રમણતા કર. સાચો આનંદ, સાચું સુખ કહે છે તે સંયમમાં છે. દીક્ષા લેતા પહેલાં સાધકે એ દઢ નિર્ણય કરે જોઈએ કે દીક્ષા લીધા પછી ૨૨ પરિષહમાંથી કોઈપણ પરિષહ આવી જાય, અરે કદાચ વધુને પરિષહ આવી જાય તો પણ હું પીછેહઠ નહિ કરું, પણ કર્મો સામે કેશરીયા કરીશ. બંધક મુનિ, મેતારજ મુનિ, બધાને વધના પરિષહ આવી ગયા, છતાં એની સામે અણનમ રહ્યા ને કર્મોને ખપાવી મોક્ષના દ્વારે પહોંચી ગયા. હજુ ઝેર પચાવવા સહેલા છે પણ કોઈનું સારું જોઈને ઈર્ષ્યા ન આવવા દેવી એ ઘણું કઠીન છે. ચાહે સાધુ હોય કે ગુરૂ હોય, તેમની ખ્યાતિ, તેમના ગુણ પણ સહન ન થાય અને તેમના પર પણ ઈર્ષ્યા કરતા જીવો પાછા વળતા નથી. એક વખત એવો હોય કે લેકે જેના બે મોઢે વખાણ કરતા હય, બધા પ્રશંસાના પુષ્પ વેરતા હોય, પણ સમય જતાં વાતાવરણ પલટાતાં જેની વાહ વાહ બોલાતી હોય એની હવા કાઢી નાંખતા પણ જગત વાર નહિ લગાડે. મિણાલકુંડના રાજાને એક વેગવતી નામની કુંવરી હતી. તે વેગવતી ગુણવતી, શીલવતી, સદાચારી અને બુદ્ધિશાળી હતી. તેનામાં લાખો ગુણ હતા, પણ લાખો ગુણને ઢાંકનાર એક માટે ઈષ્યને અવગુણું હતું. તે બીજાના ઉત્કર્ષને સહન કરી શકતી ન હતી. કેઈની પ્રશંસા સાંભળે, કેઈનું સારું બેલાતું સાંભળે તો તે બળીને ખાખ થઈ જતી. પિતાનું ચાલે તે એ વ્યક્તિનો નાશ કરવા સુધી પણ પહોંચી જતી. એક વખત નગરમાં મહાન જ્ઞાની મુનિ સપરિવાર પધાર્યા. તેમાં એક મુનિ ઉગ્ર તપસ્વી છે. તેમને પારણાની કેઈને ખબર ન પડે. કયારેક એક માસખમણ તે કયારેક બે માસખમણ કરી લેતા. આત્મસાધના મુનિનું પ્રથમ લક્ષ્ય છે. મહામુનિ આત્મસ્થિરતા માટે તપ, જપ વગેરેમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. તપ સાથે એમના જીવનમાં ક્ષમાને ગુણ પણ અજબ છે. કંઈક તપ કરે પણ કોધનો વાવટે તે ફરકત હોય. એવા જ તપ દ્વારા શરીરને કૃશ બનાવે છે, પણ કર્મને કૃશ બનાવી શકતા નથી, પણ આ મહામુનિએ તે તપ દ્વારા શરીરને કૃશ કર્યું છે ને સાથે કેમેને પણ કુશ કર્યા છે. આ મહામુનિની લોકે ચોરે ને ચૌટે પ્રશંસા કરી રહ્યા છે. આવા મુનિના વંદન માટે લાખો લોકો જઈ રહ્યા છે. વેગવતીએ સંતને ચઢાવેલ છેટે આરોપ–વેગવતીએ આ મુનિની ' પ્રશંસા સાંભળી. તે આવા પવિત્ર મુનિ પર પણ ઈર્ષ્યા કરતા પાછી ન વળી. એની આંખ તથા અંતરમાંથી ઈર્ષ્યાના અંગારા વરસવા લાગ્યા. એને એક જ નિયમ થઈ ગયો છે. કેઈની પણ પ્રશંસા થતી હોય તે બરાબર એને નીચે પાડો. આ વેગવતી સંતે પર ઈર્ષ્યા કરતા પણ પાછી ન પડી. જે જીવ દુર્ગતિમાં જવાના હોય ને ઘેર કર્મો બાંધવાના હોય તેને મુનિ પ્રત્યે આવે 'ઈર્ષ્યા ભાવ પ્રગટે. વેગવતીએ પોતાની જાળ બિછાવવી શરૂ કરી દીધી. એણે તે વાત વહેતી મૂકી. તમે લોકે જે મુનિની પ્રશંસા કરી રહ્યા છે એ સાચે સાધુ નથી, પણ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy