SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન સાધુવેશમાં જઈને દેવ ગળગળો થઈ ગયો. શું સતીનો ત્યાગ ! કેટલી નિર્વિકારી ભાવના ! પોતાને પતિ દેવરૂપમાં સામે ખડે છે છતાં દૃષ્ટિ સરખી પણ નહિ. પછી દેવ સુત્રતા સાધ્વીજીને વંદન કરીને પોતાના સ્થાને જવા તૈયાર થયે. જતા જતા કહે છે સતી ! તારી ધર્મભાવનાને ધન્ય છે! આપની ધર્મભાવનાએ મને નરકમાં જતાં બચાવ્યો છે. આ ધર્મભાવના આગળ મારી ઋદ્ધિ-વિમાન બધું તુચ્છ છે. સતીએ કહ્યું, આપ ધર્મભાવનાને ભૂલશો નહિ. દેવ કહે ભલે, હું આપની કૃપાથી ધર્મભાવના જીવનમાં અપનાવી શકીશ. એ મને વિશ્વાસ છે. એટલું કહીને દેવ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા ગયા. સુત્રતા સાધ્વીજીને હવે ગૌચરીના બહાને જઈને પુત્રનું મુખ જેવું હોય તે જોઈ શકાય છે, પણ...ના....હવે તેને પુત્રનો રાગ સ્પશી શકતો નથી. તે પિતાના ગુરૂણી પાસે જ્ઞાન મેળવે છે ને ઉત્કૃષ્ટભાવે સંયમનું પાલન કરે છે. હવે ચન્દ્રયશનું અને બાળપુત્ર નમિનું શું થયું તે વાત અવસરે લઈશું. ચરિત્ર-છોકરાઓએ કહ્યું બા ! અમારે લાડવા ખાવા છે. પડોશીની સાથે વાતમાં હતી તેથી બાળકોની ભૂખ મટાડવા સહેજ વચન નીકળી ગયું કે રસોઈઘરમાં શીકા ઉપર બે મોદક છે. આપ બંને વહેંચીને એકેક લઈ લેજે. ભલે, શીકું ઉંચું છે તેથી ટેબલ મૂકીને ઉપર ચઢીને લાડવા લીધા. લાડવા સહેજ નાના મોટા હતા. મોટા ભાઈ એ માટે લાડવો ખાધે ને નાના ભાઈ એ નાને લાડ ખાધે. અણુ ઉકેયા ભાવિના પડદા, અણધાર્યા વિપાક ઉદયે આવે, નાની શી ભૂલ મહાન શલ બને, આપત્તિ શીરે આવે. અણ ઉકેલ્યા ભાવિના પડદામાં રહેલ ગૂઢ રહસ્યની કોને ખબર છે? અણધાર્યા વિપાકના અહેવાલે ચૂકવવા પડે ત્યારે સમજાય કે વિસ્કૃતિના પંથમાં કેટલા કાંટા છે. એક નાની શી ભૂલ મહાન આપત્તિમાં બદલાઈ જાય છે. ભાવિમાં બનવાનું હોય ત્યારે ડાહ્યા અને વિદ્વાન માણસો પણ ભાન ભૂલે છે. કર્મરાજાને આટલા દુઃખથી હજુ સંતેષ ન થયે તેમના કાવ્યમાં હજુ દુઃખ પડવાના છે તેથી તારામતીથી વચન બેલાઈ ગયું ને અને આળદેએ લાડવા આધા. સાગરદત્ત શેડ જમ્યા પછી રાજમહેલમાં જવા તૈયાર થયા. બદલવા કપડાં તે બીજા છે નહિ, તેથી એ જ કપડે એક થાળીમાં બંને મેક મૂકી તેના પર કપડું ઢાંકી રાજદરબારમાં જવા ઉપડ્યા. કલ્પનાના ભવ્ય સહચાર સાથે શેઠ રાજદરબારમાં જલ્દી જઈ રહ્યા છે, પણ કર્મરાજા કહે છે, તું દોડ મા. કર્મ તારી ઝપટમાં આવી રહ્યા છે. રાજદરબારે પહોંચી ગયા. દરવાજે પેળીયે ઉભો છે. તેને કહ્યું ભાઈ ! મારે અંદર જવું છે? શા માટે? રાજાને મારી નાની શી ભેટ આપી છે. ફાટલા અને મલીન ઉપડાવાળાને પિળીયાએ અંદર જતો રોક્યો, પણ શેઠની અમીભરી મીઠાશયુક્ત વાણી ३२
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy