SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૯ શારદા રત્ન બીજે દિવસે શેઠ બજારમાં જઈને લાડવા માટે બધી સામગ્રી લઈ આવ્યા. તારામતીએ આ ઔષધિ ચૂર્ણ નાંખીને માદકને વધુ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા જાતજાતના મસાલા નાંખીને સુગંધથી મઘમઘતા લાડવા બનાવ્યા. તારામતીએ ચાર લાડવા બનાવ્યા. તેને વિચાર થયો કે જે બાળકે મને લાડવા બનાવતા જશે તો તે ખાવા માટે માંગશે. તેમ વિચારી તેણે બંને બાળક માટે બે લાડવા સાદા બનાવી તેને જુદા મૂક્યા, અને બીજા બે લાડવામાં જડીબુટ્ટી નાંખીને સુગંધથી મઘમઘતા લાડવા બનાવ્યા. આજે રાજદરબારમાં જવાનું હોવાથી બાળકે વનમાંથી જલ્દી આવ્યા. શેઠ લાકડાને ભારો વેચવા ગયા. આજે બાળકોને કકડીને ભૂખ અને તરસ લાગી છે. એક તે લાકડા કાપીને આવ્યા હતા તેથી થાકી ગયા હતા અને ભૂખ-તરસ ખૂબ લાગી હતી, તેથી કહે, બા ! અમને ભૂખ લાગી છે, અમારે લાડવો ખાવો છે. માતાના મનમાં થયું કે મેં એમના ગયા પછી લાડવા બનાવ્યા છે ને એમના આવતાં પહેલાં તે બધું ગોઠવીને મૂકી દીધું છે, છતાં એમને ક્યાંથી ખબર પડી ગઈ! રાત્રે માતા-પિતા લાડવાની વાતચીત કરતા હતા ત્યારથી તેમને ખબર હતી કે કાલે લાડવા ખાવા મળશે. તેમનું - મન માદક ખાવા તલસી રહ્યું હતું. કેટલા સમયથી રોટલો અને છાશ સિવાય કંઈ , જ મળ્યું નથી એટલે આજે લાડવો નામ સાંભળતા તેમને મનમયૂર નાચી ઉઠયો છે. ભૂખ્યા બાળકની સુધા જલ્દીથી છીપાવવા તેમના મુખમાંથી બોલાઈ ગયું, બેટા ! રસેઈગૃહમાં શીકા ઉપર બે લાડવા છે તે આપ બંને વહેંચીને ખાઈ લે. હવે લાડવા ખાવા જતાં કેવી રીતે લાડવાની અદલાબદલી થઈ જશે ને શું બનશે તે અવસરે. વ્યાખ્યાન નં-પર ભાદરવા સુદ ૧૦ મંગળવાર . તા. ૮-૯-૮૧ શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીએ મહાન બળવાન કર્મો સામે પણ અજોડ પુરૂષાર્થ ખેડીને કર્મોને જડમૂળમાંથી કાઢયા ત્યારે તેઓ મહા વીર કહેવાયા. સાચા વીર કોણ કહેવાય? આંતર શત્રુના વિજેતા એ સાચા વીર છે. આંતર શત્રુથી દબાયેલા હોય એ તે કાયર ગણાય. વીરના સંતાન શું કાયર હોય ? વીરના સાચા સંતાન તે તે છે કે જે વીર બનવાની કોશિષમાં હોય. જેમ બે મલ લડતા હોય ત્યાં એક મલ્લ બીજા નીચે પાડવાનો કેવો પ્રયત્ન કરે ? એક પડે કે બીજે એના ઉપર ચઢી બેસે છતાં પડેલે મલ ઉઠવાની અને સામાને પાડવાની તૈયારીમાં હોય તેમ સંસારના જીવને અભિમાન, ધ કામ, લેભ, રાગ, દ્વેષ વગેરે જેમ નીચે પાડવા આવે તેમ આપણે મહેનત કરી એને નીચે પાડવાના એટલે એ આંતર શત્રુને દબાવતા જવાનું. વીરના વારસદાર સંતાન બનવું હોય તે આંતરશત્રુને દબાવવા-ભગાડવા પુરૂષાર્થ કરવાને,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy