SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૪૮૭ કહ્યું, જો તમારી નણંદે લેાહી ન આપ્યુ. હાત તા તમે ખચી શકત નહિ. ભાભીની આંખ ખુલી ગઈ. પેાતાની ભૂલનો પસ્તાવા થવા લાગ્યા, ને નણંદને વળગી પડી. બેન ! મેં તમને બહુ દુઃખ આપ્યુ છતાં તમે લેાહી આપ્યું! મારી ભૂલેાને ભૂલી જઈ ક્ષમા આપેા. તમે ન હોત તે હું ન બચત. નણંદે હસીને કહ્યું-એમાં શું ભાભી ! તમે જ્યારે પિયર આવ્યા ત્યારે કહ્યું હતું ને કે આવા ત્યારે નણંદનુ ટાયલી લેાહી લેતા આવજો. તા પ્રમાણે મે' લાહી આપ્યું. હવે તમને સંતોષ થયા ને ! ભાભી નણંદને ભેટી પડ્યા. બેન ! મેં તમને બહુ દુભાવ્યા. તમારા માથે જુલ્મ ગુજારવામાં બાકી નથી રાખી, છતાં આપે ખધું ભૂલી જઈને અપકાર પર ઉપકાર કર્યાં છે. નણંદનુ પવિત્ર લેાહી તેનામાં ગયુ. તેા છૂપાયેલી માનવતા પ્રગટી ઉઠી. તેમનુ ઘર સ્વર્ગ જેવું બની ગયું. કહેવાનો આશય એ છે કે નજીકની સગાઇ હાય પણ લેણુદેણુ સારી હાય તે સ્નેહ રહે, ર્વાહ તા સ્નેહને બદલે કલેશ ઉભા થાય. મયણરેહાનું માતૃહૃદય છે, એટલે યુગમાહુ દેવને કહ્યું મારે પુત્રનું મુખ જોવુ છે ને પછી સાધ્વીજી પાસે જઈ દીક્ષા લેવી છે, માટે આપ મિથિલામાં લઇ જાવ. મયણુરેહાનો જવાબ કેટલેા બધા પ્રેરણાદાયી છે! તેનુ' આંતરમનમાક્ષની કામના કરે છે. ખાદ્ય મન તેના પુત્રનું મુખ જોવા ચાહે છે, પણ તેના પ્રત્યે માહ નથી. તેના પ્રેમમાં વિષ કે ઝેર નથી પણ માતૃસ્નેહ છે. 66 જે બાળકને હું વનમાં જન્મ આપી વૃક્ષ ઉપર ઝેળીમાં સૂવાડીને આવી હતી. જેને પદ્મરથ રાજા પેાતાને ત્યાં લઈ ગયા છે, બાળકને કોઈ તકલીફ્તા નથી ને? એક વાર મારી આંખે જોઇ લઉ, ખસ પછી સમગ્ર જીવન સંયમ માર્ગ માં...આ ભાવનાથી તે મિથિલા જવા ચાહે છે. જ્ઞાન દષ્ટિ ખુલી ગયા પછી સંસાર પ્રિય લાગે નહિ. સંસારના સુખ પ્રિય લાગે નહિ, એવા આત્માની ઝંખના સતત મુક્તિની હોય.” બંધનમાં રહેવા છતાં ઝંખના મુક્તિની રહે. સતી કેવી ચારિત્રશીલા કે જેણે દેવની પાસે સાંસારિક કોઇ પણ વસ્તુ માંગી નહિ, પણ મને કોઈ સુચારિત્રા સતીઓની પાસે લઇ જાવ; એવી માંગણી કરી. તમારી પાસે કદાચ દેવ આવે ને માંગવાનું કહે તા તમે કેવી ચીજ માંગેા ? મયણહાની વાત સાંભળી દેવ પણ આશ્ચર્ય ચકિત થઈ ને કહેવા લાગ્યા કે આ સતી કેવી છે કે તેણીએ મારી પાસે બીજુ કંઇ માંગ્યું નહિ. દેવાની દુનિયાની નંદીશ્વર દ્વિપની ) વિદાય લઈ ને હવે માનવાની ધરતી પર પાછું ફરવાનું હતું. મયણરેહાએ મહષિ મણિચૂડ ગુરૂભગવંતને વંદન કર્યા. મુનિને વંદન કરી સતી દેવના વિમાનમાં બેઠી. આજે કઈક જીવાને મેાટર મળી જાય તેા તેને એવુ... અભિમાન આવે છે કે હું મેટરમાં બેઠા છું. મારે ત્યાં મેટર છે, પણ અહી સતી તે વૈમાનિક દેવના વિમાનમાં બેઠી છે, છતાં તેને કાઈ પ્રકારનું અભિમાન નથી. તેને દેવનુ વિમાન કે તેમાં જડેલા મેાતી વગેરે જોઈ ને કોઈ પ્રકારના રાગ ન થયા. સતી વિમાનમાં બેઠી છે, પણ ખેલતી નથી કે ઉંચુ' જેતી નથી. યુગમાડુ દેવ કહે છે,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy