________________
૪૮૨
શારદા રત્ન છે એવી સતી મયણરેહાને દેવે પ્રથમ વંદન કેમ કર્યા તે બધી વાત ગુરૂ ભગવંતના મુખેથી સાંભળી મણિપ્રભ વિદ્યાધરને ખૂબ આનંદ થયો. ધન્ય છે સતી તને! તે સતીના ચરણમાં પડીને કહે છે બહેન! હું તારે જેટલો ઉપકાર માનું એટલે ઓછો છે. હું તને ઓળખી ન શકે. તું મને માફી આપ. સતી ! તારા કહેવાથી હું અહીં જ્ઞાની ગુરૂ ભગવંતના દર્શને આવ્યા ન હોત તો તેને બળાત્કારે મારા ઘેર લઈ જાત, તું તો શીલ છેડવાની ન હતી પણ હું તારા પર બળાત્કાર કરવા આવતા અને તે સમયે જે દેવ ત્યાં આવત તે મારા પર કેટલા ગુસ્સે થાત અને મારી શી સ્થિતિ થાત તે હું કલ્પી શકતું નથી, પણ હું આ તારા કથનને માની અહીં આવ્યા અને મુનિના ઉપદેશથી તને પિતાની માતા–બેન સમાન માનવા લાગ્યો તે હું પણ નિર્ભય થઈ ગયે. આ મુનિના દર્શન કરવા આવ્યો તે દેવના કેપથી બચી ગયો છું. હે માતા ! હું તમારી પ્રશંસા કયા શબ્દોમાં કહું ! જે હું વિષયાધીન બની ગયો હોત તો મારા માટે નરક સિવાય બીજી કઈ ગતિ હોય ? મેં તમને ઘણું પ્રભને આપ્યા છતાં તમે શીલવતથી ડગ્યા નહિ, ને દઢ રહ્યા તે તમે મને પણ બચાવી લીધે. હમણ મુનિના મુખે સાંભળ્યું કે યુગબાહુએ મરતી વખતે સારી ભાવના કરી તે દેવ થયો અને મણિરથે ખરાબ ભાવના કરી એટલે તે નરકમાં ગયો છે. મારે પણ પાપભાવનાને કારણે નરકમાં જવું પડત.
નેનું આયુષ્ય સરખું હોવા છતાં એક મહાન સુખ ભોગવે છે ને એક નરકના ભયંકર દુખ ભોગવે છે. તમે મને સબંધ આપી મુનિની પાસે લઈ આવ્યા. મુનિના દર્શન અને ઉપદેશથી મારી વિષય વાસના શાંત થઈ ને હું નરકમાં જતાં બચી ગયો. તમે મને નરકમાં જતા ઉગારી લીધું છે. આ તમારા અનંત ઉપકારને કેવી રીતે ભૂલું ? તમે મારી માતાની સમાન રક્ષા કરનાર છે. માતા તે બાળકને જન્મ આપે છે ને રક્ષા કરે છે પણ આપે તે મારા જેવા મોટાને બચાવ્યો છે, ને મારી રક્ષા કરી છે, માટે તમે મારા પરમ માતા છે. હવે મારું મન કોઈ પણ સમયે કઈ પણ ખરાબ કાર્યમાં પ્રવૃત્ત ન થાય એ માટે હું આપની પાસે આશીર્વાદ માગું છું. - વિદ્યાધરને પશ્ચાતાપ-વિદ્યાધરના મનમાં થયું કે આ મયણરેહાનો આત્મા કેટલે ઉંચે ! કેવા ભયંકર કપરા સંગમાં પિતાની મહાવિકટ પરિસ્થિતિ અને સ્વાર્થ ભૂલીને એણે પતિને કેવી ભવ્ય ધર્મ–આરાધના કરાવી ! અને કેવો એને સ્વર્ગમાં ચઢાવી દીધે! કયાં મારી મહમૂઢ ઘેલછા અને કયાં એને જ્ઞાનસમૃદ્ધ વૈરાગ્યમય વિવેક ! ક્યાં મારી કામદેવની શરણાગતિ અને ક્યાં એનું અરિહંત પ્રભુને આત્મસમર્પણ! કયાં હું જડ ચામડાને પૂજારી! જ્યાં એ પ્રકાશમય ચેતન આત્માની ઉપાસિકા ! પશ્ચાતાપથી મણિપ્રભની આંખમાંથી દડદડ પાણી ટપકે છે. હૃદય તીવ્ર સંતાપથી બળી રહ્યું છે. કેટલે હું નરાધમ! ચરણ પૂજવાલાયક એવી આ મહાસતીને કુદષ્ટિથી જેનાર હું કૂતરા જેવો! આ રીતે ખૂબ પશ્ચાતાપ કરતે વિદ્યાધર સતીનો ઉપકાર માની રહ્યો છે, ત્યારે સતી તેને ઉપકાર માની રહી છે. તે કહે છે જ્યારે હું હાથી દ્વારા ઉંચી ફેંકાયેલી હતી ત્યારે