________________
૪૭.
શારદા રત્ન
મધુર વચનાથી કર્મ સિદ્ધાંત અને ક્ષમા, સમતાની હિત શિક્ષા આપી. આ જગતમાં કાઈ કાઈના દુશ્મન નથી. આત્મા આત્માના દોસ્ત છે ને એ જ એના દુશ્મન છે, માટે ભાઈ પ્રત્યે વૈરભાવ ન રાખી. જિનશાસનમાં બતાવેલ અતિમ આલેાચના કરાવી અને પચ પરમેષ્ટિ નવકારમંત્રના સ્મરણમાં ઝીલતા કર્યો. સુંદર ધર્મારાધના કરાવી યુગબાહુને સમતા રસ પાયા કે જેના પ્રભાવે એ મહાભાગ યશસ્વી સમાધિ મરણ પામી પાંચમા બ્રહ્મદેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા.
મનુષ્ય તિય ચાને માતાના ગર્ભામાં ઉત્પન્ન થવું પડે પણ દૈવાને ગર્ભજ જન્મ નથી. દેવલેાકમાં શય્યા હાય. જેમ તાવડીમાં રાટલી નાંખે તે તેનું એક પડ ઉંચું થાય તેમ દેવ શય્યામાં ઉત્પન્ન થાય. તેમનું શરીર વૈક્રિય છે. તેમના શરીરમાં હાડ–માંસ કે લાહી હાતું નથી. તેમને જરા કે રેગ પણ નથી. તે સદા યુવાન રહે છે. તેમની રિદ્ધિ શાશ્વત હાય છે. દેવ શાશ્વત નથી પશ્ચ રિદ્ધિ શાશ્વત છે. જ્યારે યુગબાહુને આત્મા દેવગતિમાં ઉત્પન્ન થયા ત્યારે સામાનિક દેવોએ તેની પાસે આવીને નમન કર્યું. અને પછી પૂછ્યુ કે આપે એવી શી કરણી કરી કે જેથી આપ અમાગ સ્વામી થયા! ત્યારે અવધિજ્ઞાનના અજવાળે પેાતાની પૂર્વ અવસ્થા જોઇ, અને કહ્યું કે મને મારી ધર્મ પત્નીએ મૃત્યુ સમયે ધર્મ સહાયતા આપી, તેના પ્રતાપે હું અહી જન્મ્યા બ્રુ. અવિધજ્ઞાનથી જોતાં મનમાં ખેલી ઉઠ્યા, અરે! મારું ખૂન! છતાંય હું આ દેવલાકમાં ઇન્દ્ર ! સામાનિક દેવાના સિંહાસનના સ્વામી ! ૨ દુષ્ટ મણિરથ ! તે તારા સગાભાઈને મારી નાંખતા જરા વિચાર પણ ન કર્યો ? તારા પાપે સુદર્શન નગરના ઈતિહાસના પાને લેાહીના લેખ લખાયા, પણ મયણુરેહા કયાં? તે સતીની મારે સÖપ્રથમ ખખર લેવી જોઈએ કે તે કાઈ સ`કટમાં તેા નથી પડીને ? આખા સુદર્શનમાં એના પદ્મ-ચિહ્નો પણ કેમ કયાંય જણાતા નથી ? દેવશય્યામાં ઉત્પન્ન થયેલા એ દેવે મયણુરેહાના પદચિહ્નને શેાધવા વધુ ઉપયેાગ મૂકશો. જોતાં એ એટલી ઉઠ્યો રે...રે...આત પર આફત ! શીલ પર પાછુ આક્રમણ ! અનેક કષ્ટો પડચા છતાં શીલને નષ્ટ થવા દીધું નથી. એહ ! આ તા નદીશ્વર દ્વીપ ! મણુરેહા છેક અહી આવી પહોંચી !
સતીને પ્રથમ વંદન શા માટે ?-ખરેખર તે મારી પરમ ઉપકારી છે. મરણ સમયે કયાં મારી નરક તરફની દોટ! અને કયાં એ પત્ની મયણરેહાએ મારી ધર્મગુરૂણી બની મારું ખાવડું પકડાવીને સમતા-સમાધિ રૂપી સદ્ગતિની દિશા બતાવી. એણે તે મારી ધાર દુર્ગતિની ઉપરાઉપર થનારી પરપરાને અટકાવી, સદ્ગતિની હારમાળા ગેાઠવી આપી! મારી એ માત્ર પત્ની નહિ પણ ખરેખર ધર્મગુરૂણી છે. ખીણમાંથી ઉગારીને મને શિખરે ચઢાવનાર, રૌરવ દુઃખ ભાગવવા નરકગતિ તરફ જનારી મારી જીવનનૈયાને દેવલાક ભણી દોરનાર આ સતી છે. તેા લાવ, એ ઉચ્ચ આત્માને, એ મહાન ઉપકારીને નમસ્કાર કરી મારા આત્માને કૃતાર્થ કરું, પવિત્ર કરુ. દેવે નદીશ્વર દ્વીપના પ્રવાસની તૈયારી માટે બીજા દેવાને આજ્ઞા કરી. વિમાન ઘડ઼ીપળમાં તૈયાર થઈ ગયું ! નવા ઉત્પન્ન થયેલા