SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન કર્મની નિર્જરાના હેતુ છે તે કર્મબંધના હેતુ પણ બની જાય છે. સ્થૂલિભદ્ર મુનિ કેશા વેશ્યાને ત્યાં કેટલો સમય રહ્યા. વેશ્યાનું વિલાસઘર કર્મબંધનનું સ્થાન કહેવાય, પણ સ્યુલિભદ્ર મુનિએ ત્યાં રહીને પોતાને અખંડ નિર્મળ ચારિત્રની છાપ વેશ્યા પર પાડી ને પોતે સંયમમાં દઢ રહ્યા ને કર્મબંધનોને તેડડ્યા. આ પ્રસંગે ગુણસાગરના જીવનમાં બન્યો છે. લગ્નની ચોરી એ આશ્રવનું ઘર છે, કર્મ બાંધવાનું સ્થાન છે, છતાં ગુણસાગરે આશ્રવની ભૂમિને સંવરમાં પલટાવી દીધી. ગુણસાગરે પહેલા જે ગુરૂને જોયા હતા તે ગુરૂ તે હજુ છઠ્ઠા, સાતમાં ગુણસ્થાનકે ઝૂલતા હશે. છદ્મસ્થપણામાં હશે, ત્યારે ગુણસાગર કેવળજ્ઞાનની તૈયારી કરે છે. તેરમે ગુણઠાણે વીતરાગ સર્વજ્ઞ બનવાની તૈયારી કરે છે. ગુણશ્રેણિને પ્રભાવ :–અત્યારે ગુણસાગર પાણિગ્રહણ કરી રહ્યા છે. એક રૂ૫સુંદરી સાથે નહિ પણ આઠ આઠ સાથે. તમારી દૃષ્ટિએ આ વિષયતૃષ્ણ કેટલી ગણાય? સંપત્તિ અઢળક ! પછી ઠાઠમાઠ કેવા ! મોટા ઘરમાં આરંભ–સમારંભનું તે પૂછવું જ શું ? આવી સ્થિતિમાં કેવળજ્ઞાન હોય? હા, હોય–ગુણશ્રેણિએ ચઢતાં આવડે તે ગૃહસ્થને પણ કેવળજ્ઞાન મળે. ન મળે એમ નહિ અને સાધુ હોય છતાં ગુણશ્રેણિએ ચઢતાં ન આવડે તે તેને કેવળજ્ઞાન ન મળે. જીવ ગમે તેવી સ્થિતિમાં બેઠો હોય, પણ, ગુણઠાણાની શ્રેણીએ ચઢતા આવડે તે કર્મની અનંતી નિર્જરા. જે વજઋષભનારાચીન સંઘયણ હોય અને શ્રેણીએ ચઢતાં ક્ષેપક શ્રેણી માંડે તે કેવળજ્ઞાન લઈને સ્થિર થાય. ગુણસાગરની અને લોકેની ભેદ દષ્ટિ :–ગુણસાગર પરણવા બેઠા છે પણ લોકેની દષ્ટિ જુદી છે, અને ગુણસાગરની દૃષ્ટિ જુદી છે. ગુણસાગર એટલે ગુણને સાગર. લોકે એમ વિચારે છે કે ગુણસાગરને આઠે પત્નીઓ સુખ આપનારી એકી સાથે કોલ આપે છે. આ આઠેને પરણ્યા પછી જે જે એને વૈભવ અને વિલાસ ! ગુણસાગર સમજે છે કે એક બે નહિ પણ આઠ આઠના બંધનમાં પડ્યો! આ લપમાંથી કયારે છૂટું ને કયારે ગુરૂદેવ પાસે જઈ ચારિત્ર લઉં. તેમને ત્યાં વિપુલ વૈભવ હતો પણ કેઈની ગુલામી કરે તે ન હતું. કુટુંબ ઘણું વિશાળ હતું છતાં ત્યાં કલેશ કે કંકાસ ન હતા. આવી મહાન સુખ સ્થિતિ છતાં ગુણસાગર વૈરાગ્યના આસમાનમાં ઉડતા હતા. તે કેમ બન્યું? તીર્થકર ભગવાન પધાર્યા હોય તેવું પુણ્ય ન હતું, ત્યારે હતું શું? જાતિ મરણજ્ઞાન. જાતિ સ્મરણમાં શું વિચાર્યું? ગુણસાગરની ધ્યાન ધારા – હું દેવ-ગુરૂનો સંયોગ પામ્યું ન હતું ત્યાંસુધી મારી અજ્ઞાન દશાની ગુલામી હતી પણ દેવ-ગુરૂનો સંગ પામ્ય, પછી જ્ઞાનદશા પ્રગટી. હે સંજ્ઞાઓ! તમારું ધાર્યું ઘણું કર્યું. હવે તમારું ધાર્યું નહિ થાય. હવે તે મારું ધાર્યું થશે. જે ઈન્દ્રિયો સીધેસીધી ન માને તે બળાત્કારે પણ ઈન્દ્રિયાને વિષમાં જતી અટકાવવાની. દેવ-ગુરૂ-ધર્મ હોતા મળ્યા ત્યાં સુધી આળસ અને પ્રમાદમાં હતા પણ હવે પુરૂષાર્થ કરવાન. અજ્ઞાન અને મેહ દશામાં રઝળતો હતો તેથી વધુ પ્રમાણમાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy