SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ શારદા રત્ન સિંહની આંખમાંથી જાણે આંસુ ટપકતા હોય એવું લાગ્યું. તેના મુખ પરથી એમ લાગે છે કે તેને અસહ્ય પીડા થતી હશે. પીડાને કારણે તે ગભરાય છે અને ચાલે છે તે જરા લંગડે. તેની આંખોમાં અત્યારે ક્રરતા ન હતી પણ તીવ્ર વેદના હતી. આ માણસના મનમાં થયું કે સિંહ આમ કેમ કરતો હશે, તેને શું થતું હશે ? લાવ જઈને જોઉં તો ખરે. માણસને સિંહ પર દયા આવી તેથી તે જરા પણ ગભરાયા વિના તે સિંહની પાસે ગયો. તે જરા લંગડો ચાલતું હતું એટલે પહેલા તેને પગ છે. તે પગમાં મોટી બાવળની શૂળ ભેંકાઈ ગઈ હતી તેથી તે ધરતી પર પગ મૂકી શકતા ન હતા. તેણે સાચવીને શૂળ ખેંચી કાઢી. સિંહ ખુશ થઈ ગયો. તેણે રાહતનો દમ લીધે તે માણસને મારવા ન ગયો, પણ પ્રસન્નતાથી માણસનું શરીર સૂવું. સિંહ ભલે ક્રૂર પ્રાણી છે પણ તેનામાં જ્ઞાન છે કે આણે મારું દુઃખ મટાડ્યું છે. તેથી તે મારો ઉપકારી છે. ઉપકારીને મરાય ખરો? તે તે માણસને નમસ્તે કરી ચાલ્યો ગયો. થોડા સમય બાદ એ મુસાફર કોઈ અપરાધ–ગૂના માટે પકડાઈ ગયો. રાજાએ તેને મતની શિક્ષા ફટકારી. આ રાજાની મૃત્યુની સજા કરવાની પદ્ધતિ જુદી હતી. રાજમહેલની એક બાજુ તેમણે નાનકડું મેદાન બનાવ્યું હતું. ત્યાં ઉંચી ઉંચી દિવાલે બનાવી હતી. એક બાજુ રાજાએ સિંહનું પાંજરું રખાવ્યું હતું. તેમાં સિંહને રાખવામાં આવતો. જ રાજા અપરાધીને મેદાનમાં ઉભે રાખતે અને પાંજરામાંથી સિંહને બહાર કાઢતો. મેદાનમાં માત્ર સિંહ અને અપરાધી એ બે રહેતા. ભૂખ સિંહ એ અપરાધીને ફાડી નાંખતે. રાજપરિવાર આ કર અને કરૂણ દશ્ય જોવામાં મઝા માણતો. કઈ કઈને મારે, ટીપે તે એ મારપીટ લેવાની તમને મઝા આવે છે ને? ટોળેટોળા વળીને એ બધું જુઓ છે ને? તમારામાં દયા ક્યાં ગઈ! (શ્રોતામાંથી અવાજ-હવે આવું ગામમાં જેવા એાછું મળે માટે તે સરકસ જોવા જઈએ છીએ!) આવા કરૂણ દ્રશ્યો જોતાં તમારું હૈયું વલેવાઈ જતું નથીને? મરતા જીવને જોઈને તમારા દિલમાં કરૂણું, દયા, સહાનુભૂતિ જાગે છે કે પછી હૈયું નિર્દય, નિષ્ફર અને ભાવહીન બની જાય છે? હિંસક દ્રશ્ય વારંવાર જોવાથી હૃદય કઠોર અને નઠોર બની જાય છે, એવા હિંસક પુસ્તકો વાંચવાથી પણ મન હિંસક બની જાય છે. આથી કહું છું કે મનને શુદ્ધ અને ધર્મનું પ્રભવસ્થાન બનાવવું હોય, મનને શાંતિ અને પ્રસન્નતાને પાતાળ બનાવવો હોય તે નાટક, સિનેમા જેવાના બંધ કરી દો. આપ જ વિચાર કરો કે આ નાટક સિનેમા જોઈને તમારું મન કેટલું સડી ગયું છે. હજુ એ સડો દૂર નહિ કરે તે મને તમારું પૂરેપૂરું ખવાઈ જશે. બીજા જન્મમાં મન મળવું મુશ્કેલ બનશે. મન જ્યારે શુદ્ધ થવા લાગે છે ત્યારે સર્વ પ્રથમ દયાને જન્મ થાય છે. તમારામાં દુખી જી પ્રત્યે દયા છે ને ! પેલા માણસને રાજાએ મૃત્યુની સજા કરી. તેને મૃત્યુના મેદાનમાં ઉભો કરવામાં આવ્યા, અને સામી બાજુથી પિંજરામાંથી સિંહને છોડે. સિંહ ગર્જના કરતે બહાર આવ્યું અને પેલા માનવ તરફ આગળ વધે. સિંહને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy