________________
૪૫૪
શારદા રત્ન કરે તે મુનિને વહેરાવી દીધાના આનંદનો અનુભવમાં મસ્ત છે. એના હૈયામાં એટલો બધે આનંદ ઉમટેલે છે કે એ માતાની સામું જોઈને હસ્યા કરે છે, પણ જવાબ કાંઈ દેતું નથી, કે આપણે આંગણે એક મહાત્મા પધારતા બધી ખીર વહરાવી દીધી છે. કેટલી ગંભીરતા ! સુકૃતને એ પચાવી શક્યો છે ને ! એ રાત્રે બાળકને શૂળરોગ ઉપડ્યો. તેની અસહ્ય પીડા થઈ પણ તે વેદનામાં તેની આંખ સામે તપસ્વી મુનિ દેખાતા હતા. પોતે આપેલી ભિક્ષાને આનંદ તેના હૈયે ઉભરાતે હતે. મા તેની પાસે બેઠી હતી પણ તેનું મન તે પેલા મહાત્મામાં રમતું હતું. અસહ્ય વેદનાને સમતાભાવે સહન કરતાં કાળ ધર્મ પામે. આપ કહો તે ખરા કે એ બાળકને એ મુનિ સાથે કેટલો પરિચય હતું ? જરા પણ નહિ. પહેલા ક્યારેય જોયા પણ ન હતા. પ્રથમ વાર દર્શન કર્યા હતા. માત્ર આંખની ઓળખ થઈ હતી. તે પણ ભિક્ષાના સમય પૂરતી, પણ આ અલ્પ સમયનું મુનિ દર્શન બાળક માટે મહાન ધર્મ બની ગયો. આ મહાન ધર્મે એ બાળકની ટ્રાન્સફર બદલી કરી ગભદ્ર શેઠની હવેલીમાં ! ભદ્રા શેઠાણીની કુક્ષીમાં! અહીં તેમને પ્રેમાળ પિતા અને વાત્સલ્યમયી માતા મળી, સ્નેહાળ ૩૨–૩ર પત્નીઓ મળી. નિરોગી અને સર્વાગ સુંદર દેહ મળ્યો. પરિપૂર્ણ અખંડ પાંચ ઈન્દ્રિયો મળી. આ બધું મળ્યું ત્યારે શાલિભદ્ર વિપુલ સુખ ભોગવી શકયા. આ બધું મળ્યું સુપાત્ર દાનના પ્રભાવથી. આ રીતે ધર્મ છે. સંસારના સુખો આપે છે, એ વાત સમજાણું ને! : ધર્મ ચક્રવતીના સુખ આપી શકે છે. બળદેવ અને વાસુદેવના સુખ પણ આપી
શકે છે. ભૂતકાળમાં આપ્યા છે. વર્તમાનકાળમાં આપે છે ને ભવિષ્યકાળમાં આપશે. સંસારમાં ધર્મ સિવાય બીજું કોઈ તત્વ નથી કે જે સંસાર સુખ આપી શકે. ધર્મ ધન અને સંસારના સુખ કેવી રીતે આપે છે એ વાત પૂછવાની જરૂર નથી. આપવાની પદ્ધતિ ધર્મની કોઈ અનોખી છે. એની મેથડ આપણે નહિ સમજી શકીએ. આ પદ્ધતિ સમજવા માટે તે અધ્યાત્મયેગી થવું પડશે. તે માટે વિશિષ્ટ જ્ઞાન મેળવવું પડશે. બાળકે ખીરનું દાન દીધું ત્યારે કઈ કલ્પના પણ ન હતી કે હું ખીરનું દાન દઈશ તે શ્રેષિપુત્ર બનીશ. અને લખલૂટ ધન અને અમાપ સંસારના સુખો મળશે, તેને આવી કોઈ ગણતરીને ખ્યાલ ન હતે. ધર્મ કરવાથી શું ફળ મળે તેનું તેને કઈ જ્ઞાન ન હતું, છતાંય તેને ધર્મનું ફળ મળ્યું. હા, એક વાત છે, જે તેને ફળનું જ્ઞાન હેત અને એ ફળ મેળવવા તેણે દાન કર્યું હતું તે તેને એ ફળ મળત પણ નહિ, પણ તેણે તે સહજ રૂપે ધર્મ કર્યો. નિષ્કામભાવ, નિઃસ્પૃહપણે તેણે સુપાત્ર દાન કર્યું, અને શ્રેષ્ઠ સંસારના સુખ મળ્યાં, તે પણ વગર માંગે. ધર્મ કરીને જે ભીખ માંગે છે તેને તે મળે છે જરૂર, પણ જે ધર્મ પાસે ભીખ નથી માંગતે તેને ધર્મ ન્યાલ કરી દે છે.
ધર્મ વણમાંગ્યે બધું આપે છે. છતાં માનવી ભિખારી બની ગયો છે. માણસ જ્યાં જાય છે ત્યાં માંગે છે. કયારેક બોલીને માંગે છે. તો કયારેક મનથી માંગે છે, તે કયારેક કાયાથી પણ માંગે છે. બુદ્ધિશાળી માણસની ખપદ્ધતિ નિરાળી-જુદી હોય છે. તે ભીખ